Fri May 29 2026

Logo

કમાણીના મામલે પણ આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર', વર્લ્ડવાઈડ ક્લેક્શન 3000 કરોડને પાર

2026-03-28 18:22:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડની ફિલ્મી દુનિયામાં સૌથી વધારે ચર્ચા 'ધુરંધુર-2' ફિલ્મની થઈ રહી છે. ફિલ્મને દુનિયાભરમાંથી પ્રશંસા મળી રહી છે. રણવીરસિંહ જ નહીં, સારા અર્જુન, અર્જુન રામપાલ, રાકેશ બેદી અને દાનિશ પંડોર જેવા સાઈડ કલાકારોના પણ ભરપૂર વખાણ થઈ રહ્યા છે. આ તમામ કલાકારોના કરિયરની સૌથી મોટી અને સફળ ફિલ્મ 'ધુરંધર-2' સાબિત થઈ ચૂકી છે. 

કમાણીના મામલે પણ 'ધુરંધર-2'
માત્ર પર્ફોમન્સ અંગે જ નહીં કમાણી મામલે ફિલ્મ ખરા અર્થમાં ધુરંધર સાબિત થઈ છે. ફિલ્મના બન્ને ભાગના વખાણ થઈ રહ્યા છે. રણવીરસિંહના નામે એક રેકોર્ડ થયો છે. કોવિડ બાદ દુનિયાભરની બોક્સ ઓફિસ પર 3000 કરોડનો આંકડો પાર કરનારી ફિલ્મ 'ધુરંધર-2' છે. આ પહેલી ભારતીય મેલ સ્ટાર ફિલ્મ બની છે જેને આટલી મોટી રકમની કમાણી કરી છે. આ કોઈ માત્ર નંબર નથી પણ બોક્સ ઓફિસ પર અને જે તે દેશના યુથ પર એની એક અસર જોવા મળી રહી છે. કેટલાક લોકો આ ફિલ્મ જોયા બાદ રીયલમાં લૈયારી કેવું છે એ જોવા માટે સર્ચ કરી રહ્યા છે. બીજી તરફ પાકિસ્તાનના નેતાઓ પણ જમીલ જમાલીના પાત્રને લઈને ખોટો બફાટ કરી રહ્યા છે. 

હકીકત આ પણ જાણવા જેવી
ફિલ્મ સાથે જોડાયેલી હકીકત એ પણ છે કે ફિલ્મનો એકપણ સીન પાકિસ્તાનમાં શૂટ થયો નથી. લૈયારી ટાઉનને આબેહૂબ 6થી 7 એકરની જમીન પર બેંગકોકમાં તૈયાર કરવામાં આવ્યું હતું. આ આખો સેટ તૈયાર કરવા માટે આપણા દેશના અને વિદેશ એમ બન્ને કલાકારોની મહેનત રહી છે. 'ધુરંધર' અને 'ધુરંધર-2'માં રણવીરસિંહની દમદાર એક્ટિંગના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. તે સ્ક્રિન પર છવાઈ ચૂક્યો છે. આ સિવાય ફિલ્મમાં ઈમોશનલ ટચ, ડિટેઈલિંગ અને ઘણું રીસર્ચ જોવા મળે છે. ઈન્ટેનસિટીથી લઈને ઈમોશન સુધી દરેક ફ્રેમમાં રણવીરસિંહ, સંજુબાબા અને રામપાલે લોકોના દિલ જીતી લીધા છે. રણવીરસિંહની ફિલ્મ '83' બોક્સ ઓફિસર ખરાબ રીતે પીટાઈ ગયા બાદ આ ફિલ્મથી એની સફળતાનો ગ્રાફ સાતમા આસમાને પહોંચ્યો છે. 

પ્રયોગ કરવામાં પીછેહટ નહીં
રણવીરસિંહ પોતાના કપડાંને લઈને અનેકવાર ચર્ચામાં રહ્યો છે પણ તે ફિલ્મોમાં નવા નવા અવતારમાં પ્રયોગ કરવામાં ક્યારેય પીછેહટ કરતો નથી. એ પછી ફિલ્મ 'રામલીલા' હોય કે છેલ્લે આવેલી ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'.આ તમામ ફિલ્મોએ બોક્સઓફિસ પર ઠીકઠાક કમાણી કરી હતી. પણ 'ધુરંધર' ફિલ્મે કમાણી મામલે છપ્પરફાડ સિદ્ધિ અને સંપત્તિ (પૈસા) હાંકલ કરી છે. 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ફિલ્મમાં તે આલિયા સાથે જોવા મળ્યો પણ ફિલ્મ ઠીકઠાક ચાલી હતી.'ધુરંધર' ફિલ્મ આવી ત્યારે ગેમચેન્જર સાબિત થશે એવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય. 5 ડીસેમ્બર 2025ના રોજ 'ધુરંધર' રીલિઝ થયેલી અને 19 માર્ચે 'ધુરંધર-2' આવી હતી. આ ફિલ્મે વર્લ્ડવાઈડ 1354.84 કરોડનું ક્લેક્શન કર્યુ છે. 

ગ્લોબલ ઈમેજ બની
એક સાથે અન્ય ભાષામાં ફિલ્મ રીલિઝ થતા રણવીરને અન્ય સિને ઈન્ડસ્ટ્રીમાંથી પણ પ્રશંસા મળી રહી છે. દુનિયાભરના સિનેમાઘરમાં ફિલ્મ રીલિઝ થતા હવે રણવીરસિંહની ઈમેજ ગ્લોબલ બની ચૂકી છે. માત્ર આઠ ફિલ્મોમાં આ ફિલ્મે 1088.2 કરોડનું ગ્રોસ ક્લેક્શન કર્યુ છે. ભારતમાં ભારતની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મમાં 'ધુરંધર-2' ટોપ પર રહી છે. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ ક્લેક્શન 3039.99 કરોડ સુધી પહોંચ્યુ છે, જે ફિલ્મની સમગ્ર ટીમ માટે મોટી સિદ્ધિ સમાન છે. આ આંકડો સામે આવતા રણવીરે કમાણી મામલે શાહરૂખ ખાન અને પ્રભાસને પણ પાછળ મૂકી દીધા છે.