Sun May 03 2026

Logo

તારા સુતરિયા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કરશે ડેબ્યૂ: ગ્લોબલ મંચ પર ભારતનું કરશે પ્રતિનિધિત્વ

2026-05-03 17:23:19
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડની અભિનેત્રી તારા સુતરિયા પહેલીવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે જઈ રહી છે. વૈશ્વિક મંચ પર યોજાનારા આ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવા માટે તારા તૈયાર છે. એમની પાસે ગ્લોબલ મંચ પર ભારતને રીપ્રેઝન્ટ કરવાનો ચાન્સ છે. હાલમાં તારા સુતરિયા પોતાની ફિલ્મ 'ટોક્સિક'ને લઈને ચર્ચામાં છે.

આ વર્ષે યોજાનારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તે અલગ અંદાજમાં જોવા મળશે. 'ટોક્સિક' રીલિઝ થાય એ પહેલા તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળશે. 'ટોક્સિક' માત્ર ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી પૂરતી સીમિત નથી. 

ફિલ્મ કેરિયર માટે સુવર્ણ તક

તારા પોતાના ફિલ્મ કેરિયરના સૌથી મોટા અને મહત્ત્વના સમયમાંથી પસાર થઈ રહી છે. હવે તે વૈશ્વિક મંચ પર યોજાનારી ફિલ્મોની એ ઈવેન્ટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે જ્યાં ભારતને રજૂ કરી શકે છે. પોતાના ગ્લોબર સફરના પહેલા પડાવમાં જ એમને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવાની ઓફર મળી છે.

એમના ફિલ્મ કેરિયર માટે આ એક સુવર્ણ તકથી કમ નથી. ફિલ્મ રીલિઝ થાય એ પહેલા તે એક ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં હાજરી આપીને ગ્લોબલ સેલેબ્સ તરીકેનું ટેગ મેળવશે.આ મંચથી એમની કેરિયરમાં મોટો અને અગત્યનો સારા પાત્રમાં કામ કરવાનો ચાન્સ મળી શકે છે. આ સિવાય અન્ય ફિલ્મી પ્રોજેક્ટમાં પણ તેની એન્ટ્રી થઈ શકે છે. 

સિતારાઓનો જમાવડો જામશે

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરના ફિલ્મી દુનિયાના સિતારાઓનો જમાવડો જોવા મળે છે. ગ્લોબલ પ્લેટફોર્મ પર જાણે ફિલ્મી કાલાકારો, નિર્માતા, પ્રોડ્યુસર તથા ફિલ્મ સાથે જોડાયેલા લોકોનો શંભુમેળો યોજાયો હોય એવો આ માહોલ હોય છે. આનાથી જે તે કલાકારોને એક ઈન્ટરનેશનલ ઓળખ તો મળે છે પણ જે તે ફિલ્મને-દેશને રીપ્રેઝન્ટ કરવાનો પણ મોકો મળે છે.

એક એવા સમયે તારાને આ ચાન્સ મળ્યો છે જ્યારે એમના કામથી લોકોનું ધ્યાન એમની તરફ ખેંચાઈ રહ્યું છે. 'ટોક્સિક' ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આ ફિલ્મમાં એમનો એક અલગ અવતાર જોવા મળશે. એવામાં આ ન્યૂઝ મળતા હવે ઈન્ડસ્ટ્રી સહિતના અન્ય લોકોને તારા સુતરિયાની અપડેટની ઉત્સુકતા વધારી છે. 

 

કરિયરમાં વળાંક પણ આવી શકે

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અંગેની અપડેટ મળતા એક્ઝાઈટમેન્ટ વધી રહ્યું છે. ગ્લોબલ મંચ પર ન માત્ર એને નવી ઓળખ મળશે પણ આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકર્સ, બ્રાંડ, નવી સ્ટોરી, પ્રોડ્યુસર્સ અને વાર્તાઓ સાથે ક્નેક્ટ થવાનો પણ મોટો ચાન્સ મળી રહેશે. કાન્સમાં તારાનો ડેબ્યૂ માત્ર રેડ કાર્પેટ પૂરતો જ સીમિત નથી પણ એના ગ્લોબલ સિનેમા કરિયરની શરૂઆત પણ બની શકે છે.

આ ઈવેન્ટથી એમની ફિલ્મી કરિયરમાં મોટો વળાંક પણ આવી શકે છે. દર વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીયોની હાજરી સતત વધતી રહી છે. હવે તારાને ચાન્સ મળતા આ એની વ્યક્તિગત અચિવમેન્ટ નથી પણ દેશ માટે પણ એક ગૌરવપ્રદ ક્ષણ છે.