Sat Oct 03 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 08 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-09-08 07:34:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 08 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-09-08 22:30:25

ભારતીય કબડ્ડી પ્લેયરનો મેડલ પાછો લઈ લેવાયો

ભારતીય કબડ્ડી ખેલાડી બ્રિજેન્દ્ર સિંહ ચૌધરી કે જેણે આ વર્ષની શરૂઆતમાં એશિયન બીચ ગેમ્સમાં બીચ કબડ્ડી ઇવેન્ટમાં વ્યક્તિગત રીતે બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ જીત્યો હતો, પરંતુ તેની પાસેથી એ મેડલ પાછો લઈ લેવામાં આવ્યો છે કારણકે પ્રતિબંધિત ડ્રગ્સના સેવનને લગતી ટેસ્ટમાં તેનો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેણે એશિયન બીચ ગેમ્સનો આ મેડલ ગુમાવ્યો છે. બિજેન્દ્ર એ રમતોત્સવમાં ભારતની ટીમમાં પણ હતો અને એ ટીમ સિલ્વર મેડલ જીતી હતી.

2026-09-08 22:30:02

અમદાવાદની તીરંદાજીમાં ભારતને બે ગોલ્ડ, એક સિલ્વર

અમદાવાદમાં દિવ્યાંગો માટેની વિશ્વ તીરંદાજી સ્પર્ધામાં ભારતે બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ પર કબજો કર્યો છે. પુરુષોના કમ્પાઉન્ડ વર્ગમાં વર્લ્ડ ચૅમ્પિયન તોમન કુમાર અને શ્યામ સુંદર સ્વામીની જોડીએ ઇરાકના હરીફોને 152-139થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. પુરુષોના જ રિકર્વ વર્ગમાં હરવિન્દર સિંહ અને વિજય સુન્દીની જોડીએ સ્લોવેકિયાના હરીફોને 6-2થી પરાજિત કરીને સુવર્ણ ચંદ્રક જીતી લીધો હતો. મહિલાઓમાં રિકર્વ કૅટેગરીમાં ભારતની રિકર્વ ટીમનો ફાઇનલમાં નબળો પર્ફોર્મન્સ હતો. ભાવના અને પૂજાની જોડીનો ચીની હરીફો સામે 0-6થી પરાજય થયો હતો. જોકે ભારતીય જોડી સિલ્વર જીતવામાં સફળ થઈ હતી. જોકે શીતલ દેવી અને પાયલ નાગની જોડી ચીન સામેની ત્રીજા સ્થાન માટેની પ્લે-ઑફમાં પરાજિત થઈ હતી.

2026-09-08 21:14:22

લખનઉ એરપોર્ટ પર બીજા પ્રયાસમાં ફ્લાઇટનું લેન્ડિંગ, રાહુલ ફલાઇટમાં હતા સવાર

દિલ્હીથી લખનઉ આવેલી એર ઇન્ડિયાની ફલાઇટ બીજા પ્રયાસમાં ઉતરાણ કરી શકી હતી. એરપોર્ટ સત્તાવાળાના જણાવ્યા અનુસાર ભારે પવનના લીધે ફલાઇટને ગો-અરાઉન્ડ' કરવી પડી હતી. મહત્વનું છે કે આ વિમાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ સવાર હતા.

2026-09-08 21:09:10

મુંબઈમાં એફડીએની મોટી કાર્યવાહી

મુંબઈ એફડીએ દ્વારા ગંભીર બેદરકારી બદલ આઈઆરસીટીસી સપ્લાયર આર. કે. એસોસિએટ્સ અને ઈસ્કોન જુહુના ૩ કેન્દ્રો સહિત મુંબઈની વિવિધ ખાદ્ય સંસ્થાઓના લાઈસન્સ સસ્પેન્ડ કરાયા

2026-09-08 19:56:45

બાંગ્લાદેશની શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ, કહ્યું  ફાંસી પર લટકાવીશું

ભારતમાં આશ્રય લઇ રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની બાંગ્લાદેશે ફરી માંગ કરી છે.  બાંગ્લાદેશે જણાવ્યું છે કે ભારત  ઈચ્છે તો તે તેમને પાછા મોકલીને સંબંધો સુધારવા માટે તાત્કાલિક પગલાં લઈ શકે છે. બાંગ્લાદેશમાં  આવતા જ  શેખ હસીનાએ મોતની સજાનો સામનો કરવો પડશે.

2026-09-08 19:00:18

ભારતે કહ્યું રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવું જોઇએ, આ યુદ્ધનો યુગ નથી

ભારતના વિદેશ મંત્રાલયે ફરી એક રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અંગે વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે યુદ્ધ સમાપ્ત થવું જોઇએ. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા  રણધીર જયસ્વાલે જણાવ્યું કે આ યુદ્ધનો યુગ નથી અને યુદ્ધથી કોઇ સમસ્યાનો ઉકેલ નથી આવતો. ભારત બંને દેશોના સંપર્કમાં છે અને યુદ્ધના અંત માટે તમામ મદદ કરવા તૈયાર છે.

2026-09-08 17:53:27

પેરિસના એફિલ ટાવર વિવાદ મુદ્દે વિદેશ મંત્રાલયે દૂરી બનાવી, ભારત ચીન સીમા વિવાદ અંગે સ્પષ્ટતા કરી

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા  રણધીર જયસ્વાલે અનેક મુદ્દાઓ પર સ્પષ્ટીકરણ કર્યું હતું. જેમાં પેરિસના એફિલ ટાવર વિવાદ, ભારત-ચીન LAC લશ્કરી બેઠક અને વર્ષ 2027 માં પાકિસ્તાનમાં યોજાનારી દક્ષિણ એશિયન ફેડરેશન રમતોમાં ભારતની સંભવિત ભાગીદારી અંગે માહિતી આપી હતી.

2026-09-08 17:46:21

બીકેસીમાં બે શંકાસ્પદ ઝડપાયા: બોગસ PMO આઈડી અને બંદૂક જપ્ત

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં બે સંદીગ્ધ વ્યક્તિની અટક કરવામાં આવી હતી, જેમાં એક વ્યક્તિ પોતાને પીએમઓ (વડા પ્રધાન કાર્યાલય)નો અધિકારી હોવાનું ગણાવ્યું હતું. પીએમઓ કાર્યાલયનું બનાવટી આઈડી પણ જપ્ત કરવામાં આવ્યું હતું, જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ઓળખપત્ર બનાવટી નીકળ્યું હતું, જ્યારે બીજા શંકાસ્પદ પાસેથી બંદૂક પણ મળી આવી હતી, જેને લઈ ખળભળાટ મચી ગયો હતો.

2026-09-08 16:59:22

જયપુર 2008 બોમ્બ બ્લાસ્ટ કેસમાં બે આતંકીઓની મુક્તિ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

રાજસ્થાનના જયપુરમાં વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. જેમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આતંકીઓની  મુક્ત થવાની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે આ ગુનાને ગંભીર ગણાવ્યો હતો.

2026-09-08 15:22:41

હુતી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર હુમલો કર્યો, 73 લોકો ઘાયલ

ઇરાન સમર્થિત યમનના હુતી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર હુમલો કર્યો છે. આ હુમલામાં 73 લોકો ઘાયલ થયા છે. જેમાં સાઉદી નાગરિક અને આર્થિક સ્થળો પર હુમલા કર્યા છે.

2026-09-08 13:55:39

નેપાળ પૂરનો મૃત્યુઆંક 1357 પર પહોંચ્યો

નેપાળમાં આવેલા પૂર બાદ જનજીવન ધીમે ધીમે થાળે પડી રહ્યું છે. નેપાળ નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, નેપાળમાં પૂરના કારણે મૃત્યુઆંક વધીને 1,357 થયો છે.

2026-09-08 11:31:59

PM મોદી ટૂંક સમયમાં વડોદરા પહોંચશે

પીએમ મોદી આજે એક દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ટૂંક સમયમાં પીએમ મોદી વડોદરા એરપોર્ટ પર પહોંચશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીયમંત્રી વૈષ્ણવનો કાફલો એરપોર્ટ તરફ નીકળ્યો છે.

2026-09-08 10:49:48

વડોદરા બાદ નવસારી જશે પીએમ મોદી

વડોદરા બાદ વડા પ્રધાન મોદી નવસારીની મુલાકાત લેશે. જ્યાં તેઓ નવસારી જિલ્લા ભાજપ કાર્યાલયના નવનિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કરી પ્રબુધ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે.

2026-09-08 07:53:58

PM મોદી આજે ગુજરાતની મુલાકાતે

PM મોદી આજે એક દિવસીય ગુજરાત મુલાકાતે આવશે. વડોદરાની MS યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં આયોજીત કાર્યક્રમ દરમિયાન રૂ. 35,200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ 'નમો 4 વિકસિત ભારત' કાર્યક્રમ અંતર્ગત યુવાઓ સહિત 6000 લોકોને સંબોધશે. નવસારીની પણ મુલાકાત લેશે.

2026-09-08 07:35:50

24 કલાકમાં સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 15 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. ડાંગમાં એક ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો.