Tue Jul 07 2026

Logo

પીઓકેમાં પાકિસ્તાનની ક્રૂરતા, ભારત પાસે મદદની લોકોની માંગ, રાશનની અછત

Rawalakot   2026-07-06 18:36:05
Author: Chandrakant Kanoja
Article Image

રાવલકોટ : પીઓકેમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ લોકજુવાળ વચ્ચે જોઈન્ટ આવામી એક્શન કમિટી ના નેતા સરદાર અમાન ખાને ભારત સાથે ગાઢ સંબંધો સ્થાપિત કરવાની હાકલ કરી છે. તેમનો દાવો છે કે વિરોધ પ્રદર્શનો બાદ પાકિસ્તાને આ પ્રદેશ પર ક્રૂરતા કરી છે. તેમજ  અમને ભારતની મદદની જરૂર છે. રાશનની પણ અછત છે.  

ભારતમાં પ્રવેશવાનો વિકલ્પ હોવો જોઈએ

જોઈન્ટ આવામી એક્શન કમિટીના નેતા સરદાર અમાન ખાનનો દાવો છે કે વિરોધ પ્રદર્શનો પર કાર્યવાહી બાદ પાકિસ્તાને આ વિસ્તાર પર આર્થિક નાકાબંધી લાદી દીધી છે. તેમજ  ભારતને માનવતાવાદી સહાય મોકલવા અને નિયંત્રણ રેખા પર સરહદ ખોલવા અપીલ કરી છે. તેમણે દલીલ કરી હતી કે જો પરિસ્થિતિ વધુ બગડે  તો સામાન્ય નાગરિકો પાસે ભારતમાં પ્રવેશવાનો વિકલ્પ હોવો જોઈએ.

પીઓકેમાં ખોરાક અને દવાઓની અછત 

આ અંગે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે. જેમાં  સરદાર અમાન ખાન કહી રહ્યા છે કે, "અમને ભારતની મદદની જરૂર છે. રાશનની અછત છે. તેમણે દાવો કર્યો હતો કે વિરોધીઓ સામે સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા કડક કાર્યવાહીને કારણે પીઓકેના લોકો માટે ખોરાક અને દવાઓની અછત સર્જાઈ છે. 

ઈદગાહ મેદાનમાં એક વિશાળ જનમેદનીને સંબોધી 

તેમણે રાવલકોટના ઈદગાહ મેદાનમાં એક વિશાળ જનમેદનીને સંબોધી હતી. તેમણે લોકોને પૂછ્યું કે શું આપણે  નિયંત્રણ રેખા તરફ કૂચ કરવી જોઈએ.ત્યારે લોકોએ હકારાત્મક જવાબ આપ્યો હતો. તેમણે ચેતવણી આપી કે જો અધિકારીઓ લોકોની માંગણીઓનો જવાબ ગોળીઓથી આપશે તો આપણી પાસે પણ અન્ય વિકલ્પો છે.