Mon May 25 2026

Logo

અમિતાભ બચ્ચન ફરી બીમાર? જાણો સોશિયલ મીડિયા પોસ્ટ કરીને શું કહ્યું

2026-05-20 09:02:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મહાનાયક અમિતાભ બચ્ચન તેમના સ્વાસ્થ્યને લઈ ચર્ચામાં છે. મંગળવારે રાત્રે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ વહેતા થયા હતા. જોકે તેઓ રૂટિન ચેકઅપ માટે ગયા હોવાનું સામે આવ્યું હતું. હૉસ્પિટલમાં દાખલ થયના અહેવાલ વચ્ચે બચ્ચને એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. જેનો યૂઝર્સ અલગ મતલબ કાઢવાનો શરૂ કર્યો અને વિવિધ કમેન્ટ કરી રહ્યા છે.

20 મેના રોજ સવારે અમિતાભ બચ્ચને એક્સ પર પોસ્ટ કરીને લખ્યું- પિલોરી - બડુંબા. આ પોસ્ટ જોઈને યૂઝર્સે અલગ અલગ અર્થ કાઢવા લાગ્યા હતા. હેલિકોબેક્ટર પાયલોરીના ચેપને સામાન્ય બોલચાલની ભાષામાં ઘણા લોકો પાયલોરી, પિલોરી કે બડુંબા પણ કહી દે છે. આ એક પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, જે થવા પર દર્દીને પેટના ઉપરના ભાગમાં દુખાવો અને અપચાની સમસ્યા થઈ જાય છે. ઘણા લોકોનું માનવું છે કે બિગ બી ને પિલોરીના કારણે તકલીફ થઈ હતી, જેના લીધે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો વળી ઘણા લોકોએ તેમને આરામ કરવાની સલાહ આપવાનું શરૂ કરી દીધું હતું.

 

બિગ બીની પોસ્ટ પર યુઝર્સની પ્રતિક્રિયાઓ

અમિતાભ બચ્ચનની પિલોરી વાળી પોસ્ટ જોયા પછી યુઝર્સ આના પર જોરદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈકે કહ્યું કે 'કદાચ હૉસ્પિટલમાં દાખલ થવાના સમાચાર સંપૂર્ણપણે ખોટા નહોતા. તો કોઈકે લખ્યું- 'આશા છે કે તમે પેટની પાયલોરી વાળી સમસ્યાથી પીડિત નથી.' જ્યારે એક યુઝરે કોમેન્ટ કરીને બિગ બીને આરામ કરવાની સલાહ આપતા લખ્યું- 'તમે બીમાર છો, અત્યાર સુધી કેમ જાગો છો? સુઈ જાઓ.' એક યુઝરે ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું- 'સર તમારી તબિયત ઠીક તો છે ને?'

વર્કફ્રન્ટની વાત કરીએ તો, 83 વર્ષના અમિતાભ બચ્ચન આ સમયે ફિલ્મ કલ્કિ 2898 એડીના સિક્વલના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તેઓ ટૂંક સમયમાં જ કોર્ટરૂમ ડ્રામા સેક્શન 84માં પણ જોવા મળશે, જેનું નિર્દેશન રીભુ દાસગુપ્તા કરી રહ્યા છે. ગયા વર્ષે તેમણે કૌન બનેગા કરોડપતિની 17મી સીઝન પૂર્ણ કરી હતી.