અમદાવાદઃ AIના કારણે અનેક લોકોની નોકરીઓ ગઈ છે, ઘણી દિગ્ગજ કંપનીઓ છટણી કરી રહી છ. આ દરમિયાન અમદાવાદના એક વિદ્યાર્થીને 94 લાખનું પેકેજ મળ્યું છે. મળતી વિગત પ્રમાણે, નિરમા યુનિવર્સિટીના એક વિદ્યાર્થીને LinkedIn સાથે કામ કરવા માટે રૂ. 94 લાખની ઑફર મળી છે. જે આ યુનિવર્સિટી માટે એક નવો રેકોર્ડ છે. ઉપરાંત આ વર્ષે ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં કરવામાં આવેલી સૌથી વધુ ઓફર્સ પૈકીની એક છે.
અગાઉ કેટલું મળ્યું હતું પેકેજ
નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીને અત્યાર સુધીમાં સર્વોચ્ચ પેકેજ રૂ. 88 લાખ મળ્યું હતું. આ રેકોર્ડ 2022માં નોંધાયો હતો. આ વર્ષે મળેલું 94 લાખનું પેકેજ ખાસ છે. કારણકે મોટી ટેક કંપનીઓ છટણી અને AI તથી મશીન લર્નિંગ પર ભાર આપી રહ્યા છે. જેના કારણે અનેક લોકોએ નોકરી ગુમાવવી પડી છે.
સરેરાશ પગારમાં 15-25%નો વધારો
સૂત્રોએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષની સરખામણીમાં સરેરાશ પગારમાં 15-25%નો વધારો થયો છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓને રૂ. 50 લાખથી વધુની ઓફર મળી છે. ગૂગલ અને માઇક્રોસોફ્ટ સહિતની લગભગ તમામ મુખ્ય કંપનીઓએ આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. અમે તેને બદલાતા બજારના ગતિશીલતાના સંદર્ભમાં જોઈએ છીએ. ઊંચા પેકેજ વાળી ઓફર્સ પરંપરાગત રીતે કોમ્પ્યુટર સાયન્સ અને IT શાખાના વિદ્યાર્થીઓને ફાળે જાય છે.
ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીમાં આ વર્ષે સર્વોચ્ચ પેકેજ રૂ. 57 લાખ રહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે, સરેરાશ પગાર વાર્ષિક અંદાજે ₹15 લાખ રહ્યો છે, જે ગયા વર્ષની સમકક્ષ છે. કેમ્પસ પ્લેસમેન્ટમાં અમે ઉદ્યોગોની સારી ભાગીદારી જોઈ છે, કેટલીક મોટી કંપનીઓ સહિત 165 કંપનીઓએ ભાગ લીધો હતો."
પારુલ યુનિવર્સિટી, વડોદરામાં સૌથી વધુ રૂ. 43 લાખની ઓફર સેન્ટા ક્લેરામાં હેડક્વાર્ટર ધરાવતી યુએસ-આધારિત એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર ફર્મ ServiceNow તરફથી મળી હતી. અન્ય રિક્રૂટર્સમાં માઇક્રોસોફ્ટ, HCL, TCS, કોગ્નિઝન્ટ, BP, IBM અને L&T ટેકનો સમાવેશ થાય છે. અહીં સરેરાશ પગાર ₹4.5 લાખ રહ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું કે, અમે આ વર્ષે 470 કંપનીઓને ભાગ લેતા જોઈ, જે ગયા સીઝન કરતા વધુ છે. અમે એક જ સમયે બે ચિત્રો જોઈ રહ્યા છીએ — એક જ ફીડ પર રૂ.20 લાખ પ્લસની ઓફર્સ અને છટણીના સમાચાર. બંને સાચા છે. અગાઉ, કંપનીઓ સેંકડો ગ્રેજ્યુએટ્સને હાયર કરતી હતી અને તેમને મહિનાઓ સુધી ટ્રેનિંગ આપતી હતી. આજે, કંપનીઓ AI, ક્લાઉડ, સાયબર સિક્યોરિટી અથવા ફૂલ-સ્ટેક રોલ્સમાં પહેલેથી જ કામ કરવા સક્ષમ હોય તેવા લોકો ઈચ્છે છે.
SVNIT સુરતમાં આ સીઝનમાં અત્યાર સુધીમાં 230 કંપનીઓએ ભાગ લેવાની પુષ્ટિ કરી હતી. જે ગયા વર્ષની 205 કંપનીઓ કરતાં પહેલેથી જ આગળ છે, અને અહીં પ્લેસમેન્ટ 31 જુલાઈ સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીની સર્વોચ્ચ ઓફર CSE (કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ) ના વિદ્યાર્થી માટે રૂ. 62 લાખ છે. CSEમાં સરેરાશ પગાર રૂ. 15.2 લાખથી સુધરીને રૂ. 16.2 લાખ થયો છે. હજુ એક મહિનાથી વધુ સમય બાકી હોવાથી આ આંકડો વધુ વધી શકે છે.
ચારુસેટ યુનિવર્સિટી, આણંદ ખાતે સર્વોચ્ચ પેકેજ Amazon તરફથી રૂ. 46.38 લાખનું હતું. ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, PDEU અને IIT ગાંધીનગર સહિતની સંસ્થાઓમાં CS અને ITમાં સરેરાશ પગાર રૂ. 20 લાખથી વધુ રહ્યો છે.
કોમ્પ્યુટર સાયન્સ અને IT એક દાયકા કરતાં વધુ સમયથી ગુજરાતના એન્જિનિયરિંગ પ્લેસમેન્ટમાં મોખરે રહ્યા છે — પરંતુ શું આ વર્ચસ્વ જળવાઈ રહેશે તે હવે એક મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, આ વર્ષે રાજ્યની સંસ્થાઓમાંથી હાયરિંગ કર્યું છે, તેમણે જણાવ્યું હતું કે — સાયબર સિક્યોરિટી, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ઉભરતી ટેકનોલોજીને ટેલેન્ટની જરૂર છે, પરંતુ આગામી વર્ષથી, જે વિદ્યાર્થીઓ બદલાયેલા લેન્ડસ્કેપને સમજ્યા હશે તેઓ જ જોબ માર્કેટમાં ટકી શકશે. આ ટ્રેન્ડને ચાલુ રાખવા માટે શૈક્ષણિક સંસ્થાઓએ સ્કેલ અપ કરવું પડશે અને ઉદ્યોગો સાથેના સંબંધો મજબૂત કરવા પડશે.
સૂત્રોએ જણાવ્યું કે, હવે માત્ર શૈક્ષણિક લાયકાત કરતાં પ્રદર્શિત કરી શકાય તેવી સ્કિલ્સ, ઇન્ટર્નશિપ અને પ્રોજેક્ટ પોર્ટફોલિયો પર વધુ ભાર મૂકવામાં આવે છે. ઘણી ઊંચો પગાર આપતી નોકરીઓ એવા વિદ્યાર્થીઓને મળી છે જેમણે અગાઉ તે કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરી હતી.