જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા સૂર્ય અને ગ્રહોના રાજકુમાર બુધના મિલનને અત્યંત શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે પણ આ બંને મહત્ત્વના ગ્રહો એક જ રાશિમાં ભેગા થાય છે ત્યારે 'બુધાદિત્ય રાજયોગ'નું નિર્માણ થાય છે. મે મહિનામાં સૂર્ય અને બુધની યુતિ થઈને બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું જેને કારણે કેટલીક રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે.
મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 15મી 2026ના રોજ ગ્રહોના રાજા સૂર્ય અને ગ્રહોના રાજકુમાર બુધ બંને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી આ શક્તિશાળી રાજયોગ રચાશે. આ 'ડબલ ગોચર' ના પ્રભાવથી ખાસ કરીને ચાર રાશિના જાતકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે. ચાલો જોઈએ કે આખરે કઈ એ ભાગ્યશાળી રાશિઓ કે જેમને આ યોગથી વિશેષ લાભ થઈ રહ્યો છે અને તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની રહી છે.
વૃષભ:
વૃષભ રાશિમાં જ સૂર્ય અને બુધની યુતિ થઈને બુધાદિત્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ ગોચર તમારી જ રાશિમાં થઈ રહ્યું હોવાથી સૌથી વધુ લાભ તમને મળશે. લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળશે અને આર્થિક તંગી દૂર થશે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે અને પ્રમોશન મળવાના પ્રબળ યોગ છે. આત્મવિશ્વાસમાં વધારો થશે.
સિંહ:
સિંહ રાશિના જાતકો માટે આ સમય વરદાન સાબિત થશે. વ્યાપારમાં કોઈ મોટી અને ફાયદાકારક ડીલ ફાઈનલ થઈ શકે છે. જે લોકો વિદેશમાં નોકરી કરવા ઈચ્છે છે, તેમનું સપનું સાકાર થઈ શકે છે. માન-સન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.
કન્યા:
કન્યા રાશિના જાતકો માટે બુધ અને સૂર્યની યુતિ ખૂબ જ લાભદાયી સાબિત થશે. તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે. જો તમે અગાઉ ક્યાંય રોકાણ કર્યું હશે, તો તેનું ઉત્તમ વળતર મળવાની સંભાવના છે. પૈતૃક સંપત્તિને લગતા વિવાદો ઉકેલાશે અને નવું મકાન કે વાહન ખરીદવાના યોગ બનશે. બિઝનેસમાં બમ્પર નફો થઈ શકે છે.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય અને બુધની આ યુતિ ખૂબ જ લાભદાયી રહેવાની છે. આ સમયે વેપાર અને ભાગીદારીના કામમાં તમને વિશેષ લાભ થશે. જીવનસાથીના સહયોગથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા હોવ, તો સારી કંપનીમાંથી ઓફર મળી શકે છે. જૂના દેવામાંથી મુક્તિ મળતા માનસિક શાંતિનો અનુભવ થશે.