કૉલકાતાઃ પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના પરિણામ પર સૌની નજર છે. સોમવારે (4 મે 2026) 293 બેઠક પર થનારી મત ગણતરીને પારદર્શી અને નિષ્પક્ષ બનાવવા માટે ચૂંટણીપંચે તમામ તૈયારીઓ કરી લીધી છે. શનિવારે કાઉન્ટિંગ ઓબ્ઝર્વરની એક યાદી જાહેર કરવામાં આવી હતી, જે અંતર્ગત કુલ 432 સુપરવાઈઝરને જવાબદારી સોંપવામાં આવી હતી. ચૂંટણી પંચે જાહેર કરેલી આ યાદી અનુસાર ઉત્તર 24 પરગણા જિલ્લો આ વખતે મતગણતરીનું કેન્દ્ર રહેશે. આ પછી દક્ષિણ 24 પરગણાનો ક્રમ આવે છે, જ્યાં 31 બેઠક માટે 45 સુપરવાઈઝરની ટીમ તૈયાર કરવામાં આવી છે.
સુપરવાઈઝરની ફૌજ ઊતરી મેદાનમાં
દરેકને એક ખાસ પ્રકારની જવાબદારી પણ સોંપવામાં આવી છે. ફાલતા બેઠક પર મતગણતરી રદ્દ થતા આ સંખ્યામાં મામુલી ફેરબદલી થઈ છે. મોટા જિલ્લાઓમાં જ્યાં સુપરવાઈઝરોની ફૌજ ઊતારવામાં આવી રહી છે બીજી તરફ અલીપુરદ્વારમાં સૌથી ઓછા સુપરવાઈઝર મૂકવામાં આવ્યા છે.
પાંચ બેઠક માટે માત્ર છ ઓર્બ્ઝવરને જવાબદારી સોંપવામાં આવી છે. પાટનગર કૉલકાતાની વાત કરવામાં આવે તો અહીંયા 11 બેઠક પર 12 સુપરવાઈઝર આપવામાં આવ્યા છે. આ વખતે ચૂંટણીપંચે વિધાનસભાની એ બેઠકો પર સૌથી વધારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે જ્યાં મતગણતરીના રૂમ્સ વધારે છે, જે જિલ્લાઓ મોટા અને મહત્ત્વના છે. બેઠકને લઈને ટક્કર થઈ શકે છે.
ખાસ પોલીસ ઓર્બ્ઝવરની નિયુક્તિ
આ પ્રકારના કેન્દ્ર માટે 165 વધારાના કાઉન્ટિંગ ઓર્બ્ઝવરની પણ નિયુક્તિ કરવામાં આવી છે, જે અગાઉથી અહીં આવેલા સુપરવાઈઝરની મદદમાં જોડાશે. તબક્કા વાર મતગણના શરૂ થાય એ પહેલા આ ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમને જવાબદારી સોંપી દેવામાં આવી છે. આ ટીમના આઈડીકાર્ડ પણ તૈયાર છે અને જે તે ટેબલ અંગે પણ જાણકારી આપી દેવામાં આવી છે.
સ્ટ્રોંગરૂમની બાહર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને કાઉન્ટિંગ સેન્ટર ઉપર પણ કડક સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. વધારાના 77 પોલીસ ઓર્બ્ઝવરની નિયુક્તિ કરવામાં આવી છે. આ તમામ લોકોને ખાસ જવાબદારી પણ સોંપી દેવાઈ છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, આ ઓબ્ઝર્વર કોઈ પણ સ્થિતિમાં કાઉન્ટિંગ સેન્ટરમાં એન્ટ્રી કરી શકશે નહીં. માત્ર બાહરના પરિસરમાં જ સુરક્ષા રાખવાની રહેશે.