કોલ્હાપુરઃ મહારાષ્ટ્ર્ની શિવસેનામાં પડેલી તિરાડને લઈને સમયાંતરે મામલો ગરમાઈ છે. એકનાથ શિંદે જુથ અને ઉદ્ધવ ઠાકરે જુથના સભ્યો સામસામે આવી જતા રાજકીય રીતે પણ તણઝા ઝરી જાય છે. ઉદ્ધવ ઠાકરેની સેનાના 6 સાંસદો પર આશંકા વ્યક્ત થતા હવે અનેક સમીકરણ બનવા લાગ્યા છે જે મહારાષ્ટ્રના રાજકારણને ડાયરેક્ટ અસર કરી શકે છે. આ માહોલ વચ્ચે કેન્દ્રીય મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રની મુલાકાત કરી હતી. કોલ્હાપુરમાં એક કાર્યક્રમમાંથી તેમણે અસલ શિવસેના અંગે સ્પષ્ટતા કરીને કેટલાક મુદ્દાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
52 शक्तिपीठों में से एक अंबाबाई मंदिर भारतीय आस्था, संस्कृति और स्थापत्य कला का अद्वितीय प्रतीक है। आज ₹1500 करोड़ की लागत से मंदिर परिसर के आधुनिकीकरण एवं सौंदर्यीकरण कार्य का शिलान्यास किया। इससे श्रद्धालुओं की सुविधाएं बढ़ेंगी और हमारी समृद्ध सांस्कृतिक विरासत के संरक्षण व… pic.twitter.com/EEI7ezriud
— Amit Shah (@AmitShah) June 20, 2026
મોટી ઉથલ-પાથલના એંધાણ?
મહારાષ્ટ્રની રાજકારણમાં અંદરખાને એક મોટી ઉથલ-પાથલ થવાના એંધાણ છે. આતંરિક અસંતોષથી લઈને કદાવર નેતાઓના આદેશ સુધી અનેક એવા મુદ્દાઓ ચર્ચામાં છે ત્યારે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સક્રિય શિવસેનાના કેટલાક સભ્યો રડારમાં છે. આ રાજકીય માહોલ વચ્ચે કેન્દ્રીય મંત્રી અમિત શાહે કોલ્હાપુરમાં મોટું અને મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હાલમાં મહારાષ્ટ્રમાં કોઈ જુથ બચ્યું નથી, એકનાથ શિંદેના નેતૃત્વવાળી પાર્ટી જ અસલી અને એકમાત્ર શિવસેના છે. આના કારણે ઉદ્ધવ ઠાકરે જુથમાં ચહલપહલ શરૂ થઈ ગઈ છે. આ પછી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ કેટલાક એક્શન લેવાનું શરૂ કરી દીધું હતું. સમજુતી કરનારા કેટલાક સાંસદો સામે આ પગલાં લેવામાં આવ્યા હતા.
સાંસદોને અપાયું એલ્ટિમેટમ
લોકસભામાં પાર્ટીના ચીફ વ્હિપ અનિલ દેસાઈ આ બેઠકમાં ગેરહાજર હતા. આ પછી દરેક સાંસદને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી હતી. બળવાખોર અને આખા બોલા શિવસેનાના કેટલાક સાંસદો જે ઉદ્ધવ ઠાકરે જુથના સમર્થનમાં છે એમને 24 કલાકનું એલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. લેખિતમાં સ્પષ્ટતા કરવા માટે પાર્ટીએ આદેશ આપ્યા હતા.
નોટીસમાં સ્પષ્ટતા કરતા ચેતવણીના સૂર વધુ છે. જો કોઈ સાંસદ નક્કી કરેલી સમય મર્યાદામાં જવાબ નહીં આપે તો પાર્ટી એવું માની લેશે કે, તેમણે સ્વૈચ્છાએ પોતાની સભ્યતા છોડી દીધી છે. આ વાત જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરે જુથને લાગું પડે છે ત્યાં સુધી અમુક સાંસદો સતત રડારમાં હતા. એવું પણ ચર્ચાય છે કે, ઠાકરે જુથના જ સાંસદોએ શિંદે જુથના કદાવર નેતા સાથે વાતચીત પણ કરી હતી. આ પછી સાંસદો સામે ભારતીય બંધારણની 10મી કલમ પક્ષ પલટા વિરોધી કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરાશે.

મામલો અહીંયાથી શરૂ થયો
આ સમગ્ર મામલો ત્યારથી શરૂ થયો જ્યારે ઠાકરે જુથના કેટલાક નેતાઓ માતોશ્રીમાં એક મહત્ત્વની બેઠક બોલાવી હતી. એ સમયે પણ કેટલાક સાંસદો આવ્યા ન હતા. ઉદ્ધવ ઠાકરે જુથમાં ચાલી રહેલો કકળાટ ગુરૂવારે નવી દિલ્હીમાંથી સપાટી પર આવ્યો હતો, જ્યારે પાર્ટી તરફથી બોલાવવામાં આવેલી બેઠકને લઈ અનિવાર્ય સંસદીય દળની બેઠક કરતા વધારે સાંસદો હાજર રહ્યા ન હતા.
લોકસભામાં ઉદ્ધવ ઠાકરે જુથના કુલ 9 સાંસદ છે પણ પાર્ટી વ્હિપ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં માત્ર ત્રણ જ સાંસદ હાજર રહ્યા હતા. બાકીના છ સાંસદ બેઠકમાં આવ્યા જ નહીં.ઉપસ્થિત ન રહેનારા સાંસદમાં નાગેશ આષ્ટિકર, સંજય દેશમુખ, સંજય જાધવ, સંજય દીના પાટીલ, ઓમપ્રકાશ રાજેનિંબાલકર અને ભાઉસાહેબ વાકચૌરનો સમાવેશ થાય છે. જ્યારે ઉપસ્થિત રહેલા સાંસદમાં અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજાભાઉ વાજેનો સમાવેશ થાય છે.
શું બોલ્યા અમિત શાહ?
કેન્દ્રીય મંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલા જાણીતા પ્રસિદ્ધ માતા અંબાબાઈ મંદિરમાં પૂજા કરવા માટે આવ્યા હતા. અહીંયા શાહે દર્શન કરીને અંબાબાઈ મંદિર પરિસર તથા કોરિડૉરના જીણોદ્ધાર તથા સૌદર્યીકરણ પ્રોજેક્ટની આધારશીલા રાખી હતી. વિકાસ ભી ઔર વિરાસત ભી વિઝનનો ઉલ્લેખ કરીને શાહે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સાંસ્કૃતિક પુનઃનિર્માણ થઈ રહ્યું છે.
આ એક અભિયાન તરીકે રાજ્યના તમામ જ્યોર્તિલિંગ અને શક્તિપીઠનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. આ આપણા સૌ માટે એક ગર્વની બાબત છે. કોલ્હાપુરમાં યોજાયેલી એક રેલીમાં શાહે કહ્યું કે, પહેલા આપણે એકનાથ શિંદેના નામ સાથે શિવસેના જુથ એવું કહેવું પડતું હતું.પણ હવે કોઈ પ્રકારનું બીજુ જુથ બચ્યું નથી. હવે માત્ર એક જ શિવસેના છે.
₹1500 करोड़ की लागत से अंबाबाई मंदिर कॉरिडोर के निर्माण की शुरुआत महाराष्ट्र में एक बार फिर धर्म और संस्कृति के शासन का आरंभ है।
— Amit Shah (@AmitShah) June 20, 2026
₹१५०० कोटी रुपये खर्चून अंबाबाई मंदिर कॉरिडॉरच्या बांधकामाची सुरुवात होणे म्हणजे महाराष्ट्रात पुन्हा एकदा धर्म आणि संस्कृतीच्या राज्याचा आरंभ आहे. pic.twitter.com/hP5farcEBR
કદાવર નેતાએ ફોડ ન પાડ્યો
આ કોઈ રાજકીય ટીપ્પણી નથી, આ મુદ્દો ઉદ્ધવ ઠાકરે જુથમાં જે ઘમાસાણ ચાલી રહ્યું છે એની સાથે જોડાયેલો છે. બીજી તરફ હકીકત એ પણ છે કે, ઑપરેશન ટાઈગર વચ્ચે ઉદ્ધવ જુથના કેટલાક સાંસદ એકનાથ શિંદના જુથ વાળી શિવસેનામાં સામેલ થાય એવા વાવડ છે. સાંસદો હવે એકાએક ગાયબ થઈ જતા અનેક પ્રકારની આશંકાઓ સેવાઈ રહી છે.
આ કારણ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને એક મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. મામલો અહીંયાથી અટકતો નથી. બેઠકના ધમધમાટ વચ્ચે હજુ સુધી કોઈ કદાવર નેતાએ આ અંગે ફોડ પાડ્યો નથી.