Wed Jun 17 2026

Logo

ચોમાસા પહેલા મોટો નિર્ણય: BMC કમિશનર અશ્વિની જોશીની ટ્રાન્સફર કેન્સલ, જાણો કારણ

2026-06-17 20:27:59
Author: mumbai samachar team
Article Image

Ashwini Joshi


મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના એડિશનલ કમિશનર ડૉ. અશ્વિની જોશીની MMRDAના એડિશનલ મેટ્રોપોલિટન કમિશનરપદે કરાયેલી બદલી પર સરકારે ૨૪ કલાકમાં જ સ્ટે લગાવી દીધો છે.

મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર ડૉ. અશ્વિની જોશીની બદલી કરીને તેમની નિમણૂક એમએમઆરડીએના એડિશનલ મેટ્રોપોલિટન કમિશનર પદે કરવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. 

જોકે, તેમનો કાર્યકાળ પૂરો થવામાં હજુ થોડા મહિના બાકી હોવા છતાં તેમની બદલી કરવામાં આવતા વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી. આ દરમિયાન, હવે અશ્વિની જોશીની બદલી પર ૨૪ કલાકમાં જ રોક લગાવી દેવામાં આવી છે.

અશ્વિની જોશીની બદલી બાદ મુંબઈ મહાનગરપાલિકામાં ખાલી પડેલા એડિશનલ કમિશનર પદની જવાબદારી પ્રાજક્તા વર્માને સોંપવામાં આવી હતી. પરંતુ ચોમાસાની શરૂઆતમાં જ અશ્વિની જોશીની બદલી પર રોક લગાવી દેવામાં આવી છે. 

નવા કમિશનર પ્રાજક્તા વર્મા ૨૦૦૧ની બેચના આઈએએસ અધિકારી છે અને તેઓ વિવિધ વહીવટી પદોનો અનુભવ ધરાવે છે. જોકે, મુંબઈ મહાનગરપાલિકાની વ્યાપક કામગીરીને સમજવા માટે તેમને થોડો સમય લાગશે તેવી ચર્ચા ચાલી રહી હતી. આ જ કારણે ચોમાસાની શરૂઆતમાં આ બદલી પર રોક લગાવવામાં આવી છે.