Fri May 01 2026

Logo

ટ્રેડિશનલ સાડી સાથે 37 વર્ષીય એક્ટ્રેસે પહેર્યું એવું બ્લાઉઝ કે થઈ ગઈ ટ્રોલ, લોકોએ કહ્યું...

2026-04-09 15:23:20
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડ, ટીવી અને ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની બોલ્ડ પર્સનાલિટી માટે જાણીતી 37 વર્ષીય એક્ટ્રેસ આકાંક્ષા પુરી હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે અને એનું કારણ છે તેણે પહેરેલો આઉટફિટ. તાજેતરમાં જ આકાંક્ષા પુરી અશ્મિત પટેલ સાથેના તેના નવા મ્યુઝિક વીડિયો 'સાડી ફરમાઈશ' ના પ્રમોશન માટે એક ફેશન શોમાં પહોંચી હતી, જ્યાં તેના આઉટફિટને લઈને વિવાદ સર્જાયો છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી... 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટો અને વીડિયોમાં 37 વર્ષીય એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ ડિઝાઈનર રોહિત વર્મા માટે રેમ્પ વોક કરતી વખતે જે આઉટફિટ પહેર્યો હતો તેને લઈને ઓનલાઈન ટ્રોલિંગ શરૂ થયું છે. આ ઈવેન્ટમાં બિપાસા બાસુ શો સ્ટોપર હતી, પરંતુ આકાંક્ષા પુરીના કપડાંએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને નેટિઝન્સ આકાંક્ષાના આ લૂકને કારણે બે વર્ગમાં વહેંચાઈ ચૂક્યા છે. 

વાત કરીએ ટ્રોલિંગ પાછળના મુખ્ય કારણની તો આકાંક્ષાએ ટ્રેડિશનલ મહારાષ્ટ્રીયન પૈઠણી સાડી પહેરી હતી, જેને તેણે અત્યંત રિવિલિંગ બિકીની બ્લાઉઝ સાથે સ્ટાઈલ કરી હતી. આકાંક્ષા આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, પરંતુ કેટલાક લોકોને આકાંક્ષાની આ બોલ્ડનેસ ખાસ કંઈ પસંદ આવી હોય એવું લાગતું નહોતું. 

સોશિયલ મીડિયા પર આકાંક્ષા પૂરીના બિકિની બ્લાઉઝના ફોટો અને વીડિયો વાઈરલ થતાં લોકોએ આકાંક્ષાની ફેશન સેન્સને 'ભદ્દી' ગણાવી હતી. કેટલાક યુઝર્સે કમેન્ટ કરી હતી કે આ પ્રકારના કપડાં પહેરવા તે ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. જોકે, કેટલાક નેટિઝન્સે આકાંક્ષાના એબ્સ અને ફિટનેસના વખાણ પણ કર્યા હતા.

આકાંક્ષા પુરીએ આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ આઉટફિટ મારી ખુદની ચોઈસ નહોતી પણ ડિઝાઈનર રોહિત વર્માનું વિઝન હતું. મને ડિઝાઈનર રોહિતના ટેલેન્ટ પર પૂરો ભરોસો છે અને આ આઉટફિટ ઘણું વિચારીને ડિઝાઈન કરવામાં આવ્યું હશે. એક આર્ટિસ્ટ તરીકે તેણે ડિઝાઈનરના કામને માન આપીને પૂરા આત્મવિશ્વાસ સાથે આ સાડી પહેરી હતી. તમે પણ આકાંક્ષા પુરીનો આ બિકીની બ્લાઉઝ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...