Wed Jul 29 2026

Logo

સાડી અને બિકીની બ્લાઉઝ પહેરવા પર ટ્રોલ થઈ આકાંક્ષા પુરી, અભિનેત્રીએ તોડ્યુ મૌન

2026-04-09 10:43:00
Author: Mumbai samachar Team
Article Image

 

મુંબઈ: ટીવી અને બોલીવુડમાં પોતાની અભિનય ક્ષમતા સાબિત કરનાર અભિનેત્રી આકાંક્ષા પુરી હાલમાં તેના બોલ્ડ અંદાજને કારણે હેડલાન્સમાં છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર ફેશન અને વિવાદો એકસાથે ચાલતા હોય છે, અને આ વખતે આકાંક્ષા તેના આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાને આવી છે. જોકે, આકાંક્ષાએ આ બાબતે ચૂપ રહેવાને બદલે ખૂબ જ શાંતિથી અને આત્મવિશ્વાસ સાથે પોતાની પ્રતિક્રિયા આપી છે.

તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા એક ફેશન વીકમાં આકાંક્ષા પુરીએ હાજરી આપી હતી. અહીં તેણે પરંપરાગત મહારાષ્ટ્રીયન પૈઠણી સાડી સાથે બિકીની સ્ટાઈલનું બ્લાઉઝ પહેર્યું હતું. આ લુકમાં આકાંક્ષા ખૂબ જ સુંદર અને ફિટ લાગતી હતી, પરંતુ તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ઘણા યુઝર્સે તેને ભારતીય સંસ્કૃતિનું અપમાન ગણાવ્યું તો કેટલાકે તેના ફેશન સેન્સની ટીકા કરી હતી.
 

આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા આકાંક્ષાએ જણાવ્યું હતું કે, જ્યાં તમારી પ્રશંસા થાય છે ત્યાં ટ્રોલિંગ પણ થવાનું જ છે. તેણે વધુમાં સ્પષ્ટ કર્યું કે આ આઉટફિટ સંપૂર્ણપણે તેની પસંદગી નહોતું, પરંતુ પ્રખ્યાત ડિઝાઇનર રોહિત વર્માનું વિઝન હતું. આકાંક્ષાના મતે, એક કલાકાર તરીકે તેને તેના ડિઝાઇનરની ક્રિએશન પર પૂરો ભરોસો છે અને તેણે તે આત્મવિશ્વાસ સાથે કેરી કર્યું હતું. તેણે નકારાત્મકતાને બદલે માત્ર પોઝિટિવિટી પર ધ્યાન આપવાનું પસંદ કર્યું છે.

પ્રોફેશનલ લાઈફની જો વાત કરીએ તો, આકાંક્ષા અત્યારે તેના નવા મ્યુઝિક વિડિયો 'સાડી ફરમાઈશ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે અશ્મિત પટેલ જોવા મળી રહ્યો છે. આ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ઉપરાંત, આકાંક્ષા ટૂંક સમયમાં ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ સાથે પણ ઓન-સ્ક્રીન રોમાંસ કરતી જોવા મળશે, જેને લઈને તેના ચાહકોમાં ભારે ઉત્સાહ છે.