નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગુરૂવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, આતંકવાદ સામેની લડાઈમાં ડબલ સ્ટાન્ડર્ડ ન ચાલે.મોસ્કોમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સુરક્ષા ફોરમ અને સુરક્ષા અંગે જોડાયેલી એક ઉચ્ચ પ્રતિનિધિઓની 14મી બેઠકમાં મહત્ત્વનું સંબોધન કર્યું હતું. 28મે ના રોજ સર્ગેઈ શોઈગુ દ્વારા આયોજિત બેઠકમાં તેમણે ભાગ લીધો હતો.આ બેઠકમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે, જવાબદાર દેશોએ એ વાત સ્પષ્ટ કરવી પડશે કે, તેઓ આતંકવાદનું સમર્થન કરે છે કે પછી નિર્ણાયક કાર્યવાહી કરીને એનો સામનો કરે છે. આતંકવાદ સામેની લડાઈમાં કોઈરીતે ડબલ સ્ટાન્ડર્ડ ના ચાલે.આતંકવાદ સામે લડવા માટે એકજૂથ થઈને વૈશ્વિક સ્તરે પ્રતિક્રિયા આપવી અનિવાર્ય છે.
ગ્લોબલ સાઉથના દેશનો ઉલ્લેખ
ડોભાલે વર્ષ 1945માં બીજા વિશ્વયુદ્ધ બાદ સ્થાપિત વૈશ્વિક સંસ્થાઓ અને તેના આંતરમાળખામાં તાત્કાલિક સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે,આજે આંતરરાષ્ટ્રીય સુરક્ષાલક્ષી પડકારોને પહોંચી વળવા પહેલા મજબૂત અને અસરદાર બનવું વધું યોગ્ય છે. આ સુધારાથી ગ્લોબલ સાઉથ દેશને વધારે પ્રતિનિધિત્વ મળવું જોઈએ. વૈશ્વિક નિર્ણય લેવાની પ્રક્રિયામાં એ દેશના વિચારોને પણ સામેલ કરવા જોઈએ.મિડલ ઈસ્ટની સ્થિતિ પર વાત કરતા તેમણે કહ્યું કે,હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ અને રાતા સમુદ્ર જેવા મહત્ત્વના આંતરરાષ્ટ્રીય જળમાર્ગથી વ્યાપક સુરક્ષા અને વગર કોઈ વિધ્નથી સ્થિતિ થાળે પડે એ ખૂબ જરૂરી છે.
ઈન્ડોનેશિયા સાથેના ભારતના સંબંધ
અગાઉ પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે એવી ચોખવટ કરી હતી કે, સીરિયા અને અફઘાનિસ્તાનને આતંકવાદનો મંચ બનાવી દેવાયો છે પણ અમારૂ લક્ષ્ય સમગ્ર એશિયામાં શાંતિને જાળવી રાખવાનું છે. ધર્મના નામે હિંસા કરતા વિચારો સાથે ડોભાલે કહ્યું હતું કે, ઈસ્લામનો એક અર્થ શાંતિ અને ખુશહાલી પણ થાય છે. ઈન્ડોનેશિયાનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, ભારત અને ઈન્ડોનેશિયાના સંબંધો ઘણા જૂના છે. માત્ર રાજકીય કે કુટનીતિક નહીં પણ પ્રવાસનની દ્રષ્ટિએ પણ ઈન્ડોનેશિયા સાથે સારા સંબંધો રહ્યા છે. દર વર્ષે હજારોની સંખ્યામાં ભારતમાંથી પ્રવાસીઓ ઈન્ડોનેશિયાના પ્રવાસે જાય છે. ઈન્ડોનેશિયામાં પણ હિન્દુ મંદિર આવેલા છે. ગુજરાત અને બંગાળના કેટલાય સૂફીના મૂળીયા ઈન્ડોનેશિયા સાથે છે.