દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
રાજ્યમાં 6 કલાકમાં 119 તાલુકામાં વરસાદ
રાજ્યમાં સવારે 6 થી બપોર 12 એમ 6 કલાકના સમયગાળામાં 119 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એક તાલુકામાં 6 ઇંચથી વધુ, એક તાલુકામાં 5 ઇંચથી વધુ, ત્રણ તાલુકામાં 4 ઇંચથી વધુ, ચાર તાલુકામાં 3 ઇંચથી વધુ, નવ તાલુકામાં 2 ઇંચથી વધુ, 16 તાલુકામાં 1 ઇંચથી વધુ અને 85 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. સુરતના કામરેજમાં સૌથી વધુ 6.18 ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં વરસાદથી 167 રસ્તાઓ બંધ
માર્ગ અને મકાન વિભાગના અહેવાલ મુજબ પાણી ભરાવાને કારણે રાજ્યભરમાં વાહનવ્યવહાર માટે કુલ 167 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેમાં 1 સ્ટેટ હાઇવે (ખેડા જિલ્લો), 7 અન્ય મુખ્ય માર્ગો, 157 પંચાયત હસ્તકના રસ્તાઓ અને 2 નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે. સૌથી વધુ વલસાડ જિલ્લામાં 62 પંચાયતી રસ્તાઓ અને નવસારીમાં 26 રસ્તાઓ બંધ છે.
ડાંગના સુબીરમાં બે કલાકમાં 3.50 ઇંચ વરસાદથી જળબંબાકાર
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા મુજબ, સવારે 8 થી 10ના સમયગાળામાં રાજ્યના 61 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ડાંગના સુબીરમાં બે કલાકમાં જ 3.50 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર થઈ ગયું હતું. વ્યારામાં બે કલાકમાં 2.05 ઇંચ, સુરતના મહુવામાં 1.81 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સવારથી બોલાવી સટાસટી
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. સવારે 6 થી 8 ના સમયગાળામાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તાપીના વાલોદમાં 2 કલાકમાં 2.76 ઇંચ, કામરેજમાં 2.56 ઇંચ, બારડોલીમાં 2.05 ઇંચ, વલસાજમાં 1.73 ઇંચ, પલસાણામાં 1.10 ઇંચ, અંબિકામાં 1.06 ઇંચ, નવસારીમાં 0.98 ઇંચ , ધરમપુરમાં 0.87 ઇંચ વરસાદ નોંધાયો છે.
2008 બ્લાસ્ટ કેસમાં આજે મોટો ચુકાદો
2008 બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટના ચુકાદા પર આજે હાઈ કોર્ટ નિર્ણય લેશે. 38ને ફાંસી, 11ને આજીવન કેદ પર સુનાવણી થશે. તમામ પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. સિરીયલ બ્લાસ્ટમાં 57નાં મોત, 244 લોકો ઘાયલ થયા હતા. રાજ્યભરની નજર હાઇ કોર્ટના નિર્ણય પર રહેશે.