Wed Aug 19 2026

Logo

ભુવનેશ્વરમાં ફ્લાઈટ કેન્સલ થતાં મહિલાનો એરપોર્ટ પર 'હંગામો', વીડિયો વાયરલ,  મશીન તોડતા પોલીસ ફરિયાદ

2026-08-14 18:05:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુવનેશ્વરઃ ઓડિશાના મહાનગર ભુવનેશ્વરમાં બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગુરુવારે ફ્લાઈટ કેન્સલ થતા મહિલા યાત્રીએ હંગામો કર્યો હતો. એરપોર્ટ પર બબાલ કરતા એરપોર્ટની કેટલીક સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું.એવો આરોપ મૂકવામાં આવી આવી રહ્યો છે. મામલો એવો છે કે, ટેક્નિકલ ખામીને કારણે કૉલકાતા જનારી ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થઈ હતી, આ કારણે મહિલાને ગુસ્સો આવ્યો હતો. ડિપાર્ચર લોંજમાં મહિલાએ બબાલ કરીને એરપોર્ટને નુકસાન પહોંચાડ્યું હતું. આ અંગે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ કહ્યું હતું કે,મહિલાએ કોઈ રીતે કૉ-ઑપરેટ કર્યું જ નહીં. 

પોલીસ ફરિયાદ થઈ

આ મામલે અધિકારીએ કાયદેસર પગલાં લઈને પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે. આ પોલીસ ફરિયાદ અનુસાર આરોપી મહિલાની ઓળખ મામોની ખરાત તરીકે થઈ છે. જે ઈન્ડિગોની ફ્લાઈટ 6E-7352માં ભુવનેશ્વરથી કોલકાતા જવા માટે નીકળી હતી. ગુરૂવારે સાંજે છ વાગ્યા આ ઘટના બની હતી. CISFના જવાનો, ઈન્ડિગોના અધિકારીઓ તથા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કર્મચારીઓની હાજરીમાં આ બબાલ થઈ હતી. હવે ઓથોરિટીના અધિકારીએ આરોપ લગાવ્યો હતો કે, ગુસ્સામાં આવીને મહિલાએ એક કોમ્પ્યુટરનું મોનિટર તથા કિ-બોર્ડ , પાસપોર્ટ સ્વાઈપ મશિન તોડી નાંખ્યું છે. આ તોડફોડમાં એરપોર્ટને આશરે 49000 રૂ.નું નુકસાન થયું છે. ફ્લાઈટ કેન્સલ થતા મહિલાનો વિડિયો એરપોર્ટ પરથી જ વાયરલ થયો હતો.આ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, મહિલા કર્મચારી સાથે આકરા અંદાજમાં બબાલ કરી રહી છે. 

પોલીસ સ્પષ્ટતા કરી શકે

સોશિયલ મીડિયા પર આ વિડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. એરપોર્ટ ઓથોરિટીએ આ અંગે કાયદેસરના પગલાં લેવા પોલીસને અપીલ કરી છે. પોલીસે પણ મહિલાની પૂછપરછ શરૂ કરીદીધી છે. અધિકારીઓએ એવી પણ માગ કરી છે કે, એરપોર્ટમાં જે કંઈ નુકસાન થયું છે એની કિંમત આ મહિલા પાસેથી વસુલ કરવામાં આવે. આ સમગ્ર મામલે ભૂવનેશ્વર એરપોર્ટ ઓથોરિટીની દોડધામ વધી ગઈ હતી. આ અંગે ઈન્ડિગો એરલાઈન્સે ખામીની જાણ થતાની સાથે જ યાત્રીઓને એલર્ટ આપી દીધું હતું. આ પછી આ મહિલાએ બબાલ શરૂ કરીદીધી હતી. જેને લઈ હવે પોલીસ તપાસ ચાલુ કરવામાં આવી છે. પોલીસ આ અંગે સ્પષ્ટતા કરે એ પછી વધુ વિગત જાણવા મળી શકે છે.