મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે વર્ષ 2026ની શરૂઆતમાં ટેલિવિઝન પર જે પ્રકારે વાપસી કરી છે, તેનાથી મનોરંજન જગતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રખ્યાત અમેરિકન શો 'વ્હીલ ઓફ ફોર્ચ્યુન' પરથી પ્રેરિત 'વ્હીલ ઓફ ફોર્ચ્યુન ઇન્ડિયા' જાન્યુઆરી 2026 થી સતત ટેલિવિઝન ટીઆરપીમાં મોખરે રહ્યો છે. પણ હવે આ શૉમાંથી અક્ષયની જગ્યાએ કોઈ બીજો ચહેરો જોવા મળે તો નવાઈ નહીં. અક્ષય કુમારે આ ગેમ શોને ભારતીય દર્શકો માટે એક નવા જોશ અને ઉર્જાથી ભરપૂર અંદાજમાં રજૂ કર્યો છે. ખેલાડીઓ વચ્ચેની તીવ્ર સ્પર્ધા અને અક્ષયની રમુજી શૈલીએ નાના પડદા પર જાદુ પાથર્યો છે.
શૉના અંતિમ એપિસોડ
હાઈસ્ટેક ગેમપ્લેથી ટીવીના દર્શકોને એક નવો અભિગમ જોવા મળી રહ્યો છે. વાવડ એવા મળી રહ્યા છે કે, હવે આ સમગ્ર શૉને જ તાળા લાગી રહ્યા છે. આ મહિને છેલ્લા એપિસોડનું પ્રસારણ થઈ શકે છે. હાઈ-એનર્જી અને અક્ષય કુમારના હોસ્ટિંગ છતાં, આ શો દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યો હોય તેમ જણાય છે. શોને માત્ર 0.5 થી 0.7 ની વચ્ચે જ ટીઆરપી મળી રહી છે, જે આ સ્તરના મોટા શો માટે ઘણી ઓછી માનવામાં આવે છે. મેકર્સને આશા હતી કે અમેરિકન ફોર્મેટના આધારે આ શો ભારતમાં મોટો રેકોર્ડ બનાવશે, પરંતુ અનેક સેલિબ્રિટી ગેસ્ટ્સના આગમન પછી પણ જોઈએ તેવો રિસ્પોન્સ મળ્યો નથી.
સીઝન પૂરી થવાથી ઓફ એર
આ મહિનાના અંત સુધીમાં આ શૉ ઓફ-એર કરી દેવામાં આવશે. એવા અણસાર વર્તાય રહ્યા છે. આ શૉને લઈ ચાલી રહેલી અટકળો પર હવે વિરામ મુકાયો છે. આ શૉ ઓછી ટીઆરપીને કારણે નહીં, પરંતુ તેની વર્તમાન સીઝન પૂર્ણ થવાને કારણે ઓફ-એર થઈ રહ્યો છે. સીઝન ફિનાલે બાદ આ અક્ષય વિદાય લેશે અને તેના સ્થાને એક નવો રોમાંચક રિયાલિટી ગેમશૉ દર્શકોનું મનોરંજન કરવા આવી શકે છે.'સચ કા સામના' જેવા લોકપ્રિય શો દ્વારા ટેલિવિઝન પર પોતાની આગવી ઓળખ ઊભી કરનાર અભિનેતા રાજીવ ખંડેલવાલ 14 વર્ષના લાંબા અંતરાલ બાદ નાના પડદા પર વાપસી કરી રહ્યો છે.

રાજીવ લઈને આવશે નવો શૉ
હવે રાજીવ ખંડેલવાલનો નવો રિયાલિટી ગેમ શૉ 'તુમ હો ના' શરૂ થશે. રાજીવ ખંડેલવાલની હોસ્ટિંગ શૈલી હંમેશા ગંભીર અને પ્રભાવશાળી રહી છે, ત્યારે 'તુમ હો ના' દ્વારા તેઓ ફરી એકવાર દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. અક્ષય કુમારની જગ્યાએ હવે 28 એપ્રિલ થી નવો શો 'તુમ હો ના' શરૂ થશે જે દરરોજ રાત્રે 9 વાગ્યે સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ (Sony LIV) પર પ્રસારિત કરવામાં આવશે.
અક્ષય કુમારની નવી ફિલ્મ આવી રહી છે.
રાજીવ ખંડેલવાલે જણાવ્યું કે, મેં હંમેશા દિલની વાત સાંભળીને જ પ્રોજેક્ટ્સ પસંદ કર્યા છે. 'તુમ હો ના' એક ખૂબ જ સુંદર શૉ છે જે મારા દિલની નજીક છે અને મને આના દ્વારા વાપસી કરતા ખૂબ આનંદ થાય છે. આ વર્ષો દરમિયાન મને બીજા ઘણાય પ્રોજેક્ટ માટેની ઓફર આવી હતી. આ પ્રોજેક્ટમાં કેટલાક ઘણા એક્સપરીમેન્ટલ હતા. અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ હોરર-કોમેડી ફિલ્મ 'ભૂત બંગલા' 17 એપ્રિલ ના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે તબ્બુ, વામિકા ગબ્બી, રાજપાલ યાદવ અને પરેશ રાવલ જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે.લાંબા સમય બાદ અક્ષય કુમાર અને ડાયરેક્ટર પ્રિયદર્શન ની જોડી આ ફિલ્મ દ્વારા પરત ફરી રહી છે, જેણે અગાઉ 'ભૂલ ભૂલૈયા' જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.