મુંબઈઃ રેપસોંગમાં એકથી એક હિટ આપ્યા બાદ ટિટરી ગીતને લઈને વિવાદમાં ફસાયેલા બાદશાહે કેટલીક કાયદાકીય લડાઈ લડવી પડી હતી. આ ગીતને લઈને બાદશાહે માફી માગી હતી. યુવાવર્ગ બાદશાહના ગીત તથા મ્યુઝિકને ખૂબ પસંદ કરી રહ્યા છે. ટિટરી ગીતને લઈ વિવાદ થયા બાદ હવે આ જ ગીત બીજા શબ્દ સાથે આવી રહ્યું છે.
વિઝ્યુઅલ્સને લઈને સવાલ થયા હતા
રેપર બાદશાહે બોલીવુડમાં અસંખ્ય હિટ પાર્ટી ગીતો આપ્યા છે. તેમના દરેક ગીત લગભગ હેડલાઇન્સમાં રહે છે. બાદશાહના અગાઉના ગીત પણ વિવાદ જગાવ્યો હતો. ગીતના શબ્દો અને તેમાં સ્કૂલની છોકરીઓના ચિત્રણ અંગે પ્રશ્નો ઊભા થયા હતા.રાષ્ટ્રીય મહિલા આયોગે બાદશાહ સામે કાર્યવાહી કરી હતી અને હરિયાણાના ઘણા ભાગોમાં રેપર સામે કેસ નોંધાયા હતા. "ટીટરી" ગીતને લગતા વધતા વિવાદને ધ્યાનમાં રાખીને, બાદશાહે બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ ટ્રેક દૂર કર્યો. 7 એપ્રિલના રોજ ગીત અંગે સુનાવણી થઈ, જેમાં બાદશાહે હાજરી આપી. માફી માંગી અને મહિલાઓનું સન્માન કરવાના મહત્વ પર ભાર મૂક્યો.

સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યુ
હવે, સુનાવણીના બરાબર એક અઠવાડિયા પછી 14 એપ્રિલના રોજ 'તૌબા'ગીત રીલિઝ થવાનું છે. બાદશાહે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદન જારી કરીને સમજાવ્યું કે, સરકારી અધિકારીઓ અને મહિલા આયોગ દ્વારા ઊઠાવવામાં આવેલી ચિંતાઓ સાંભળ્યા પછી અને સમજ્યા પછી, રેપરે ગીત 'ટીટરી'માં ફેરફાર કર્યા છે. બાદશાહે લખ્યું, મારા હરિયાણાના લોકો અને વિશ્વભરમાં જોડાયેલા મારા બધા સહયોગીઓને છેલ્લા કેટલાક અઠવાડિયામાં, અમે સરકારી અધિકારીઓ, મહિલા આયોગ, સામાજિક કાર્યકરો અને આપણી સંસ્કૃતિની ખૂબ કાળજી રાખનારા ઘણા લોકો તરફથી અમારા ગીત 'ટીટરી' અંગેના પ્રતિસાદ સાંભળ્યા છે.
નવું ગીત આવશે ટૂંક સમયમાં
આ પ્રતિસાદના આધારે, અમે જરૂરી ફેરફારો કર્યા છે અને અપમાનજનક ગણાતા કોઈપણ ભાગને દૂર કર્યો છે. હું આ પ્રતિભાવ અને તેની પાછળની ભાવનાનો આદર કરું છું. એક કલાકાર તરીકે, મારા સમાજ અને સંસ્કૃતિ પ્રત્યેની મારી જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. મારા માટે, સંગીત હંમેશા મારા મૂળ, મારી ભાષા, મારા લોકો અને મારી વાર્તાઓને એક મોટા પ્લેટફોર્મ પર લઈ જવાનું માધ્યમ રહ્યું છે. 14 મી તારીખે હવે બાદશાહનું એક નવું ગીત આવી રહ્યું છે. જોવાનું એ રહે છે કે, આ ગીત કેટલું હીટ જાય છે.