Sun May 31 2026

Logo

દિલ્હીમાં ઇમારત ધરાશાયી થતા બે મેડિકલ વિદ્યાર્થીના મોત, બચાવ કાર્ય યથાવત

2026-05-31 08:32:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ દક્ષિણ દિલ્હીના સાકેત મેટ્રો સ્ટેશન નજીક ગઈકાલે એક પાંચ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી. આ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર એક કોચિંગ સેન્ટર કાર્યરત હતું, જ્યારે ઉપરના માળે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. આ ઘટનાથી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ અને NEET-PG ની તૈયારી કરી રહેલા લોકો સહિત ઘણા યુવા ડૉક્ટરો પ્રભાવિત થયા છે. ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ એસોસિએશનના પ્રમુખ ડૉ. જસવંતે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 9 થી 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

દુર્ઘટનામાં બે મેડિલક વિદ્યાર્થીઓના મોત

આ ઈરામાત થઈ તેવામાં બે મેડિલક વિદ્યાર્થીઓના મોત થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ દરમિયાન બે ઘાયલ વ્યક્તિઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બાકીના ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ બચાવ ટીમને પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી રહી નથી.

અંદર કેટલા લોકો દટાયા?

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, આ અકસ્માત બાદ કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટના બાદ સ્થળ પર અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. હાલમાં, પોલીસ ટીમો કાટમાળ સાફ કરવામાં અને અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બચાવવાના કાર્યમાં જોડાઈ ગઈ છે. પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ તેમાં અનેક લોકો નીચે દટાયા હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. અત્યારે પોલીસ દ્વારા બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.