મુંબઈ: 100 થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર પીઢ અભિનેત્રી મધુ મલ્હોત્રાનું 72 વર્ષની વયે અવસાન થયું છે, તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, અહેવાલ 13ની માર્ચે તેમનુંમૃત્યુ નીપજ્યું હતું, 14 માર્ચે મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મધુ મલ્હોત્રાએ 1980 થી 1990 દરમિયાન 'સત્તે પે સત્તા' અને 'હીરો' જેવી ઘણી હીટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જો કે તેમને ક્યારેય ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે ઓળખ મળી ન હતી. સપોર્ટીંગ રોલ્સ કરીને તેમણે લોકોના હૃદયમાં એક ખાસ સ્થાન મેળવ્યું હતું. ફિલ્મ નિર્માતાઓ અને દર્શકો સોશિયલ મીડિયા પર મધુ મલ્હોત્રાએને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
મધુ મલ્હોત્રાએ 1975માં રિલીઝ થયેલી રામસે બ્રધરની ફિલ્મ 'અંધેરા'થી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું. 1979માં તેમણે શક્તિ સામંતની ફિલ્મ 'ધ ગ્રેટ ગેમ્બલર'માં અમિતાભ બચ્ચનના પાત્ર, જયની બહેનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મબાદ તેઓ નિર્માતાઓ નજરમાં આવ્યા હતાં, આ ફિલ્મ બાદ તેમણે મુખ્ય પ્રવાહના સિનેમામાં કામ કરવાનું શરૂ કર્યું.
મધુ મલ્હોત્રાએ જેકી શ્રોફ અભિનીત ફિલ્મ 'હીરો' માં અભિનય કર્યો હતો, તે ફિલ્મના ઈમોશનલ ગીત 'લંબી જુદાઈ' માં અભિનય કર્યો હતો, જેને. આ ગીત મધુ મલ્હોત્રાની કારકિર્દીનો સૌથી યાદગાર ગીત રહ્યું.
અહેવાલ અનુસાર, મધુ મલ્હોત્રાએ તેની કારકિર્દી દરમિયાન 100 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં 'શ્રદ્ધાંજલિ' (1981), 'વિશ્વનાથ' (1978), 'કર્જ' (1980) અને 'વિધાતા' (1982) જેવી જાણીતી ફિલ્મોનો સમાવેશ થાય છે.