પલ્લેકેલઃ 2022માં ટી-20 વર્લ્ડ કપ જીતનાર ઑસ્ટ્રેલિયાની ટીમ આ વખતના વિશ્વ કપમાં સુપર-એઇટ રાઉન્ડમાં પણ ન પહોંચી શકી અને ખરાબ પર્ફોર્મન્સને કારણે લીગ રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ છે. ટૂર્નામેન્ટની શરૂઆતમાં મિચલ માર્શ ઈજા પામતાં ટ્રૅવિસ હેડને ટીમનું સુકાન સોંપાયું હતું. માર્શ સોમવારે શ્રીલંકા સામેની મૅચમાં રમ્યો હતો, પરંતુ તેની એન્ટ્રી મોડી થઈ અને શ્રીલંકા સામેના પરાજય બાદ હવે ઑસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ (world cup)માંથી સીધી બાદબાકી થતી જોવી પડી છે.
ઝિમ્બાબ્વે સામેની હાર ભારે પડી, આયરલૅન્ડ પણ બહાર
ટી-20ના વર્લ્ડ નંબર-થ્રી ઑસ્ટ્રેલિયા (20 ઓવરમાં 10/181)નો સોમવારે સહ-યજમાન શ્રીલંકા (18 ઓવરમાં 2/184) સામે આઠ વિકેટે પરાજય થયો ત્યારથી જ આ વર્લ્ડ કપમાં કાંગારુઓની ટીમ પર લટકતી તલવાર હતી. શુક્રવારે ઝિમ્બાબ્વે સામે ઑસ્ટ્રેલિયાનો 146 રનના સ્કોર પર ઑલઆઉટ થતાં 23 રનથી જે પરાજય થયો એ એને સૌથી ભારે પડ્યો. મંગળવારે પલ્લેકેલમાં ઝિમ્બાબ્વે અને આયરલૅન્ડ વચ્ચેની મૅચ વરસાદને કારણે ન રમાતાં ઑસ્ટ્રેલિયા (Australia)ની આ ટૂર્નામેન્ટમાંથી એક્ઝિટ થવાની સાથે આયરલૅન્ડની પણ ટૂર્નામેન્ટમાંથી બાદબાકી થઈ ગઈ હતી.
Thank you Sri Lanka for being wonderful hosts for me and my family this past fortnight.
— Larry Leprechaun (@LarryLeprechau) February 17, 2026
I wish you nothing but the best of Irish luck in the future. #IREvZIM #ZIMvIRE #T20WorldCup pic.twitter.com/KCIMAYOERd
ગ્રૂપ-બીમાંથી શ્રીલંકા, ઝિમ્બાબ્વે સુપર-એઇટમાં
મંગળવારે ગ્રૂપ-બીમાં ઝિમ્બાબ્વે (Zimbabwe) અને આયરલૅન્ડ વચ્ચેની મૅચમાં એક પણ બૉલ નહોતો ફેંકી શકાયો અને મૅચ છેવટે રદ જાહેર કરવામાં આવી હતી. ઝિમ્બાબ્વે તથા આયરલૅન્ડને એક-એક પૉઇન્ટ આપી દેવામાં આવ્યા હતા અને પૉઇન્ટ્સ-ટેબલમાં ચડિયાતી સ્થિતિને લીધે આ ગ્રૂપમાંથી શ્રીલંકા બાદ હવે ઝિમ્બાબ્વે પણ સુપર-એઇટમાં પહોંચી ગયું હતું.
Australia have officially been eliminated from the T20 World Cup with one game still to play ❌
— Wisden (@WisdenCricket) February 17, 2026
Zimbabwe have qualified for the Super Eights alongside Sri Lanka after their game against Ireland was washed out in Pallekele 🇿🇼#ZIMvIRE #T20WorldCup pic.twitter.com/ho6SeNKkBj
ઑસ્ટ્રેલિયાની અંતિમ મૅચ અર્થ વગરની
ટેસ્ટની વર્લ્ડ નંબર-વન ટીમ ઑસ્ટ્રેલિયાએ હવે શેડ્યૂલ મુજબ શુક્રવારે પલ્લેકેલમાં જ ઓમાન સામે અંતિમ લીગ મૅચ રમવાની છે. જોકે એ મૅચમાં ઑસ્ટ્રેલિયા જીતશે તો પણ કોઈ અર્થ નથી. હા, ઝિમ્બાબ્વેની જેમ ઓમાન સામે પણ હારી ન જવાય એનું કાંગારુઓએ ખાસ ધ્યાન રાખવું પડશે.