મેષ:
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આજનો દિવસનો પૂર્વાધ ભાગ્યશાળી સાબિત થશે. લાંબા સમયથી અટકેલા સરકારી કે કાનૂની કાર્યોમાં અણધારી સફળતા મળશે. વ્યાપારીઓને જૂના ક્લાયન્ટ્સ તરફથી મોટો ઓર્ડર મળી શકે છે. જોકે, બપોર પછી ચંદ્રનું ભ્રમણ બદલાતાં શેરબજાર કે કોઈ નવું મોટું આર્થિક જોખમ લેવાનું ટાળવું. ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરતી વખતે વાણીમાં નમ્રતા રાખવી જરૂરી છે. જીવનસાથી સાથે તમે આજે શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો, પણ તમારે તમારા બજેટનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે, નહીં તો આર્થિક સ્થિતિ ડામાડોળ થશે.
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે બુધવારનો દિવસ ધાર્યા પરિણામો અપાવનારો રહેશે. નોકરી કરી રહેલાં જાતકોએ આજે કામના સ્થળ પર તમારી આયોજનપૂર્વકની મહેનત અને સકારાત્મક વિચારસરણી રંગ લાવશે. મુશ્કેલ પ્રોજેક્ટ્સનો તમે તમારી બુદ્ધિથી સરળ ઉકેલ લાવી શકશો, જેનાથી બોસ તમારાથી પ્રભાવિત થશે. લાંબા ગાળાની ફિક્સ ડિપોઝિટ, સોનું કે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આજનો દિવસ અતિ ઉત્તમ છે. પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે અને જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે છે. ઘરમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે, જેને કારણે મહેમાનોની અવરજવર રહેશે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભની તક લઈને આવશે. આજે એક પછી એક સારા સમાચાર સાંભળવા મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. ચંદ્રનું રાશિ પરિવર્તન થાય તે પહેલાં એટલે કે દિવસ દરમિયાન તમને કરિયરમાં નવી અને આકર્ષક તકો ઝડપવાનો મોકો મળશે. તમારા વ્યક્તિત્વમાં અદભુત આકર્ષણ અને ચાતુર્ય જોવા મળશે. વ્યાપારિક વાટાઘાટોમાં તમને મોટી સફળતા મળી શકે છે, પરંતુ સાંજ પછી બિનજરૂરી ચર્ચા-વિચારણા કે કૌટુંબિક વાદ-વિવાદથી અંતર જાળવવું હિતાવહ છે, નહીંતર માનસિક શાંતિ હણાઈ શકે છે. વિદેશ જઈને વેપાર કરવા માંગતા લોકોની ઈચ્છા પૂરી થશે.
કર્કઃ
કર્ક રાશિના જાતકોએ આજે પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સાવધાની રાખવી પડશે. રાત્રે ચંદ્ર તમારી જ રાશિમાં પ્રવેશવાનો હોવાથી તમારી આંતરિક ઉર્જા અને માનસિક સંવેદનશીલતામાં મોટો વધારો થશે. બજાર કે વ્યાપારિક સ્તરે રોકાણ કરવા માટેના શાનદાર અવસરો પ્રાપ્ત થશે. અટકેલા નાણાં પરત મળવાથી આર્થિક પક્ષ લોખંડી બનશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે ખુદને વધુ ફ્રેશ અનુભવશો. સામાજિક કાર્યોમાં સક્રિયતા વધશે. ઘર-પ્રોપર્ટી ખરીદવાની તમારી ઈચ્છા આજે પૂરી થઈ રહી છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મજબૂતી આવી રહી છે.
સિંહઃ
આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે અન્ય દિવસની સરખામણીએ થોડો મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે ભાગીદારીના બિઝનેસમાં કે સાસરી પક્ષ સાથે નાણાકીય લેવડ-ડેવડ કરતી વખતે આંખો બંધ કરીને વિશ્વાસ ન કરવો, નહીંતર નુકસાન થઈ શકે છે. જો તમે કોઈ નવો પ્રોજેક્ટ કે સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ, તો વિદેશી સ્ત્રોતો અથવા ડિજિટલ માધ્યમોથી સારો આર્થિક લાભ કે વિદેશ પ્રવાસના યોગ બની રહ્યા છે. બિનજરૂરી ખર્ચ પર લગામ રાખવી જરૂરી છે. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે, પરંતુ તમારે એ માહિતી કોઈ સાથે પણ શેર કરતાં બચવું જોઈએ.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. સંતાનને તમે આજે કોઈ જવાબદારી સોંપશો તો તે સરળતાથી એ જવાબદારી પૂરી કરશે. કાર્યક્ષેત્રમાં કેટલાક હકારાત્મક ફેરફારો થશે જે ભવિષ્યમાં તમારા કરિયરને નવી ઊંચાઈ પર લઈ જશે. વ્યાપારમાં ધાર્યો નફો મેળવવા અને માર્કેટમાં તમારી ક્રેડિટ વધારવા માટે આજે થોડી વધુ દોડધામ કરવી પડી શકે છે. પરંતુ આ મહેનતનું પરિણામ મીઠું આવશે. સાંજનો સમય પરિવારના સભ્યો અને બાળકો સાથે ખૂબ જ આનંદ અને હાસ્ય-મજાકમાં વીતશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ગુસ્સો અને લાગણી પર નિયંત્રણ રાખવાનો રહેશે. આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી તમારે બચવું પડશે. વ્યાવસાયિક મોરચે તમારી પ્રગતિ જોઈને કેટલાક વિરોધીઓ કે સહકર્મીઓ પીઠ પાછળ તમને પરેશાન કરવાનો કે તમારી છબી બગાડવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તમારી કુશળતાથી તમે તેમના પર વિજય મેળવશો. કોર્ટ-કચેરીના મામલામાં રાહત મળશે. આધ્યાત્મિક કે ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે, જેનાથી માનસિક તણાવ ઓછો થશે અને મનને અદભુત શાંતિ મળશે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે.
વૃશ્ચિકઃ
આજનો દિવસ આ રાશિના જાતકોએ મનમાંથી નકારાત્મક વિચારો, આળસ અને વહેમને સદંતર દૂર રાખશો તો જ આજે તમારી સામે આવનારી મોટી તકોને તમે ઝડપી શકશો. પ્રોફેશનલ લાઈફ એકદમ સ્થિર રહેશે અને રોજબરોજની આવક જળવાઈ રહેશે. સંતાન પક્ષ તરફથી શિક્ષણ કે કરિયરને લઈને કોઈ ખુશીના સમાચાર મળી શકે છે. લાંબા સમયથી ચાલતી ચિંતાનો અંત આવી રહ્યો છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ રહી છે અને વાત લગ્ન સુધી પહોંચી શકે છે. આજે તમને એક કરતાં વધુ સ્રોતમાંથી આવક થઈ શકે છે.
ધનઃ
ધન રાશિના જાતકોએ પણ આજે કામનું આયોજન કરીને જ આગળ વધવું પડશે તો જ કાર્ય પૂરા થઈ રહ્યા છે. આજે દૈનિક કાર્યો કે ઓફિસના મહત્વના આર્થિક દસ્તાવેજો પર સહી કરતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવી. નોકરી-ધંધાની વ્યસ્તતા વચ્ચે પરિવારને પણ સમય આપવો પડશે, નહીંતર ઘરના સભ્યો નારાજ થઈ શકે છે. મુશ્કેલ સમયમાં જૂના મિત્રો કે કોઈ ખાસ શુભચિંતક તરફથી અણધારી આર્થિક કે માનસિક મદદ મળી રહેશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે, અને તમે મોજમસ્તીમાં સમય પસાર કરશો. જોકે, આજે માનસિક તાણને કારણે તમે થોડા ત્રસ્ત રહેશો, પણ મેડિટેશનને તમારા ડેઈલી રૂટિનમાં સામેલ કરીને એનાથી મુક્તિ મેળવી શકો છો.
મકરઃ
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યો છે. આજે તમારા યશ, પદ, સામાજિક પ્રતિષ્ઠા અને ધનમાં વધારો થાય તેવા ખૂબ જ મજબૂત અને રાજયોગ સમાન સંકેતો મળી રહ્યા છે. જો તમે કોઈ સંયુક્ત વ્યાપાર (Joint Venture) કે ફેમિલી બિઝનેસ ચલાવો છો, તો ભાઈ-બહેનોનો પૂરો સાથ-સહકાર મળવાથી અટકેલા મોટા પ્રોજેક્ટ્સ ફરી ઝડપથી ગતિ પકડશે. નવી પ્રોપર્ટી ખરીદવાના યોગ છે. તમારે આજે કોઈ પણ કામ માટે બીજા લોકો પર આંખ બંધ કરીને ભરોસો કરવાથી બચવું પડશે, નહીં તો મુશ્કેલી વધી શકે છે. આજે તમારી આસપાસમાં વિનાકારણ કોઈ વિવાદમાં ફસાવવાથી બચવું પડશે.
કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો ચઢાવ-ઉતારથી ભરપૂર રહેશે. આવકના જૂના સ્ત્રોત મજબૂત રહેશે અને ભૂતકાળમાં કરેલા શેર્સ કે રોકાણમાંથી અણધાર્યો સારો નફો મળવાની પૂરી આશા છે. ખાસ કરીને કલા, લેખન, પત્રકારત્વ અને સાહિત્યના ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકોને સમાજ કે મીડિયા સમક્ષ પોતાની અસલી પ્રતિભા બતાવવાની અને લોકોની પ્રશંસા મેળવવાની શ્રેષ્ઠ તક મળશે. કામના સ્થળે આજે ઉપરી અધિકારીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. જીવનસાથી આજે તમારા માટે કોઈ વસ્તુની માગણી કરશે અને તમે એમની એ માગણી પૂરી પણ કરશો.
મીનઃ
મીન રાશિના જાતકોએ આજે શનિના પ્રભાવને કારણે તમારે સ્વાસ્થ્ય બાબતે જરાય બેદરકાર નથી રહેવાનું, ખાસ કરીને જળ સંબંધિત ઈન્ફેક્શન કે શરદી-ખાંસીથી બચવું. કાર્યક્ષેત્રમાં કામનું દબાણ થોડું વધારે રહેશે જેના કારણે માનસિક થાક વર્તાશે. જોકે, ધીરજપૂર્વક કામ લેવાથી અને ઘરના વડીલો કે અનુભવીઓની સલાહ લઈને આગળ વધવાથી મુશ્કેલ માર્ગ પણ એકદમ સરળ બની જશે. ઘર-પરિવારમાં જો કોઈ મુશ્કેલી હોય તો વાતચીતના માધ્યમથી તેનો ઉકેલ લાવવો પડશે. જીવનસાથી તમારા માટે આજે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરશે. સંતાનની સંગત પર તમારે આજે ખાસ ધ્યાન આપવું પડશે.