દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોને ઓર્ગન ડોનેશનમાં રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો
ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલને ઓર્ગન ડોનેશન ક્ષેત્રે સારી કામગિરી બદલ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. આજે નેશનલ ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે નવી દિલ્હીના ડૉ. બી. આર. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયેલા 16મા ઇન્ડિયન નેશનલ ઓર્ગન ડોનેશન ડે પ્રસંગે આ એવોર્ડ આપવામાં આવ્યા હતા.
બિહારના બાંકીપુરમાં ભાજપની હાર પર અખિલેશ યાદવનો કટાક્ષ
બિહારમાં ભાજપના ગઢ બાંકીપુર વિધાનસભામાં જીત મેળવીને પ્રશાંત કિશોરે ગાબડું પાડ્યું છે. જેની બાદ અનેક રાજનેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં સમાજવાદી પાર્ટીને નેતા અખિલેશ યાદવે પણ ભાજપ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે ભગવાનને નચાવવાનો ઘમંડ રાખનારાઓને ભગવાને નચાવી દીધા.
ચૂંટણી પંચની સુનેત્રા પવારને નોટિસ
કેન્દ્રીય ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુનેત્રા પવારના નામે એક સત્તાવાર પત્ર પાઠવ્યો છે, જેનાથી પક્ષની રાજકીય અડચણો વધી શકે છે. 26 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી કારોબારી બેઠકમાં NCP ના બંધારણની કલમ 6, 7, 12, 32 અને 36 માં ફેરફારો મંજૂર કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ, કુલ 184 શંકાસ્પદ કેસ નોંધાયા
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કુલ 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં 35 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 11 સેમ્પલના ટેસ્ટ પરિણામો હજુ બાકી છે. જેમાં શંકાસ્પદ કેસોમાંથી 22 બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયા છે.
બિહારની બાંકીપુર બેઠકની પેટાચૂંટણીમાં અપસેટ સર્જાયો, પ્રશાંત કિશોરે જીત મેળવી
બિહારમાં ભાજપ માટે મહત્વની ગણાતી એવી બાંકીપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે. જેમાં જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે 18,953 મતોના માર્જિનથી વિજય મેળવ્યો. આ હરીફાઈમાં ભાજપના નીરજ સિંહાનો પરાજય થયો હતો.
મોબાઈલ ગ્રાહકો માટે સારા સમાચાર, ટ્રાઇએ લોન્ચ કરી MyCall એપ
દેશમાં મોબાઈલ યુઝર્સની સતત વધી રહેલી સંખ્યાઓના લીધે નેટવર્ક સબંધી સમસ્યાઓ પણ વધી રહી છે. જેના પગલે ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી( TRAI)એ ગ્રાહકો માટે MyCall મોબાઈલ એપ લોન્ચ કરી છે. જેમાં યુઝર્સ સીધી રીતે ટ્રાઇને ફરિયાદ કરી શકશે.
E20 પેટ્રોલના વિરોધમાં નીતિન ગડકરીના નિવાસના ઘેરાવનો પ્રયાસ, પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટક કરી
મિડલ ઈસ્ટ તણાવ દરમિયાન ભારતમાં E20 પેટ્રોલનો ફરજિયાત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેનો વિપક્ષ સહિત અનેક સંગઠનો વિરોધ કરી રહ્યા છે. જે અંતર્ગત આજે નાગપુરમાં યુવક કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવાસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે કોંગ્રેસ અનેક નેતા અને કાર્યકરોની અટકાયત કરી છે.
પશ્ચિમ બંગાળ એસટીએફે જૈશના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો, ત્રીજા આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળ એસટીએફ દ્વારા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.જેમાં એસટીએફે શહજાદ ભટ્ટીના નેટવર્ક સાથે જોડાયેલા હમીમ મંડળ, અર્પિતા સરકારની ધરપકડ બાદ હવે હાવડાના આદિત્ય સિંહની ધરપકડ કરી છે. જે મંત્રી ઉમેશ રાયની જાસૂસી અને અપહરણનું ષડયંત્ર રચી રહ્યો હતો.
બપોરે 12 થી 2 કલાકના સમયગાળામાં 5 તાલુકામાં ઝરમર વરસાદ
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટ્યું છે. બપોરે 12 થી 2 કલાકના સમયગાળા દરમિયાન માત્ર 5 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ડાંગમાં 0.16 ઇંચ, ચાણસ્મામાં 0.16 ઇંચ, વડનગરમાં 0.08 ઇંચ, ધ્રાંગધ્રામાં 0.04 ઇંચ તથા સુબીરમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.