Tue Oct 06 2026

Logo

કારીગરોની 450 કલાકની જહેમત અને ઈશા અંબાણીના ડ્રેસમાં દેખાઈ ભારતના 26 રાજ્યોની ઝલક, જોઈને તમે પણ કહેશો કે...

2026-05-03 20:35:00
Author: Darshana Visaria
કારીગરોની 450 કલાકની જહેમત અને ઈશા અંબાણીના ડ્રેસમાં દેખાઈ ભારતના 26 રાજ્યોની ઝલક, જોઈને તમે પણ કહેશો કે...

અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણી અનેક વખત પોતાની ગજબની ફેશનસેન્સ અને સ્ટાઈલથી બોલીવૂડ એક્ટ્રેસને પણ ઝાંખી પાડી દેતી હોય છે. હાલમાં જ એક પ્રાઈવેટ પ્રી-પાર્ટીમાં ઈશા અંબાણી એવો ડ્રેસ પહેર્યો હતો કે જેણે ભારતીય સંસ્કૃતિ અને આધુનિક ફેશનના સંગમની નવી મિસાલ રજૂ કરી છે. ચાલો એક નજર કરીએ કે ઈશા અંબાણીના આ ડ્રેસ અને લૂક વિશે...

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારનું મહિલા મંડળ હંમેશા ગ્લોબલ સ્ટેજ પર ભારતીય વારસાને ગૌરવ અપાવે છે. એમાં પણ પાર્ટીમાં જોવા મળેલો ઈશા અંબાણીનો આ લૂક માત્ર ફેશન નથી, પરંતુ ભારતની કળાની એક જીવંત ગાથાને વર્ણવે છે. 

વાત કરીએ ઈશા અંબાણીએ પહેરેલાં ડ્રેસની ખાસિયત અને ડિઝાઇન વિશે તો આ કસ્ટમ હેન્ડક્રાફ્ટેડ બેન્ડેજ ડ્રેસ જાણીતા ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ઈશાના જ લેબલ 'સ્વદેશ' સાથે મળીને તૈયાર કર્યો છે. આ સ્ટ્રેપલેસ ડ્રેસમાં ભારતના અલગ-અલગ હિસ્સાઓની 26 ટ્રેડિશનલ આર્ટ અને બોર્ડર્સનો અનોખું જોડાણ જોવા મળી રહ્યું છે. 

ઈશાના આ ડ્રેસમાં ડ્રેસમાં ઉત્તર પ્રદેશની ઝરી, પારસી ગારા ભરતકામ, મહેશ્વરી વણાટ, કાનજીવરમ સિલ્ક, પૈઠણી, બનારસી બ્રોકેડ, કાંથા અને ટીલ્લા જેવી કળાઓનો સમાવેશ થાય છે. આ લૂક ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીની કળાને એક જ આઉટફિટમાં સમેટી લે છે. ઈશાએ પહેરેલાં આ અનોખા ડ્રેસને તૈયાર કરવામાં કારીગરને 450 કલાક જેટલો સમય લીધો છે. ડ્રેસને રિચ લૂક આપવા માટે બ્લેક, મરૂન, ગોલ્ડ, ઓરેન્જ અને ગ્રીન જેવા ડાર્ક ક્લાસી શેડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

ડિઝાઈનર અને ક્લાસી આઉટફિટ સાથે ઈશા અંબાણીએ 'CINDY CHAO' બ્રાન્ડના ફ્લોરલ શેપના ટેંગો ગાર્ડન કલેક્શનના ઇયરરિંગ્સ પહેર્યા હતા. જ્યારે 'AMINA MUADDI'ની હીલ્સ પહેરી હતી, જેની કિંમત ઈન્ટરનેટ પર આશરે રૂપિયા 94,000 હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ઈશાએ હેર સ્ટાઈલમાં લાંબી ચોટલી ગુંથીને તેમાં 'આઉટહાઉસ' લેબલ દ્વારા કસ્ટમ બનાવેલી કિંમતી જ્વેલ્સવાળી એક્સેસરી સ્ટાઈલ કરી હતી.