વિક્રોલીમાં ૩૫૦ ટનનું વિશાળ કટર મશીન શાફ્ટમાં નીચે ઉતારાયું
મુંબઈઃ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાને સફળતાપૂર્વક પાર પાડવા માટે કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારો પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે, છે ત્યારે મુંબઈમાં સૌથી મહત્ત્વની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુંબઈના વિક્રોલી ખાતે દેશની સૌથી પહેલી ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ને ઉતારવામાં આવ્યું હતું. આ મુદ્દે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વિક્રોલીમાં રેલવેની સૌથી મોટી ટીબીએમ કટર હેડ ઉતારવામાં આવ્યું હતું.
350 ટન વજન ધરાવતું ટીબીએમ ઉતારવામાં આવ્યું

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ આજે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નમાં ૧૩.૬ મીટર વ્યાસ અને આશરે ૩૫૦ ટન વજન ધરાવતું પહેલું કટરહેડ ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) મુંબઈના વિક્રોલી શાફ્ટમાં સફળતાપૂર્વક નીચે ઉતારવામાં આવ્યું હતું. અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા એક્સ પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે વિક્રોલીમાં રેલવેના સૌથી મોટા ટીબીએમ કટર રોડને સફળતાપૂર્વક ઉતાર્યું હતું, જે સૌથી મોટી સિદ્ધિ છે, જેને કારણે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરના અંડરગ્રાઉન્ડ કામકાજ માટે મહત્ત્વની ભૂમિકા નિભાવશે. આ મશીનનો ઉપયોગ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની યોજના માટે અંડરગ્રાઉન્ડ સેક્શનમાં ખોદકામ સરળતાથી કરી શકાશે.
એ ભારતની સૌથી પહેલી રેલ ટનલ બનાવવામાં આવશે
🚆 Railway’s biggest TBM cutter head lowered at Vikhroli, Mumbai
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 17, 2026
✅ 350‑tonne, 13.6m diameter engineering feat for India’s Bullet Train project pic.twitter.com/6r4QuoT1wi
પ્રસ્તાવિત યોજના માટે 3,000 ટનથી વધુ વજનના 2 વિશાળ ટીબીએમ મશીનને તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે મુંબઈમાં નિર્માણ થનારી ટનલનું નિર્માણ કરશે. ૨૧ કિલોમીટર લાંબા મુંબઈ ટનલ સેક્શનમાંથી ૧૬ કિલોમીટરના બાંધકામ માટે બે ટીબીએમ ભેગા કરવામાં આવી રહ્યા છે, જેમાં થાણે ક્રીક હેઠળની ૭ કિલોમીટરની ટનલનો સમાવેશ થાય છે, જે ભારતની પ્રથમ દરિયાઈ રેલ ટનલ હશે. દરેક ટીબીએમનું વજન ૩,૦૦૦ ટનથી વધુ છે અને તે દેશમાં રેલ ટનલ બાંધકામ માટે ઉપયોગમાં લેવાતું સૌથી મોટું મશીન છે. ટીબીએમના કટ્ટરહેડના પાંચ અલગ અલગ શિપમેન્ટમાં સાઈટ સુધી પહોંચાડશે એના પછી લગભગ 1,600 કિલોગ્રામના હાઈ પ્રીસિઝન વેલ્ડિંગથી જોડવામાં આવશે.
વિક્રોલી, મીઠી નદીથી પસાર થઈને બીકેસી પહોંચશે
બકેટ લિપ એ કટરહેડમાં એક છિદ્ર છે જેના દ્વારા કાટમાળ મશીનના કાદવ ચેમ્બરમાં પ્રવેશ કરે છે. તે કાટમાળને એકત્ર કરવામાં અને તેને પાઇપલાઇન સિસ્ટમ તરફ બહાર ફેંકવામાં મદદ કરે છે, જેનાથી ટનલમાંથી પાણી નીકળી જાય છે. ટીબીએમ વિક્રોલીથી આશરે 6 કિમી દૂર, ગીચ શહેરી વિસ્તારોમાંથી અને મીઠી નદીની નીચેથી પસાર થશે, અને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતે નિર્માણાધીન મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશન પહોંચશે, જ્યાં તે બહાર નીકળશે.
સુરક્ષિત ટનલ ખોદકામ અને આસપાસના માળખાઓનું નિરીક્ષણ સુનિશ્ચિત કરવા માટે વિવિધ દેખરેખ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં સરફેસ સેટલમેન્ટ પોઇન્ટ (એસએસપી), ઓપ્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ સેન્સર (ઓડીએસ) અથવા ટિલ્ટ મીટર, બીઆરટી (બાય-રિફ્લેક્ટ ટાર્ગેટ/3ડી ટાર્ગેટ), ટનલ સપાટી પર સૂક્ષ્મ સ્ટ્રેન માપવા માટે સ્ટ્રેન ગેજ અને સ્પંદનો અને ધરતીકંપના તરંગોનું નિરીક્ષણ કરવા માટે પીક પાર્ટિકલ વેલોસિટી (પીપીવી) અથવા સિસ્મોગ્રાફનો સમાવેશ થાય છે.

એન્જિનિયરિંગની કમાલ
- ૧૩.૬ મીટરના વ્યાસ સાથે આ કટરહેડ હાઇ-સ્પીડ કોરિડોરની ઉપર અને નીચે બંને લાઇનને સમાવી શકે તેટલી મોટી ટનલ ખોદવામાં સક્ષમ છે.
- તેનું ૩૫૦ ટન વજન આશરે ૨૫૦ પેસેન્જર કાર (મધ્યમ કદની એસયુવી) જેટલું છે.
- આ મશીનને ૧,૬૦૦ કિલોગ્રામ હાઇ-પ્રિસિઝન વેલ્ડિંગનો ઉપયોગ કરીને પાંચ અલગ-અલગ શિપમેન્ટમાં સાઇટ પર પહોંચાડવામાં આવ્યું હતું.
- આ યુનિટ ૮૪ કટર ડિસ્ક, ૧૨૪ સ્ક્રેપર્સ અને ૧૬ બકેટ લિપ્સથી સજ્જ છે, જે ખોદકામ અને કાટમાળ દૂર કરવાની પ્રક્રિયાને કાર્યક્ષમ બનાવે છે. કટર ડિસ્ક એ ખડક કાપવા માટેના મુખ્ય સાધનો છે. કટરહેડ પર લગાવેલા સ્ક્રેપર્સ પછી કાટમાળ દૂર કરે છે અને સાફ કરે છે.