Wed Jul 29 2026

Logo

ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને મળી રાહતઃ કોર્ટે જામીન પહેલી એપ્રિલ સુધી લંબાવ્યા

2026-03-18 17:12:16
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ બોલીવુડના જાણીતા કોમેડી અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટે મોટી રાહત આપી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કોર્ટે તેમની અંતરિમ જામીન 1 એપ્રિલ, 2026 સુધી વધારી દીધી છે. આજે 18 માર્ચે જામીન સમાપ્ત થવાની હતી, પરંતુ કોર્ટે તેમને જેલમાં પરત ના મોકલવાનો નિર્ણય કર્યો છે. 

આજની સુનાવણીમાં શું થયું?

આ કેસમાં વારંવાર ચૂકવણીના વચનોનું પાલન ન થતાં 5 ફેબ્રુઆરી, 2026ના રોજ દિલ્હી હાઈકોર્ટે  રાજપાલ યાદવને સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો. રાજપાલ યાદવને કોર્ટે સજા ફટકારી તે બાદ તેમને 13 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું.  તે પછી તેમને અંતરિમ જામીન મળી ગયાં હતાં. આજે સુનાવણી દરમિયાન રાજપાલના વકીલે નિયમિત જામીનની યાચિકા રજૂ કરી હતા. તેમણે જણાવ્યું કે કંપનીને 4.25 કરોડ અને આજે 25 લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો છે. રાજપાલના આ નિવેદન પછી કોર્ટ ટકોર કરતા કહ્યું હતું કે, એવું કોઈ પણ નિવેદન ના આપો કે જેથી ભવિષ્યમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડે!

કોર્ટે રાજપાલ યાદવને શું ટકોર કરી?

કોર્ટની સુનાવણી દરમિયાન રાજપાલે કહ્યું, ‘અમે ૨ કરોડ આપ્યા, 8 કરોડ ન આપ્યા તો જેલ ભોગવવી પડી હતી. ફિલ્મમાં 5 નહીં પરંતુ 22 કરોડ લાગ્યા હતાં. આ 5 કરોડના આ કેસમાં મારા 17 કરોડ રૂપિયા જોવામાં નથી આવી રહ્યા! કોર્ટે કહ્યું કે, રાજપાલ યાદવ ભાગે તેનો કોઈ ભય નથી. વધુમાં કોર્ટે કહ્યું કે. તમે (રાજપાલ યાદવ) પૂરતા પૈસા ચૂકવી દીધા છે; તેથી, અમે તમને પાછા જેલમાં નહીં મોકલીએ.

શું હતો આ સમગ્ર કેસ? 

આ કેસની શરૂઆત 2010માં થઈ હતી, જ્યારે રાજપાલે તેમની ડિરેક્ટરિયલ ડેબ્યુ ફિલ્મ 'અતા પતા લાપતા' માટે મુર્લી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની પાસેથી 5 કરોડ રૂપિયાનો લોન લીધી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ, જેના કારણે નુકસાન ભોગવવું પડ્યું હતું. પરંતુ 5 કરોડની આ રકમ વિલંબને કારણે રકમ 9 કરોડ સુધી પહોંચી ગઈ હોવાનો કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. ચૂકવણી માટે આપેલા સાત ચેક બાઉન્સ થતાં રાજપાલ યાદવ સામે કેસ નોંધાયો હતો.