મુંબઈઃ સંજય કપૂરની દીકરી શનાયા કપૂરના એકથી એક ચડિયાતા ફોટો સામે આવ્યા છે. આ ફોટો પર ફેન્સ એના વખાણ કરતા થાકતા નથી. સોશિયલ મીડિયા પર એક મોટી ફ્રેન્ડફોલોઈંગ ધરાવે છે. સમયાંતરે પોતાના એકથી એક બેસ્ટ ફોટો મૂકીને તે ફેન્સને અપડેટ આપતી રહે છે. તાજેતરમાં તેણે પોતાની કેટલીક તસવીર શૅર કરી હતી, જેમાં એનો પાર્ટીમૂડ સ્પષ્ટ જોવા મળે છે. શનાયા આ ફોટોમાં તે પિઝા ખાતી જોવા મળી રહી છે. ફોટો પરથી કહી શકાય છે કે, પાર્ટીની તૈયારીઓ થઈ ચૂકી છે અને જલસો શરૂ થવાની રાહ જોવાઈ રહી છે. 'પિઝા ઔર મેરી ગર્લ કે સાથ ટાઈમ.' એવું તેણે કેપ્શન આપ્યું હતું.
ફ્રેન્ડ સાથે આપ્યો મસ્ત પોઝ
શનાયાએ વધુ એક તસવીરમાં તે પોતાની ફ્રેન્ડની ટોળકી સાથે દેખાઈ રહી છે. આ ફોટોમાં ખુશી કપુર પણ જોવા મળી હતી.એક ફેન્સે આ તસવીર પર કોમેન્ટ કરતા કહ્યું કે, ખુશી કપુર બિલકુલ પોતાની માતા શ્રી દેવી જેવી જ દેખાઈ રહી છે. તમામ ફ્રેન્ડ એક ઈથનિક અટાયરમાં જોવા મળે છે. શનાયાએ આ જ આઉટફિટમાં બીજા પણ કેટલાક ફોટો શૅર કર્યા હતા. જેમાં એનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો. પોતાની આ તસીવર શૅર કરતા પોસ્ટમાં લખ્યું હતું કે, બરસાત વાલે દિન કી ધૂપ જૈસી ચમકો. આ કેપ્શન પર પિતા સંજય કપુરે દિલવાળુ ઈમોજી ડ્રોપ કર્યું હતું. આ સાથે તેમણે નજર ન લાગે એવું સરસ ઈમોજી પણ શૅર કર્યું હતું. શનાયા કપુરના દરેક ફોટો પર ફેન્સ દિલ ખોલીને એના વખાણ કરી રહ્યા છે. એની બ્યૂટીને વધાવી રહ્યા છે. કોમેન્ટ બોક્સ પર ધ્યાન દેતા મોટાભાગની પોસ્ટમાં દિલવાળું ઈમોજી જ જોવા મળી રહ્યું છે.
Shanaya Kapoor
ફેન્સે કરી મસ્ત કોમેન્ટ
એક ફેને એવી કોમેન્ટ કરી કે, કોઈ ઈતના ખૂબસુરત કૈસે હો સકતા હૈ? અન્ય એક યુઝરે લખ્યું કે, મેમ તમે ખૂબ જ પ્રિટી લાગી રહ્યા છો.આ ફોટોમાં શનાયાએ ટ્યુબ સિંગલ સ્ટ્રેપ બ્લાઉઝ પહેર્યું હતું. આ સાથે પિંકલ કલરના લેંઘા સાથે પોતાનો લૂક પૂરો કર્યો હતો. એક ક્લોઝઅપ શોટ પોઝમાં ફોટો પોસ્ટમાં પણ તે ખૂબ જ મસ્ત લાગી રહી છે. આ સાથે તેણે પોતાના હાથમાં કલરફૂલ બંગડીઓ પહેરી હતી. આ લૂકમાં તેના વાળ એકદમ સ્ટ્રેટ દેખાઈ રહ્યા છે.