Wed Jul 29 2026

Logo

બોક્સ ઓફિસ પર 'ધુરંધર ટુ'ની સુનામી! યામી ગૌતમે થિયેટરમાં જોઈ ફિલ્મ, આપ્યું એવું રિએક્શન કે...

2026-03-27 20:59:34
Author: Darshana Visaria
Article Image

Yami Gautam Dhurandhar 2


હાલમાં બોક્સ ઓફિસ પર ફિલ્મ ધુરંધર ટુએ આંધી લાવી દીધી છે. ફિલ્મ એક પછી એક કમાણીના નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી જાસૂસી થ્રિલર ફિલ્મ ધુરંધર ટુએ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ જુના રેકોર્ડ્સ ધ્વસ્ત કરી દીધા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બોલીવૂડ એક્ટ્રેસ અને આદિત્ય ધરની પત્ની યામી ગૌતમ થિયેટરમાં ફિલ્મ જોવા પહોંચી છે. આ વીડિયોમાં એક સીન જોઈને યામી ગૌતમ શરમાઈ ગઈ હતી. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી વિસ્તારથી... 

ફિલ્મ ધુરંધર ટુ માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશોમાં પણ ધૂમ મચાવી રહી છે. વાત કરીએ ફિલ્મના કલેક્શનના આંકડાની તો રિલીઝના બીજા શુક્રવારે એટલે કે આઠમા દિવસે ફિલ્મે ભારતમાં 49.70 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરીને સાબિત કરી દીધું કે ફેન્સમાં આ ફિલ્મનો ક્રેઝ ઓછો નથી થયો અને દર્શકોના ધાડેધાડા થિયેટરમાં ફિલ્મ જોવા પહોંચી રહ્યા છે. 

વાત કરીએ ફિલ્મના વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શનની તો રીલિઝ થયાના આઠ જ દિવસમાં ફિલ્મે દુનિયાભરમાંથી રૂપિયા 1,067.24 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે જ ફિલ્મ ધુરંધર ટુ સૌથી ઝડપથી રૂપિયા 1000 કરોડની ક્લબમાં સામેલ થનારી ટોચની ભારતીય ફિલ્મોમાં સ્થાન હાંસિલ કરી ચૂકી છે.

ફિલ્મની સફળતા વચ્ચે એક ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આદિત્ય ધરની પત્ની અને અભિનેત્રી યામી ગૌતમ સામાન્ય પ્રેક્ષકની જેમ પોતાની બહેન સુરીલી સાથે થિયેટરમાં ધુરંધર ટુ જોવા પહોંચી હતી. સોશિયલ મીડિયા પર યામી ગૌતમનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, તમે પણ આ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે મોટા પડદા પર યામી ગૌતમનો સીન આવ્યો, ત્યારે તે પોતાની જાતને જોઈને શરમાઈ ગઈ હતી અને પોતાનો ચહેરો છુપાવી રહી હતી. તેની બહેને આ પળને કેમેરામાં કેદ કરી લીધી. ફેન્સ યામીના આ સાદગીભર્યા અંદાજ પર ફિદા થઈ રહ્યા છે.