મુંબઈઃ બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાન ત્રીજા લગ્ન કર્યા છે. મુંબઈમાં પોતાના ઘરે પોતાના પરિવારજનોની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા છે. એક બૂકમાં સાઈન કરતા હોય એવી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પ્રસંગે ખાસ મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. દર વખતની જેમ આ વખતે પણ આમિરે સાદગીથી લગ્ન કર્યા છે. મુંબઈના બાંદ્રામાં આવેલા પોતાના ઘરે ત્રીજા લગ્ન કર્યા છે. પોતાની એક સમયની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે કોર્ટ મેરેજ કર્યા છા.આ પ્રસંગે ફિલ્મજગતની જાણીતી હસ્તી અને કેટલાક કદાવર રાજનેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શનિવારે ભારે વરસાદના માહોલમાં પણ એમના ઘરને સુંદરી રીતે ડેકોરેટ કરવામાં આવ્યું હતું. સાંજના સમયે મસ્ત રોશની કરવામાં આવી હતી. 60 વર્ષની ઉંમરે આમિરે આ ત્રીજા લગ્ન કર્યા છે.
પહેલા લગ્નથી બે સંતાનો
આમિરના પહેલા લગ્ન વર્ષ 1986માં રીના દત્તા સાથે થયા હતા. 16 વર્ષ સુધી એમની સાથે સંસાર માણ્યા બાદ વર્ષ 2002માં છૂટા થઈ ગયા હતા. આ લગ્નથી આમિરના બે સંતાનો થયા. જુનૈદ અને આયરા. જુનૈદ હાલ ફિલ્મ ક્ષેત્રે એક્ટિવ છે. જ્યારા આયરા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસર છે. થોડા સમય પહેલા તેણે પણ નૂપુર શિખરે સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2005માં આમિરે બીજા લગ્ન કિરણ રાવ સાથે કર્યા હતા. 15 વર્ષ સુધી કિરણ સાથે એનો સંસાર ચાલ્યો, વર્ષ 2021માં બન્ને એકબીજાની સહમતીથી છૂટા થઈ ગયા અને હવે આમિરે ત્રીજા લગ્ન કર્યા છે. કિરણ સાથે લગ્ન બાદ આઝાદ જન્મ થયો હતો. સૌથી મોટી અને ખાસવાત એ છે કે, બંન્ને એક્સ વાઈફ વચ્ચે ખૂબ સારૂ એવું ટ્યુનિંગ હજું સુધી કાયમ છે. બન્ને ઘણીવાર કોઈ ઈવેન્ટમાં સાથે જોવા મળે છે. ત્રીજા લગ્નમાં આમિરને ત્યાં ખાસ કોઈ સેલેબ્સનો જમાવડો ન હતો પણ દીકરી અને જમાઈ અવશ્ય આવ્યા હતા.
આમિર ખાન-ગૌરી સ્પ્રેટ બન્યા જીવનસાથી, ઘરે જ યોજાયો સાદગીભર્યો લગ્ન સમારંભ
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 5, 2026
બોલિવૂડ અભિનેતા આમિર ખાને પોતાના લાંબા સમયના સાથી ગૌરી સ્પ્રેટ સાથે મુંબઈ સ્થિત પોતાના નિવાસસ્થાને ખાનગી અને સાદગીભર્યા સમારંભમાં લગ્ન કર્યા છે. આ આમિર ખાનના ત્રીજા લગ્ન છે. લગ્નમાં પરિવારના સભ્યો અને… pic.twitter.com/MHee3AFir4
રિલેશનશીપની વાત સ્વીકારી
દીકરો જુનૈદ પણ પિતાના લગ્નમાં પહોંચ્યો હતો. આ લગ્ન પ્રસંગે આમિર ખાનની દીકરી આયરા પણ ઉત્સાહ સાથે આવી હતી. આ ઉપરાંત ક્રિકેટર ઈરફાન પઠાણ પણ જોડાયા હતા. MNS પ્રમુખ રાજ ઠાકરે પણ આ લગ્નમાં જોડાયા હતા. જાણીતા એક્ટર અમીન હાજી પણ જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક સમથી ગૌરી અને આમિર ઘણીવાર એકસાથે જોવા મળ્યા હતા. બન્નેની રિલેશનશીપને લઈને પણ જોરશોરથી ચર્ચા શરૂ થઈ હતી. એ પછી આમિરે ખુદ ગર્લફ્રેન્ડ સાથે પોતાની રિલેશનશીપને લઈને વાત જાહેર કરી હતી. ગૌરી એક બિઝનેસ વુમન છે. આમિરના આ લગ્નના ફોટો પણ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો આમિર આગામી દિવસમાં કોઈ બિગ બજેટ ફિલ્મમાં જોવા મળી શકે છે. લગ્નનો પ્રસંગ પૂરો કરીને તે ફરી કોઈ ફિલ્મ અસાઈમેન્ટ સાઈન કરી શકે છે.