Thu Jun 18 2026

Logo

બાંગ્લાદેશમાં પીએમ તારિક રહેમાનના શપથ ગ્રહણમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા હાજર રહેશે...

2026-02-15 18:05:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : ભારતના પાડોશી બાંગ્લાદેશમાં બીએનપીની સરકાર રચનાની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં તારિક રહેમાન વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ શપથગ્રહણ સમારોહના અન્ય દેશના વડા અને પ્રતિનિધીઓ હાજર રહેશે. જેમાં ભારત તરફથી લોકસભા સ્પીકર ઓમ બિરલા  પ્રતિનિધિત્વ કરશે.

પીએમ મોદી શપથ ગ્રહણ નહિ જાય  

આ અંગે ભારતીય  ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે  એવી અટકળો હતી કે પીએમ મોદી બીએનપી અધ્યક્ષના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે બાંગ્લાદેશની મુલાકાત લઈ શકે છે. જોકે, ભારતમાં એઆઈ ઇમ્પેક્ટ સમિટ સહિત અન્ય આયોજિત કાર્યક્રમોમાં વ્યસ્ત કાર્યક્રમ  અને ઘણા દેશોના મહાનુભાવોના આગમનને કારણે  પીએમ મોદી બાંગ્લાદેશની મુલાકાત લઈ શકશે નહીં. પીએમ મોદી 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરવાના છે.

ભારત બાંગ્લાદેશમાં ચૂંટાયેલી સરકારનું સ્વાગત કરે છે

આ ઉપરાંત વિદેશ મંત્રાલયના સત્તાવાર નિવેદન મુજબ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ ઢાકામાં બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષના અધ્યક્ષ તારિક રહેમાનના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશની નવી ચૂંટાયેલી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં લોકસભા અધ્યક્ષની ભાગીદારી ભારત અને બાંગ્લાદેશના લોકો વચ્ચેની ગાઢ અને કાયમી  મિત્રતાને પ્રતિબિંબિત કરે છે.

આ બંને દેશોને બાંધતા લોકશાહી મૂલ્યો પ્રત્યે ભારતની દ્રઢ પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. આ નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, " ઇતિહાસ, સંસ્કૃતિ અને પરસ્પર આદરથી બંધાયેલા પાડોશી તરીકે, ભારત તારિક રહેમાનના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશમાં ચૂંટાયેલી સરકારનું સ્વાગત કરે છે.જેમના દ્રષ્ટિકોણ અને મૂલ્યોને લોકો તરફથી ભારે સમર્થન મળ્યું છે.