મુંબઈઃ સાઉથની સફળ અભિનેત્રી મધુએ પોતાની ફિલ્મ કરિયરની વાત લાંબા સમય બાદ વાગોળી છે. આ એ સમયની વાત છે જ્યારે તે બોલિવૂડ હિન્દી સિનેમામાં એન્ટ્રી કરવા માટે જઈ રહી હતી. વર્ષ 1991માં અજય દેવગન સાથે 'ફૂલ ઔર કાંટે'થી ફિલ્મમાં ડેબ્યૂ કર્યા બાદ બેક-ટુ-બેક એટલી ફિલ્મ મધુને મળી નહોતી. પણ સાઉથની ઘણી ફિલ્મોમાં તેણે આઇકોનિક કહી શકાય એવા રોલ પ્લે કરેલા છે.
ચોક્કસ સમયગાળા બાદ તેણે એ વાત સ્વીકારી છે કે, ફિલ્મી કેરિયરની શરૂઆતમાં ઘણી અભિમાની હતી અને ગુસ્સો ઝડપથી આવી જતો હતો. "ફૂલ ઔર કાંટે" ફેમ એક્ટ્રેસ મધુએ જણાવ્યું કે કેવી રીતે શાહરૂખ ખાનના 'રાઈટ પ્લેસ, રાઈટ ટાઈમ'ના મંત્રએ તેના જીવનમાંથી અહંકાર અને ગુસ્સો દૂર કર્યો હતો.
Madhoo
લાઈફમાં આવેલા ચેન્જની વાત કરી
એક્ટ્રેસમાંથી મોટિવેશનલ સ્પીકર બનેલી મધુએ પોતાની ફિલ્મી કેરિયરનો એ સમય યાદ કર્યો જ્યારે એની ફિલ્મોએ લોકો પર એક છાપ છોડી હતી. એક ખાસ મુલાકાતમાં એક્ટ્રેસે કહ્યું કે, કેવી રીતે શાહરૂખ ખાને કહેલી એક ફિલોસોફીએ એની જિંદગીને બદલી નાંખી. હવે એમની લાઈફ ફિલ્મના એ કાળ કરતા ઘણી અલગ છે, શાંત છે અને તે ઘણી વિનમ્ર થઈ ચૂકી છે. પણ એક સમય હતો જ્યારે બોલિવૂડમાં તેને ઘણાય ઘમંડી એક્ટ્રેસ માનતા હતા. નાની-નાની વાતમાં ગુસ્સો કરતી હતી. મુલાકાતમાં તેણે શાહરૂખ ખાને કહેલી એ ફિલોસોફી પણ સ્પષ્ટ કરી હતી. મધુએ ફિલ્મી કેરિયરની શરૂઆત સાઉથના સિનેમાથી કરી હતી.એ પછી બોલિવૂડમાં કામ કરવા માટે આવી હતી.
Madhoo
શાહરૂખની કઈ વાત ગમી ગઈ?
એક ખાસ મુલાકાતમાં મધુએ જણાવ્યું કે, હું કોઈ બોલિવૂડની પાર્ટી-શાર્ટીમાં જતી નહોતી, કારણ કે હું એવું માનું છું કે, પાર્ટીમાં જવાથી એમ કંઈ કામ મળે નહીં. કોઈ પાર્ટીમાં તમારા દેખાવથી કામ ન મળે. ફિલ્મ ન મળે. મને મારા કામથી જ બીજું કામ મળતું હતું. એ સમયે હું કોઈ ઈન્ટરવ્યૂ પણ આપતી નહીં. એ સમયે જાણીતા મેગેઝિનના એડિટર પણ કહેતા કે, મને વડા પ્રધાનનો ઈન્ટરવ્યૂ જોઈએ તો મળી જાય પણ તારો ઈન્ટરવ્યૂ નથી મળતો. પણ આવી વાતોથી હું આકર્ષાતી નથી.
Madhoo
શાહરૂખની એક સરસ વાત હજુ મારા દિમાગમાં છે, તેમણે પોતાની સફળતાને ખૂબ જ બારીકાઈથી સમજાવી હતી. રાઈટ પ્લેસ, રાઈટ ટાઈમ અને રાઈટ પર્સન. હું સાચી જગ્યાએ હતો, સાચા સમયે હતો અને સાચા માણસોની સાથે હતો. હવે મને એ વાત સમજાઈ ચૂકી છે. અત્યારે હું જે પહેલા હતી એનાથી ક્યાંય અલગ છું. એ 20 વર્ષની મધુ હતી, હવે હું એ બધી જગ્યાએ જાવ છું જ્યાં મને મારી લાઈફ બોલાવે છે.
Madhoo
આવું મેં ક્યારેય પ્લાન કર્યું નથી
હાલમાં હું મોટિવેશનલ સ્પીકર છું, સોશિયલ એક્ટિવિસ્ટ છું પણ આ બધુ મેં ક્યારેય પ્લાન કર્યું નથી. હાલ 50થી ઉપરની થઈ પણ કંઈક તો એવું હતું કે, ઈશ્વર મારી સાથે હતો. કુદરત જ્યારે તમારી સાથે હોય ત્યારે થોડું સમજવું જોઈએ અને વધારે વિનમ્ર થઈ જવું જોઈએ. એ સમયે જે કંઈ થયું એ બધુ મારા કારણે થયું, એ સફળતા એ ગ્લેમર બધુ જ. હું આ અભિમાન લઈને ચાલતી હતી.પણ હવે એવું નથી.
અત્યારે જે કંઈ છે એને હું ઈશ્વરના જ આશીર્વાદ માનું છું. માકા ઈગો કરતા નમ્રતાને વધારે ફોલો કરૂ છું. હાલ જ્યાં પણ છું ત્યાં ખૂબ ખુશ છું અને સેટ છું. નમ્ર થવાથી ફાયદો એ થયો કે, હવે કોઈ મારો ફાયદો ઊઠાવવાની વાત કરતું નથી. એ સમયે મારો ગુસ્સો અલગ હતો, ઈગો વધારે હતો પણ એ બધી વસ્તુએ પણ મારી મદદ કરી હતી. આ અંતિમ વાત તેમણે હસતા હસતા કહી હતી. પણ જ્યારે તમારામાં વિનમ્રતા આવે છે ત્યારે એ માહોલ બદલાઈ જાય છે.