Sat Jun 27 2026

Logo

અક્ષયની કોમેડી બાદ હવે એક્શન જોવા મળશે, 18 વર્ષ બાદ આ ફિલ્મમાં સૈફ સાથે સ્ક્રિન શૅર કરી

2026-06-27 19:32:55
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ હિન્દી સિનેમામાં માત્ર એક્ટર અને એક્ટ્રેસની જોડીની જ વાતો થતી નથી, ક્યારેક કો-સ્ટાર એવું દમદાર કામ કરી જાય છે કે એ પાત્ર કાયમી ધોરણે અમર બની જાય છે. જેમ કે મુન્ના-સર્કિટ, નંદુ-રાજાબાબુ, બાબુભૈયા-શ્યામ, ગોલમાલના વસુલીભાઈ. આ એવા પાત્રો છે જેની ખાસ કોઈ ઓળખ આપવાની જરૂર પડતી નથી. આવી જ એક આઈકોનિક જોડી છે અક્ષય કુમાર અને સૈફઅલી ખાનની. 18 વર્ષના લાંબા બ્રેક બાદ હવે બન્ને ફરીથી એક ફિલ્મમાં મોટી સ્ક્રિન પર દેખાવવાના છે. આ પ્રોજેક્ટને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. એક સમયની સુપરહિટ ફિલ્મ 'હૈવાન'ની સિક્વલ ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મની વાર્તા પર કામ થઈ રહ્યું છે. 

પ્રિદર્શનની એક્શન ફિલ્મ
આ ફિલ્મને ફિલ્મનિર્માતા પ્રિયદર્શન ડાયરેક્ટ કરી રહ્યા છે. એ સમયની પણ આ એક્શનથ્રિલર ફિલ્મ હતી. હવે આ નવી ફિલ્મમાં શું હશે એના પર સૌની નજર છે. આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ નવી ફિલ્મ 11 સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આ ફિલ્મની રિલીઝ ડેટનું એલાન કરવામાં આવ્યું છે. પ્રોડક્શનહાઉસ દ્વારા શૅર કરવામાં આવેલી પોસ્ટમાંથી વિગત મળી છે કે, 11 સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મ આવી રહી છે. કોમેડી ફિલ્મ બનાવવા માટે જાણીતા પ્રિયદર્શન હવે એક એક્શન થ્રિલર ફિલ્મ લઈને આવી રહ્યા છે.અક્ષય કુમાર અને સૈફઅલી ખાનની જોડી ફરી એકવાર જોવા મળશે. એક્શન અવતારમાં બન્નેનો એક અલગ અવતાર દેખાશે. ફિલ્મમાં શ્રિયા પિલગાંવકર અને સૈયામી ખેર મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે. આ ફિલ્મને વેંકટ કે. અને કે. નારાયણે પ્રોડ્યુસ કરી છે. 

સૈફઅલી ખાનનું મોટું કમબેક
આવનારા સમયમાં ફિલ્મનું ટીઝર અને ટ્રેલર જોવા મળશે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થયો છે જેમાં પ્રિયદર્શન સાથે અક્ષય કુમાર અને સૈફઅલી ખાન મસ્તીભર્યા અંદાજમાં દેખાઈ રહ્યા છે. પ્રિયદર્શન અને અક્ષય કુમારે તાજેતરમાં એક ફિલ્મ આપી હતી જેનું નામ છે 'ભૂતબંગલા'આ ફિલ્મે પણ બોક્સઓફિસ પર ઠીક-ઠાક કમાણી કરી છે. વાત કોમેડીની છે ત્યારે અક્ષય કુમારની 'વેલકમ ટુ ધ જંગલ' પણ ધૂમ મચાવી રહી છે. મસમોટી સ્ટારકાસ્ટ અને એકથી એક ચડિયાતા કલાકારો સાથે કોમેડીનો ડોઝ લઈને આવેલી ફિલ્મ દર્શકોને હસાવી રહી છે. પણ ફિલ્મમાં કોમેડી ડોઝ ઓછો અને ડ્રામા ડોઝ વધારે છે. માત્ર આ જ ફિલ્મ નહીં અન્ય પણ કેટલીક ફિલ્મોને લઈને અક્ષય કુમારે અમુક પ્રોજેક્ટ સાઈન કરેલા છે. વાત જ્યારે સૈફઅલી ખાનની કરવામાં આવે તો એક લાંબા બ્રેક બાદ સૈફઅલી ખાન મોટી સ્ક્રિન પર કમબેક કરી રહ્યો છે.

વધુ જુઓ...