Tue Jun 23 2026

Logo

વિક્રોલીમાં હિટ ઍન્ડ રનની ઘટનામાં બાઈકસવારનું મોત

2026-06-22 20:55:47
Author: Yogesh C Patel
Article Image

મુંબઈ: ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વિક્રોલી નજીક બનેલી હિટ ઍન્ડ રનની ઘટનામાં બાઈકસવાર યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઘવાયો હતો.પોલીસના જણાવ્યા મુજબ શાહબુદ્દીન નૌશાદ ખાન (25) અને હકીક સઈદ ખાન 19 જૂનની વહેલી સવારે મુંબ્રાથી બાઈક પર બાન્દ્રા જઈ રહ્યા હતા. બન્ને વિક્રોલી નજીક પહોંચ્યા ત્યારે પાછળથી આવેલા અજાણ્યા વાહને તેમની બાઈકને ટક્કર મારી હતી.

અકસ્માતમાં રસ્તા પર ફંગોળાયેલા બન્ને યુવક ગંભીર રીતે ઘવાયા હતા. તેમને મદદ કરવાને બદલે એવી જ હાલતમાં છોડી વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.દરમિયાન બનાવની જાણ થતાં વિક્રોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બન્નેને પહેલાં પાલિકા સંચાલિત રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. વધુ સારવાર બાદ તેમને સાયન હૉસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન શાહબુદ્દીન ખાનનું મૃત્યુ થયું હતું, જ્યારે હકીક ખાનની હાલત નાજુક હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ પ્રકરણે પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ અકસ્માત બાદ ફરાર વાહનને ઓળખી કાઢવા હાઈવે અને આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. (પીટીઆઈ)