Fri Apr 17 2026

Logo

આશા ભોસલેના નિધનથી પૌત્રી જનાઈ ભોસલે ભાંગી પડી, ક્રિકેટર મોહમ્મદ સિરાજે સતત સાથે રહીને સાંત્વના આપી

2026-04-13 20:46:12
Author: Darshna Visaria
Article Image

મુંબઈઃ સૂર સમ્રાજ્ઞી આશા ભોસલેજીના નિધનના સમાચારથી માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં પણ સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજે દાદરના શિવાજી પાર્ક ખાતે તેમના પાર્થિવ શરીર પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો એ સમયના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં તેમની પૌત્રી જનાઈ ભોસલે પોતાના આંસુ રોકી શકી નહોતી અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. જનાઈને ભાંગી પડતી જોઈને ટીમ ઈન્ડિયાના ક્રિકેટર મોહમ્મદ સિરાજ તેને હિંમત બંધાવતો જોવા મળ્યો હતો. આ સમયના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. 

મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં ગઈકાલે એટલે કે 12મી એપ્રિલના રોજ દિગ્ગજ ગાયિકા આશા ભોસલેએ અંતિમ શ્વાસ લીધા હતા. આશાતાઈના નિધન બાદથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નિધન બાદ આશાતાઈના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો. આ સમયે આશા ભોસલેના દીકરા આનંદની દીકરી જનાઈ ભોસલે અત્યંત ભાવુક થઈ ગઈ હતી. આ મુશ્કેલ ક્ષણોમાં ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજ પણ ત્યાં પહોંચીને જનાઈને સાંત્વના આપતો જોવા મળ્યો હતો. આ મુશ્કેલ સમયમાં મોહમ્મદ સિરાજ સતત જનાઈ અને ભોસલે પરિવાર સાથે ખડેપગે ઉભો રહ્યો હતો. 

આશાતાઈ અને ઝનાઈ વચ્ચે અત્યંત ગાઢ સંબંધ હતો. દાદીની નિધનના સમાચાર મળતાં જ જનાઈ આઘાતમાં સરી પડી હતી અને તેની આંખોમાંથી અશ્રુધાર રોકાવવાનું નામ નહોતી લઈ રહી. મોહમ્મદ સિરાજ જેઓ આશાજીના પરિવાર સાથે નિકટતા ધરાવે છે. આ સમયે જનાઈને સાંત્વના આપતા મોહમ્મદ સિરાજના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. મોહમ્મદ સિરાજ આશા ભોસલેની અંતિમ યાત્રામાં સામેલ થયો હતો. વીડિયોમાં મોહમ્મદ સતત જનાઈને સાંત્વના આપો અને હિંમત બંધાવતો જોવા મળી રહ્યો છે. 

અહીંયા તમારી જાણકારી માટે કે જનાઈ ભોસલે તેની દાદી આશા ભોસલેના ખૂબ જ નજીક હતી. બંને એક ખાસ બોન્ડ શેર કરતાં હતા અને એટલે જ જનાઈ ડગલે ને પગલે આશાજીના સાથે જોવા મળતી હતી. જોકે, આશાજીના નિધન બાદ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા ફોટોમાં જનાઈની હાલત જોઈને નેટીઝન્સ પણ ભાવુક થઈ રહ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે જનાઈ એક સિંગર અને બોલીવૂડ એક્ટ્રેસ છે અને તે ટૂંક સમયમાં જ બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આશાતાઈના અંતિમ દર્શન કરવા પહોંચેલા ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ સિરાજનું પણ આશા ભોસલેના નિધન બાદ સતત પરિવાર સાથે થડે પગે ઊભા રહેવું એ દર્શાવે છે કે આશાજીનો પરિવાર સ્પોર્ટ્સ વર્લ્ડ સાથે પણ ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે.