મુંબઈઃ ઓગસ્ટ 2026, આ મહિનો સંપૂર્ણ રીતે ફિલ્મી રહેવાનો છે. એકથી એક બિગ બજેટની ફિલ્મ આ મહિનામાં રિલીઝ થઈ રહી છે. સિનેરસીકોને આ મહિને ખરા અર્થમાં જલસો પડી જવાનો છે. પાંચ કે સાત નહીં, પણ આખા મહિનામાં 12 એવી ફિલ્મો આવી રહી છે જે સિનેપ્રેમીઓને મજા કરાવી દેશે. ચાર અઠવાડિયામાં એકથી એક બેસ્ટ ફિલ્મ સિનેમાઘરમાં આવી રહી છે.
આમાંથી ચાર ફિલ્મ એવી છે જેની ફેન્સ ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ઓગસ્ટના બીજા અઠવાડિયામાં 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા પર્વ છે. આ દિવસે સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ 'બટવારા' આવી રહી છે.બોક્સ ઓફિસર પર ટક્કર આપવા માટે સામે ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારપન-2' આવી રહી છે. જે વર્ષ 2007ની 'આવારપન' ફિલ્મની સિક્વલ ફિલ્મ છે.

જે ધૂન વાયરલ થઈ એની ફિલ્મ
ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં સાઉથના સુપરસ્ટાર યશની એક્શન સિક્વન્સ ફિલ્મ 'ટોક્સિક' આવી રહી છે, તો સાથોસાથ મરાઠી કલ્ચરને એક અલગ અંદાજમાં રજૂ કરતી ફિલ્મ 'ઈઠા' આવી રહી છે. આ સિવાય થોડી ઓફબીટ કહી શકાય એવી ફિલ્મ 'આર્યભટ્ટ કા ઝીરો' અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'ઓહ માય ડોગ' આવી રહી છે. આ સિવાય 'ખોસલા કા ઘોંસલા-2' અને 'જીવન વીમા નિગમ' જેવી સ્લો અને ઓફબિટ ફિલ્મો પણ આ જ મહિનામાં રિલીઝ થઈ રહી છે.

બિગ એક્શન સાથે સ્લો સિક્વન્સ ફિલ્મથી દર્શકોને એક મસ્ત મનોરંજન મળવાનું છે. સાઉથ સિનેમાની વાત કરીએ તો આર. માધવનની ફિલ્મ 'જી.ડી.એન' આવી રહી છે તો લોકેશ કનકરાજની 'ડીસી' આવી રહી છે. જેનું રાગા ઓફ રીવેન્જ મ્યુઝિક થીમ જોરશોરથી વાયરલ થઈ રહ્યું છે. ઈન્સ્ટાગ્રામથી લઈને વોટ્સએપ સુધીના દરેક લોકોના સ્ટેટસમાં આ ધૂન પડઘાય રહી છે. હવે ચર્ચા એવી થઈ રહી છે કે, 'ઈઠા'ની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવી શકે છે. કારણ કે 'ટોક્સિક' જેવી બિગ બજેટ ફિલ્મ પણ એ જ સિકવન્સમાં છે.
ફેરફાર થઈ થઈ શકે છે
હજુ સુધી આ વાતને લઈને મેકર્સે ખાસ કોઈ સ્પષ્ટતા કરી નથી. સત્તાવાર વિગત સામે આવી નથી. હિમાંશી કોહલીની ફિલ્મ 'આર્યભટ્ટ કા ઝીરો'એક ડ્રામા ફિલ્મ છે. જેમાં એક બગ્ગુ નામના એક સામાન્ય માણસની સ્ટોરી છે. અસફળતાની ઠોકરો ખાધા પછી આત્મવિશ્વાસની શોધમાં ફિલ્મ જે રીતે આગળ વધે છે એ ખરેખર પ્રેરણાદાયી છે. સ્ટોરીમાં બાપ-દીકરાનું ટ્યુનિંગ જોરદાર છે, સમજવા જેવું છે. અમિત રાયની ફિલ્મ 'ઓહ માય ડોગ' દરેકના દિલને ટચ કરી જાય એવી ફિલ્મ છે.

31 જુલાઈના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની હતી પણ 'સ્પાઈડરમેનઃ બ્રાંડ ન્યૂ ડે' રિલીઝ અટકાવી દેવાઈ. આ એક ડ્રામા ફિલ્મ છે જેમાં પંકજ ત્રિપાઠી લીડ રોલ પ્લે કરી રહ્યા છે. સ્ટોરી એક નાનકડા બાળક અને શેરીના શ્વાનની છે. બન્ને વચ્ચે એક મસ્ત બોન્ડિગ છે. પણ સ્ટોરી ત્યાંથી શરૂ થાય છે જ્યારે આ શેરીમાં રખતડું શ્વાન અચાનક ગુમ થઈ જાય છે. જ્યારે આર. માધવનની ફિલ્મ જી.ડી.એન એક બાયોપિક ફિલ્મ છે. જે 17 જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ પહેલા 7 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની હતી. પણ પછીથી મેકર્સે રિલીઝને પાછળ ઠેલી દીધી. આ ફિલ્મમાં માધવન એક જે.ડી.નાયડુનો રોલ પ્લે કરી રહ્યા છે. જેમાં જુદા જુદા વૈજ્ઞાનિક રીસર્ચની વાત છે. એ પણ એક સંઘર્ષ સાથે પ્રેરણાદાયી સ્ટોરી છે.
ડેબ્યૂ ફિલ્મથી છવાઈ જશે આ કલાકાર
સાઉથના ફ્લેવરથી ભરપૂર અને ક્રુરતાની હદ પાર કરતી ફિલ્મ ડી.સી. આવી રહી છે. લોકેશ કનકરાજ હવે એક્ટિંગ ક્ષેત્રે આવી રહ્યો છે. આ તેની એક્ટિંગ ડેબ્યૂ ફિલ્મ છે. ફિલ્મનું ટ્રેલર આવી ચૂક્યું છે જેમાં મારાધાડ અને કાપાકાપી સિવાય આમ તો કંઈ સમજાતું નથી પણ ફિલ્મની સ્ટોરી સસ્પેન્સ છે.આ ફિલ્મ 7 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. ક્રાઈમ, રોમાંસ અને સસ્પેન્સનો ત્રિવેણી સંગમ છે. ચંદ્રા સાથે મળીને જે પડકારોનો સામનો કરે છે સ્ટોરી આખી એના પર નિર્ભર કરે છે. આ ફિલ્મમાં વમિકા ગબ્બી અને સંજના કૃષ્ણમૂર્તિ પણ છે. ફિલ્મને અરૂણ મથેશ્વરે તૈયાર કરી છે. આ સિવાય વિશાલ ચતુર્વેદીની ફિલ્મ હુનુમાન અંશ આવી રહી છે. જેમાં 13 વર્ષના બાળકની સરસ સ્ટોરી છે.