Mon Jul 13 2026

Logo

અંધેરીમાં તરવા ગયેલો ૧૦ વર્ષનો બાળક ડૂબી ગયો

2026-07-13 19:03:26
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી પશ્ચિમ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં સોમવારે તળાવમાં નહાતી વખતે ૧૦ વર્ષનો એક છોકરો ડૂબી ગયો હતો અને મોડેથી ફાયરબ્રિગેડને તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો.આ ઘટના ડી.એન. નગરમાં જાગૃતિ હનુમાન મંદિર પાછળ વાયરલેસ કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલા ખાનગી માલિકીના તળાવમાં બની હતી. આ ઘટના બાદ વિસ્તારમાં હોબાળો મચી ગયો છે.પ્રકાશમાં આવેલી માહિતી મુજબ બપોરના ૨.૨૫ વાગ્યાની આસપાસ નજીકની ઝૂંપડપટ્ટીના બે થી ત્રણ બાળક તળાવમાં નહાવા ગયાં હતાં. તળાવમાં નહાતી વખતે એક બાળક પાણીનો અંદાજો નહીં આવતા તે ડૂબવા લાગ્યો હતો. 

ઘટના પ્રકાશમાં આવતા જ રહેવાસીઓએ પોલીસને ઘટનાની જાણ કરી હતી અને  બાદમાં ફાયરબિગ્રેડ પહોંચી ગઈ હતી અને પાણીમાં ડૂબી ગયેલા ૧૦ વર્ષના દિનેશ બસવરાજ હરીજનને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. મોડેથી તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. પોલીસ આ બાબતે વધુ તપાસ કરી રહી છે.મુંબઈમાં પાણીમાં ડૂબી જવાનો અઠવાડિયાનો આ બીજો બનાવે છે, જેમાં ગયા અઠવાડિયે ૧૯  વર્ષનો યુવક દહિસરમાં ખાણમાં ભરાયેલા પાણીમાં તરવા ગયો હતો અને ડૂબીને મરી ગયો હતો.