ભોપાલઃ ટ્વિશા શર્મા આત્મહત્યા કેસમાં અત્યારે નવી વિગત પ્રકાશમાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સમર્થ સિંહે જણાવ્યું છે કે, તે અને ટ્વિશા 24 એપ્રિલ લઈને બેંગલુરુ જવાનો હતો. આ યાત્રા માટે ટિકિટ પણ બૂક કરી દેવામાં આવી હતી. સમર્થે કહ્યું કે, પહેલા તો ટ્વિશા સાથે જવા માટે તૈયાર હતી પરંતુ પછી તેણે અચાનક ના પાડી દીધી હતી. આ કારણે બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો. જેથી આ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
ટ્વિશા અજમેરથી દિલ્હી કેમ ગઈ હતી?
સમર્થ સિંહે કહ્યું કે, ટ્વિશા પોતાના ભાઈ હર્ષિત પાસે અજમેર જવા માંગતી હતી. આ કારણે પણ સમર્થ અને ટ્વિશા સાથે ઝઘડો થયો હતો. 24 એપ્રિલે ટ્વિશા અજમેર ગઈ અને સમર્થ બેંગલુરુ ગયો હતો. મહત્વની વાત એ છે કે, અજમેરમાં માત્ર એક જ દિવસ રોકાઈ હતી, ત્યાંથી તે દિલ્હી ગઈ હતી. દિલ્હીથી ટ્વિશા 30 એપ્રિલે પાછી આવી હતી. આ કેસમાં પોલીસે હવે આ કહાણી જાણી તો, અજમેરથી દિલ્હી અને દિલ્હીથી ભોપાલ એમ છ દિવસની ટ્વિશાની કોલ ડિટેઈલ્સ પણ પણ તપાસ કરશે.
ઘટનાની વાત કરવામાં આવે તો, ટ્વિશા શર્માનું મોત 12 મેના રોજ થયું હતું. મોતના 12 દિવસ પછી 24 મેના રોજ તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, 12 દિવસમાં ટ્વિશા શર્માના મૃતદેહનું બે વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જો કે, આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજી આવ્યો નથી.
હાઈ કોર્ટના આદેશથી બીજી વખત પોસ્ટમોર્ટમ થયું
વધારે વિગતે વાત કરવામાં આવે તો મધ્ય પ્રદેશ હાઈ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશના આધારે ટ્વિશા શર્માનું બીજી વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે એઈમ્સ દિલ્હીના પાંચ એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ દ્વારા બીજી વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટમોર્ટમ ત્રણ કલાક સુધી ચાલ્યું હતું. પોલીસના જણાવ્યાં પ્રમાણે પોસ્ટમોર્ટમ બાદ ટ્વિશાના સાસરિયામાં ગિરિબાલા સિંહના ઘરની પણ તપાસ કરવામાં આવી હતી. જો કે, આ મામલે હજી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ટ્વિશાના પરિવાર દ્વારા આરોપ લગાવામાં આવ્યો છે કે, તેમની દીકરીની હત્યા થઈ છે, જેથી સાસરિયા પક્ષ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.