Wed Jul 29 2026

Logo

ભૂત બંગલાનું ટ્રેલર રીલિઝ, અક્ષયની એક્ટિંગ અને રાજપાલના ડાયલોગ્સ દમદાર

2026-04-06 16:22:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ અક્ષય કુમારની જે ફિલ્મની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે. ફેન્સ ટ્રેલરના વખાણ કરી રહ્યા છે. ટ્રેલર પણ સારૂ બનાવવામાં આવ્યું છે. આ 'ભૂલભૂલૈયા'ની જેમ હોરર કોમેડી ફિલ્મ છે. આશરે 14 વર્ષા લાંબા અલ્પવિરામ બાદ ફિલ્મનિર્માતા પ્રિયદર્શન અને અક્ષય કુમાર એક પ્રોજેક્ટ પર આવ્યા છે. આ પ્રોજેક્ટ એટલે 'ભૂલ બંગલા' ફિલ્મ. આ ફિલ્મમાંથી એક અલગ પ્રકારની કમોડી જોવા મળશે એવી ફેન્સને આશા છે, જોકે ટ્રેલર પરથી કહી શકાય ફિલ્મ સારી ચાલશે. ફેન્સના મત અનુસાર ટ્રેલરની શરૂઆત સારી કરવામાં આવી છે. 

'ભૂલભૂલૈયા' યાદ આવી જશે
આ ફિલ્મના ટ્રેલરને લઈ અનેક પ્રકારના સસ્પેંસ હતા. પહેલા 27 માર્ચ અને પછી 30 માર્ચ એમ બે બે વાર ફિલ્મના ટ્રેલરની તારીખ નક્કી થઈ અને પાછી ઠેલવામાં આવી. આખરે 6 એપ્રિલના રોજ ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં પહેલા એક અલગ દુનિયા અને અલગ અલગ પાત્રો સાથે મુલાકાત કરાવવામાં આવે છે, જ્યારે ટ્રેલરમાં 'ભૂત બંગલા'ની સ્ટોરીને  ઊંડાણપૂર્વક દેખાડવામાં આવી છે. ટ્રેલર જોયા બાદ ઘણા ફેન્સ ફિલ્મ 'ભૂલભૂલૈયા'ને યાદ કરી રહ્યા છે. અક્ષય કુમારનો ફરી એકવાર એક કોમિક અંદાજ જોવા મળશે.

ડબલડોઝમાં કોમેડી
ટ્રેલરમાં વામિકા ગબ્બી પણ એક અલગ અંદાજમાં દેખાઈ રહી છે. અક્ષય સાથેની એમની કેમેસ્ટિરી રસપ્રદ રહી છે. રાજપાલ યાદવ અને પરેશ રાવલ બન્નેની કોમેડી ફરી એકવાર પેટપકડીને હસાવશે. કોમેડીના આ ડબલ ડોઝમાં આવેલું ટ્રેલર હોરરની સાથે સસ્પેંસ પણ જાળવી રાખે છે. ચોક્કસ કહી શકાય એવી કહાની ટ્રેલરમાં દેખાતી નથી. આ ફિલ્મનો પણ એ જ ઝોન છે જેમાં અક્ષય કુમાર ભૂલભૂલૈયા જેવી ફિલ્મને સફળ કરાવી ચૂક્યા છે. એ ફિલ્મ પણ હોરર સાથે કોમેડી રહી હતી આ ફિલ્મ પણ એ જ ઝોનની છે. 

કોણ છે આ વધુસુર?
ટ્રેલરમાં વધુસુરની સ્ટોરી છે પણ ચોક્કસ કહી શકાતું નથી કે, ખરેખર બને છે શું? આ ફિલ્મમાં તબ્બુ એક નવા અવતારમાં જોવા મળશે. જ્યારે અસરાનીની આ અંતિમ ફિલ્મ રહી છે. આ ફિલ્મા શુટિંગ બાદ એમનું નિધન થઈ ગયું. મિથિલા પારકર એક શેડોમાં જોવા મળી રહી છે. 16 એપ્રિલના રોજ આ ફિલ્મ રીલિઝ થશે. આ માટે મેકર્સે ફિલ્મના પેઈડ પ્રીવ્યૂનું પણ પ્લાનિંગ કરી રાખ્યું છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, સાંજ પડશે ને દરવાજો ખૂલશે. 'ભૂત બંગલા'.