Sat Apr 18 2026

Logo

૧૯ એપ્રિલના અક્ષય તૃતીયા: જાણો કેમ આ દિવસને કહેવાય છે 'સ્વયંસિદ્ધ મુહૂર્ત', જાણો આ પાછળનું કારણ...

2026-04-18 14:20:51
Author: Darshana Visaria
Article Image

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા (અખાત્રીજ)નું મહત્વ અનન્ય છે. વર્ષ 2026માં આ તહેવાર 19મી એપ્રિલના રોજ ઉજવવામાં આવશે, પરંતુ ઘણીવાર તિથિના ક્ષય કે વૃદ્ધિને કારણે બે દિવસ અખાત્રીજ જેવી સ્થિતિ સર્જાય છે. પંચાંગ મુજબ ચંદ્રની ગતિ પર આધારિત હોવાથી તિથિઓનો સમય ચોક્કસ 24 કલાકનો હોતો નથી, જેના લીધે આ મૂંઝવણ ઉભી થાય છે. ચાલો જાણીએ જ્યારે બે દિવસ તૃતીયા આવે તો કયા દિવસે તૃતીયા મનાવવાનું શુભ છે અને આ પાછળનું કારણ શું છે... 

હિન્દુ કેલેન્ડર સૂર્ય અને ચંદ્રની સ્થિતિ પર આધારિત છે, જેના કારણે અક્ષય તૃતીયા જેવી મહત્વની તિથિઓ ક્યારેક બે દિવસ સુધી લંબાઈ શકે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 19 એપ્રિલ 2026,ના રવિવારે રોજ ઉજવવામાં આવશે. જોકે, વાત કરીએ તિથિના આખા ગણિતની તો ગ્રેગોરિયન કેલેન્ડર એટલે કે અંગ્રેજી તારીખથી વિપરીત હિન્દુ પંચાંગમાં તિથિ દિવસના ગમે તે સમયે શરૂ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં જ્યારે તૃતીયા તિથિ એક દિવસની સાંજે શરૂ થઈને બીજા દિવસ સુધી ચાલે, ત્યારે તેને ઉજવવાની તારીખમાં ફેરફાર થઈ શકે છે.

આઈ નો આઈ નો હવે તમને સવાલ થશે કે તો પછી આમાં તૃતીયા કઈ તારીખના ગણવાની તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો તૃતીયા તિથિ બીજા દિવસે ત્રણ મુહૂર્ત એટલે કે લગભગ 6 કલાકથી વધુ સમય સુધી રહેતી હોય, તો તે દિવસને પૂજા-વિધિ કે કોઈ પણ પ્રકારની ખરીદી માટે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. 

હવે વાત કરીએ તે આખરે અક્ષય તૃતીયામાં તૃતિયા એટલે તો તિથિ પણ આ આ અક્ષય એટલે શું એની તો અક્ષયનો અર્થ એવો થાય છે કે જેનો ક્યારેય નાશ ન થાય. આ દિવસે કરવામાં આવેલા દાન, પુણ્ય અને રોકાણનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે એવું કહેવાય છે કે આવું કરવાથી કાયમી સમૃદ્ધિ આવે છે. આ સિવાય આપણે ત્યાં દિવસને સ્વયંસિદ્ધ મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે કોઈપણ શુભ કાર્ય શરૂ કરવા માટે આ દિવસે ચોક્કસ સમય જોવાની જરૂર પડતી નથી; આખો દિવસ પવિત્ર માનવામાં આવે છે.