દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
રામ મંદિરમાંથી આભૂષણ ચોરીના આક્ષેપ ટ્રસ્ટે નકાર્યા, કહ્યું તમામ વસ્તુઓ સુરક્ષિત
અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસની તપાસ તેજ કરવામાં આવી છે. આ દરમિયાન મંદિરમાંથી આભૂષણ ચોરીના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જેનો શ્રી રામ મંદિર ટ્રસ્ટે જવાબ આપ્યો છે. આ અંગે શ્રી રામ મંદિર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ દાનમાં મળેલા દાગીના અને કિંમતી ધાતુઓની ચોરી અંગેના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમજ કહ્યું છે કે 2,800 વસ્તુઓ અને તેમના રેકોર્ડ સુરક્ષિત છે.
રામમંદિર દાન ચોરી કેસમાં ચંપત રાયના બચાવમાં આવ્યું વીએચપી
અયોધ્યાના રામમંદિર દાન ચોરી કેસમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પર કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. જેની બાદ હવે વિશ્વ હિંદુ પરિષદ ચંપત રાયના બચાવમાં આવી છે. તેમજ કહ્યું છે કે માત્ર આરોપ લગાવવાથી કોઇ દોષ પુરવાર નથી થતાં.
ચૂંટણી પંચે ચાર રાજ્ય માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી, 22 લાખ લોકોના નામ દૂર
દેશમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશ (SIR)\ હેઠળ ચૂંટણી પંચે ચાર રાજ્ય માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે જેમાં ઓડિશા, મણિપુર, મિઝોરમ અને સિક્કિમમાં 22 લાખથી વધુ વ્યક્તિઓના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસનું નિવેદન, કહ્યું તમામ આરોપીઓને કડક સજા આપો
અયોધ્યાના રામમંદિર ચોરી કેસની એસઆઇટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ જ મુદ્દે આજે ટ્રસ્ટની બેઠક યોજાવાની છે. જોકે, આ બેઠક પૂર્વે રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. તેમણે કહ્યું કેસમાં તમામ આરોપીઓને કડક સજા આપવામાં આવે. આ મુદ્દો કરોડો હિંદુઓની આસ્થા સાથે જોડાયેલા છે.
દેશમાં ગેરકાયદે કોલ માઈનિંગ અને ચોરીના કેસો અંગે સરકાર સતર્ક
દેશમાં વધી રહેલા ગેરકાયદે કોલ માઈનિંગ અને ચોરીના કેસો પર નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર સતર્ક બની છે. આ અંગે દિલ્હીમાં કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
રાજ્યમાં NDRF અને SDRFની કેટલી ટીમો તૈનાત
રાજ્યમાં કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે રાહત અને બચાવ કામગીરી હેઠળ NDRFની 10 અને SDRFની 25 ટીમો મળીને કુલ 35 ટીમોને સંવેદનશીલ જિલ્લાઓમાં તૈનાત કરી દેવાઈ છે. આ ઉપરાંત, તાકીદની જરૂરિયાત માટે NDRFની 4 અને SDRFની 8 ટીમોને હેડક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.
2 કલાકથી દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, સવારે 8 થી 10ના સમયગાળામાં રાજ્યના 18 તાલુકામાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. વલસાડના ધરમપુરમાં 0.47 ઇંચ, કપરાડામાં 0.31 ઇંચ, સુબીરમાં 0.20 ઇંચ, ઓલપાડમાં 0.16 ઇંચ, ચોર્યાસીમાં 0.16 ઇંચ વરસાદ નોંધાયો છે.
પરાજય બાદ બ્રાઝિલના ફૂટબોલર નેમારની ઓચિંતી નિવૃત્તિ
ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપની પ્રી-કવૉર્ટર ફાઈનલમાં નોર્વે સામે બ્રાઝિલનો 1-2થી પરાજય થયો અને ત્યાર બાદ થોડી જ વારમાં બ્રાઝિલના સુપરસ્ટાર ફૂટબોલર નેમાર જુનિયરે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. એ સાથે, 34 વર્ષીય નેમારની 16 વર્ષની શાનદાર કારકિર્દીનો અંત આવી ગયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં અમરેલીના રાજુલામાં સર્વાધિક 10.79 ઇંચ વરસાદ વરસ્યો છ. ધારીમાં 9.21 ઇંચ, ખાંભામાં 6.81 ઇંચ વરસાદ નોંધાયો છે.