Fri May 01 2026

Logo

શિરાનીનો રોલ કેવી રીતે મળ્યો? કલાકારે કહી દીધી સ્ક્રિન પર બનેલી વાત

2026-03-29 22:40:36
Author: Mumbai Samachar Team
Article Image

Dhurandhar


મુંબઈઃ 'ધુરંધર' ફિલ્મમાં શિરાની બલોચનું પાત્ર ભજવીને ખ્યાતિ મેળવનાર બિમલ ઓબેરોય હાલમાં સફળતાને એન્જોય કરી રહ્યા છે. આ સ્ટારડમ લાંબા સમય પછી બિમલને મળી છે. 'ધુરંધર' પછી, તેમણે 'ધુરંધર: ધ રીવેન્જ' માં તેમના શાનદાર અભિનય અને કમાન્ડિંગ સ્ક્રિન પર પ્રેઝન્સથી ઘણા લોકોના દિલ જીતી લીધા. હવે અભિનેતાએ રણવીરસિંહ અને અક્ષય ખન્ના સાથે કામ કરવાના પોતાના અનુભવો શેર કર્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે તેમને શિરાનીની ભૂમિકા કેવી રીતે મળી.

પાત્રમાં ડૂબી જાય છે આ કલાકાર
બિમલે રણવીર સિંહ અને અક્ષય ખન્ના બંને સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો. રણવીર વિશે બોલતા, તેમણે કહ્યું કે, તે ફિલ્મમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે. ઉંમરમાં નાનો હોવા છતાં, તે એક અનુભવી વ્યાવસાયિકની જેમ વર્તે છે, જેના કારણે અમારા માટે અમારા દ્રશ્યો એકસાથે ભજવવાનું ખૂબ સરળ બન્યું હતું. અક્ષય ખન્ના વિશે, તેમણે ટિપ્પણી કરી કે, તેમના વિશાળ અનુભવને ધ્યાનમાં રાખીને, તેમણે મજાકમાં મને કહ્યું, 'બિમલ, તે 30 વર્ષનો નથી - ખરેખર 31 વર્ષ થઈ ગયા છે!' તેમની સાથે કામ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો. તેઓ ખૂબ જ ગંભીર વ્યક્તિ છે, મને તેમની સાથે કામ કરવાનો ખૂબ આનંદ આવ્યો.

ધુરંધર યુનિવર્સ સાથે કેવું રહ્યું?
બિમલે ખુલાસો કર્યો કે, ઉદ્યોગમાં આટલો બહોળો અનુભવ હોવા છતાં,'ધુરંધર' માં ભૂમિકા મેળવવી એ સરળ કાર્ય ન હોતું. તેમને ઘણા મહિનાઓ દરમિયાન અનેક ઓડિશનમાંથી પસાર થવું પડ્યું.ફિલ્મનો એક મહત્વપૂર્ણ ભાગ પહેલાથી જ શૂટ થઈ ગયો હતો, અને તેઓ હજુ પણ આ ચોક્કસ પાત્ર ભજવવા માટે યોગ્ય વ્યક્તિની શોધમાં હતા. આખરે આદિત્ય ધર સાથે મુલાકાત કરતા પહેલા મેં ઘણી વખત ઓડિશન આપ્યું. મને કહ્યું કે મારે દાઢી વધારવી પડશે અને મુંડન કરવું પડશે... મેં તરત જ સંમતિ આપી દીધી, કારણ કે આ ભૂમિકા ફક્ત શાનદાર હતી.

અભિનયની દુનિયાના જૂના ખેલાડી
બિમલે 2018 માં પોતાની અભિનય કારકિર્દી ફરી શરૂ કરી અને 'ધુરંધર' ને પોતાની વ્યાવસાયિક યાત્રામાં એક મહત્વપૂર્ણ વળાંક માને છે. આ પહેલા, તેમણે પ્રખ્યાત પંજાબી ગાયક, દલેર મહેંદી માટે સંગીત વિડિઓઝમાં દેખાઈને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. દલેર જ તેમને મુંબઈ લાવ્યા હતા, શહેરમાં ટકી રહેવા અને પોતાને સ્થાપિત કરવામાં મદદ કરી હતી. આ પંજાબી ગાયકે 10 હજાર રૂપિયાના 12 ચેક આપ્યા હતા જેથી મુંબઈમાં સર્વાઈવ કરી શકાય. બિમલે થિયેટર જગત સાથે પણ મજબૂત સંબંધો જાળવી રાખે છે. તેમણે કહ્યું, હું છેલ્લા 3-4 વર્ષથી થિયેટર કરી રહ્યો છું અને લગભગ 50 શોમાં પરફોર્મ કર્યું છે.