મુંબઈઃ ઈમરાન હાશમીની ફિલ્મ આવારપન હિટ ગયા બાદ હવે આ જ ફિલ્મનો બીજોભાગ આવારાપન2 આવી રહી છે. આ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ ચૂકી છે અને ફિલ્મનો કેટલોક ભાગ પણ રેકોર્ડ થઈ ચૂક્યો છે. 'બોર્ડર 2', 'મર્દાની3' અને પછી 'ધુરંધર-2' જેવી ફિલ્મોથી આ વર્ષની શરૂઆત ધમાકેદાર થઈ રહી છે. 'બોર્ડર-2' બાદ હવે સન્ની દેઓલ બાદની નવી ફિલ્મ 13 ઓગસ્ટના રોજ આવી રહી છે. 'લાહૌર 1947' નામની ફિલ્મમાં સન્ની દેઓલ જોવા મળશે.
એપ્રિલ મહિનામાં આવવાની હતી
આમિર ખાન પ્રોડ્ક્શન હાઉસ આ તારીખ પર પહેલા જ નક્કી કરી રાખી છે. હવે ફિલ્મ ક્લેશ એવી રહી છે કે, આ જ દિવસે ઈમરાન હાશ્મીની ફિલ્મ 'આવારાપન-2'આવી રહી છે. આ ફિલ્મ પહેલા 3 એપ્રિલના રોજ સિનેમાઘરમાં આવવાની હતી. પછી આ તારીખને પોસ્ટપોન કરી દેવામાં આવી. અણસાર એવા પણ છે કે, સલમાન ખાનની ફિલ્મ 'માતૃભૂમિ' પણ ઓગસ્ટમાં સ્વતંત્રતાના પર્વ વાળા અઠવાડિયામાં રીલિઝ થઈ શકે છે. વર્ષ 2007માં આવેલી ફિલ્મ 'આવારાપન' મોહિત સૂરીના ડાયરેક્શનમાં તૈયાર થઈ હતી, જ્યારે મુકેશ ભટ્ટ ફિલ્મના પ્રોડ્યુસર હતા. આશુતોષ રાણા, મૃણાલીની શર્મા અને શ્રેયા સરન પણ આ ફિલ્મમાં લીડ રોલમાં હતા. એ બિટરસ્વીટ લાઈફ નામની સાઉથ કોરિયાની ફિલ્મની એ રીમેક હતી.

શા માટે ફિલ્મની રીલિઝ ડેટ મોડી થઈ?
18 કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મે 25.12 કરોડનો વકરો કર્યો હતો. ઈમરાનના ફેન્સ 'આવારાપન-2' ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષથી સૌથી વધારે જેની રાહ જોવાઈ રહી છે એ ફિલ્મમાંથી એક ફિલ્મ 'આવારપન-2' પણ છે. હકીકત એ પણ છે કે, શુટિંગ પૂર્ણ ન થવાના કારણે આ ફિલ્મની રીલિઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર આ ફિલ્મ હવે ઓગસ્ટ મહિનાના વીકએન્ડમાં આવી શકે છે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી અને દિશા પટણી લીડ રોલમાં છે. આ એક મ્યુઝિકલ અને ઈન્ટેસ લવ સ્ટોરી પર આધારિત છે. આ અંગે હજુ ટીઝર આવવાનું બાકી છે. ટીઝર આવ્યા બાદ સ્ટોરીનું અનુમાન કરી શકાય.
મોટા બજેટની ત્રણ મોટી ફિલ્મ
13 ઓગસ્ટના દિવસે સન્ની પાજીની ફિલ્મ 'લાહૌર 1947' આવી રહી છે. હવે આ જ સમયગાળામાં 'આવારપન-2' ફિલ્મ આવશે તો મોટી ક્લેશ થશે. હવે ટીઝસ સામે આવ્યા બાદ હકીકત ખબર પડશે. અત્યારે બન્ને ફિલ્મો અંગે ખાસ કંઈ કહી શકાય એમ નથી. એપ્રિલ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં 'આવારપન-2' ફિલ્મના શુટિંગ અને ટીઝરનું કામ પૂર્ણ થઈ જશે. હવે ઈમરાનની આ ફિલ્મ હીટ જશે કે ઠીક-ઠાક રહેશે એ ટીઝર જોયા બાદ ખ્યાલ પડશે.આ માહોલ વચ્ચે અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા' પણ આવી રહી છે. આ સાથે 'રાજા શિવાજી' પણ આવી રહી છે.