Sat May 23 2026

Logo

કાન ક્લોઝિંગ સેરેમનીમાં 52 વર્ષીય બોલીવૂડ એક્ટ્રેસની ધમાકેદાર એન્ટ્રી, ડીપ બ્લ્યુ મર્મેઈડ ગાઉનમાં રેડ કાર્પેટ પર લગાવી આગ...

2026-05-23 13:56:00
Author: Darshana Visaria
Article Image

79મા કાન ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમની ઐશ્વર્યા રાય-બચ્ચનના ફેન્સ માટે ખૂબ જ ખાસ રહી હતી, કારણ કે આજે એટલે કે 23મી મેના રોજ ઐશ્વર્યાનો કાન રેડ કાર્પેટ લૂક સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાની રોયલ એન્ટ્રી અને સ્ટનિંગ લૂકના ફોટો તેમ જ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે. ચાલો જોઈએ આ વખતે ઐશ્વર્યાના લૂકમાં શું હતું ખાસ અને તે કેમ આટલું ચર્ચાનું કારણ બની છે... 

12મી મેથી શરૂ થયેલાં આ 78 કાન ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં જ્યારે ઐશ્વર્યાએ રાય-બચ્ચને ધમાલ મચાવી હતી. ઐશ્વર્યાએ છેલ્લે સુધી સસ્પેન્સ રાખ્યા બાદ ક્લોઝિંગ સેરેમનીમાં રેડ કાર્પેટ પર પગ મૂકતાની સાથે જ આખા સોશિયલ મીડિયા પર ધમાકો મચાવી દીધો હતો. ઐશ્વર્યાના આ સુંદર લૂકના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. 

ઐશ્વર્યા રાયે આ વર્ષે કાન્સના રેડ કાર્પેટ પર કોઈ વિદેશી બ્રાન્ડને બદલે ભારતીય ફેશન ડિઝાઈનિંગની તાકાત દુનિયા સમક્ષ રજૂ કરી છે. રેડ કાર્પેટ પરથી સામે આવેલા તેના અદભુત ફોટોઝ ઈન્ટરનેશનલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યા છે. ઐશ્વર્યા રાય બચ્ચને કાન 2026ના પ્લેટફોર્મ પર ડીપ બ્લ્યુ શિમરી મર્મેઈડ ગાઉન પહેરીને દમદાર એન્ટ્રી લીધી હતી.
 

ઐશ્વર્યાનો આ અદભુત આઉટફિટ ભારતના પ્રખ્યાત ડિઝાઇનર અમિત અગ્રવાલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે, જ્યારે જાણીતા સેલિબ્રિટી સ્ટાઇલિશ મોહિત રાય દ્વારા ઐશ્વર્યાને સ્ટાઇલ કરવામાં આવી છે. આ આખા ગાઉનની સૌથી ખાસ અને ક્રેઝી બાબત તેના શોલ્ડરની ડિઝાઈન હતી. જેને સુંદર ફૂલની પાંખડીઓ જેવા અનોખા સ્ટ્રક્ચરમાં બનાવવામાં આવ્યા હતા, જેણે ઐશ્વર્યાના લુકને હાઈ-ફેશન અને ડ્રામેટિક ટચ આપ્યો હતો. 

ઈન્ટ્રિકેટ બીડ વર્ક ટેક્ષ્ચર્ડ પેટર્ન સાથે આ બોડી-હગિંગ ડિઝાઈન કરવામાં આવ્યું હતું. જેને કારણે ઐશ્વર્યાનું ફિગરને કૂબ જ સુંદર રીતે હાઈલાઈટ થઈ રહ્યું હતું.  ગાઉનની સાથે લાંબી ફ્લોઈ ટ્રેલે ઐશ્વર્યાના લૂકમાં ચાર ચાંદ લગાવ્યા હતા. ઐશ્વર્યાએ પોતાની આ સુંદરતાને વધુ નિખારવા માટે હેવી જ્વેલરી ટાળીને ગળામાં માત્ર એક આકર્ષક ડાયમંડ ચોકર નેકલેસ અને હાથમાં મેચિંગ રિંગ્સ પહેરી હતી. 

હેર સ્ટાઈલની વાત કરીએ આ સુંદર આઉટફિટ અને એસેસરીઝ સાથે ઐશ્વર્યાએ પોતાના વાળને સાઇડ-પાર્ટેડ રાખ્યા હતા અને સોફ્ટ વેવ્સ લુક આપ્યો હતો જે તેના ચહેરાની ફ્રેમ પર એકદમ ક્લાસિક લાગી રહ્યો હતો. આ રોયલ લૂક સાથે ઐશ્વર્યાએ મિનિમલ મેકઅપ રાખ્યો છે. ડ્યુઈ બેઝ, સોફ્ટ પિંક બ્લશ અને ન્યૂડ-પિંક લિપ શેડના કારણે તેના ચહેરા પર કુદરતી ચમક સ્પષ્ટ દેખાઈ રહી હતી.
 

રેડ કાર્પેટ પર ઐશ્વર્યા રાય-બચ્ચને ગ્રેસ અને કોન્ફિડન્સથી ફેન્સ અને હાજર વિદેશી મીડિયાને ઘાયલ કર્યા હતા. ઈન્ટરનેશનલ ફોટોગ્રાફર્સ સામે એકથી એક ચડિયાતા કિલર અને ગ્લેમરસ પોઝ આપ્યા હતા. સોશિયલ મીડિયા પર ફેન્સ તેની આ સુંદરતા જોઈને તેના દિવાના બની ગયા હતા અને કમેન્ટ્સમાં લખી રહ્યા છે કે 52 વર્ષની ઉંમરે પણ કાનના રેડ કાર્પેટ પર ઐશ્વર્યા રાયનો જાદુ કાયમ છે...