Tue Aug 18 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:31 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-31 08:05:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-31 20:09:10

હરિદ્વારમાં કાવડ યાત્રા દરમિયાન ડૂબી જવાથી ચાર સગીર કાવડીઓના મોત

હરિદ્વારથી ગંગાજળ ભરી પરત ફરી રહેલા ચાર સગીર મિત્રો ગંગા સ્નાન દરમિયાન ડૂબી જતાં મૃત્યુ પામ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ ચારેય મિત્રો ગંગા નહેરમાં ડૂબી ગયા હતા તેમને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ચારે મિત્રો ચંદીગઢના રહેવાસી હતા.

2026-07-31 18:19:15

કેન્દ્ર સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય, પીએમ કિસાન યોજના પાંચ વર્ષ માટે લંબાવી

કેન્દ્ર સરકારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાને આગામી પાંચ વર્ષ માટે વર્ષ 2030-31 સુધી લંબાવવામાં આવી છે.

2026-07-31 17:39:57

દિલ્હીમાં અંક્તિ શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈન સહિત પાંચ આરોપીઓને આજીવન કેદની સજા

દિલ્હી રમખાણોમાં આઇબી અધિકારી અંક્તિ શર્મા હત્યા કેસમાં કોર્ટે તાહિર હુસૈન સહિત પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.  આ કેસના ચુકાદા દરમિયન કરકરડૂમા કોર્ટે નોંધ્યું હતું કે આ હત્યા કરવાની પદ્ધતિ અત્યંત ક્રૂર છે.

2026-07-31 16:28:24

રામ મંદિર દાન ચોરી મુદ્દે સંસદ પરિસરમાં પપ્પુ યાદવના પ્રદર્શનથી સંત સમાજમાં આક્રોશ

રામ મંદિર દાન ચોરી મુદ્દે સંસદ પરિસરમાં  સાધુના વેશમાં પપ્પુ યાદવે કરેલા પ્રદર્શન અંગે સંત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અંગે હનુમાનગઢીના મહંત રાજુ દાસે તેને સંત સમાજ અને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું હતું.

2026-07-31 15:52:03

ઓમર અબ્દુલ્લા અને તેમના પત્ની લગ્નનો અંત લાવવા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને અલગ રહેતી પત્ની પાયલ અબ્દુલ્લાએ તેમના લગ્નનો અંત લાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમની વચ્ચે લાંબા સમય ચાલતો વૈવાહિક વિવાદ હવે સમાધાન સુધી પહોંચ્યો છે.

2026-07-31 15:09:14

પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારી પર આતંકી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર આતંકી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જેમાં એસટીએફે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સભ્ય હમીદ મંડલની પશ્ચિમ બંગાળના વર્ધમાનથી ધરપકડ કરી છે.

2026-07-31 14:43:09

સવારે 6 થી બપોરના 2 સુધીમાં 125 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સવારે 6 થી બપોરના 2 સુધીમાં 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. નડિયાદમાં 8 ઇંચ, વસોમાં 7 ઇંચ, બોરસદમાં 7 ઇંચ, ખંભાતમાં 6 ઇંચ, પેટલાદમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે.

2026-07-31 14:19:08

અમદાવાદમાં પવન સાથે વરસાદની શરૂઆત

અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું છે. શહેરના પંચવટી, બાપુનગર, નિકોલ, અમરાઈવાડી, પ્રહલાદનગર, પાંજરાપોળ, સી જી રોડ, આશ્રમ રોડ, હંસપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

2026-07-31 13:19:08

6 કલાકમાં ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ


સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ સવારે 6 થી બપોરના 12 કલાક દરમિયાન સુરતના ઉમરપાડામાં 8 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વસોમાં 6.38 ઇંચ, બોરસદમાં 6.26 ઇંચ, નડીયાદમાં 5.94 ઇંચ, ખંભાતમાં 5.79 ઇંચ, સાગબારામાં 5.67 ઇંચ, ગરુડેશ્વરમાં 5.67 ઇંચ, આણંદમાં 5.59 ઇંચ, પેટલાદમાં 5.59 ઇંચ, તિલકવાડામાં 4.65 ઇંચ વરસાદ વરસ્યો છે.

2026-07-31 10:07:12

ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી

મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી થયો હોવાની  માહિતી સામે આવે છે. જેમાં છ લોકોના મોત થયા છે. હજુ પણ સાતથી આઠ લોકો ફસાયા હોવાની આશંકા છે.

2026-07-31 08:35:20

અતિભારે વરસાદની આગાહીના પગલે આજે અને આવતીકાલે પાવાગઢનો પ્રવાસ ટાળવા અપીલ

અતિભારે વરસાદની આગાહીને લઈ ધ્યાને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટે ભાવિક ભક્તોને આજે અને આવતીકાલે પાવાગઢ પ્રવાસ ટાળવા અપીલ કરી છે. ભારે વરસાદમાં પગપાળા માર્ગ જોખમી બનવાની ચેતવણી છે. ભક્તોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા ટ્રસ્ટે આ અપીલ કરી છે.

2026-07-31 08:06:38

છેલ્લા 24 કલાકમાં રાજયમાં 106 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેતપુર પાવીમાં સૌથી વધુ 2.83 ઇંચ, જાંબુઘોડામાં 2.83 ઇંચ, કવાંટમાં 2.64 ઇંચ વરસાદ પડ્યો હતો.