મુંબઈઃ બોલિવૂડની ફિલ્મી દુનિયામાં સ્ક્રિન પર અને ઓફ સ્ક્રિન જે દેખાય છે એમાં ઘણું અંતર હોય છે. ઐશ્વર્યા ઓન સ્ક્રિન અને ઓફ સ્ક્રિન એમ બન્ને પ્રેઝન્સમાં સૌને ચોંકાવી દે છે. ફિલ્મી કરિયરમાં પણ એના અભિનયના હજુ ઘણા લોકો ફેન છે. અભિષેક બચ્ચન ઓન સ્ક્રિન ભલે એના પિતા જેટલો સફળ ન હોય પણ બિઝનેસ અને રોકાણની બાબતમાં તે ખૂબ જ નિષ્ણાંત છે. અભિષેકે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે,એની સાથે રેડ કાર્પેટ પર રૅમ્પવૉક કરવામાં ડર લાગે છે.
હાલત ખરાબ થઈ જાય છે
રેડ કાર્પેટ પર મને થોડું અસહજ મહેસુસ થાય છે, ખાસ કરીને જ્યારે એશ્વર્યા હોય ત્યારે તો ખાસ. એમની સાથે વૉક કરતા મારી હાલત ખરાબ થઈ જાય છે. હકીકત એ પણ સ્વીકારવી પડે કે, અભિષેક એશ્વર્યા સાથે રૅમ્પવૉક કરતો ભાગ્યે જ જોવા મળે છે. પોતાના ઈન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે, એશ્વર્યા સાથે રેડ કાર્પેટ પર ચાલવામાં મને ખૂબ જ ડર લાગે છે. એ જ્યારે બાજુમાં પણ ઊભી હોય તો એ મને એક ટાસ્ક જેવું લાગે છે.પોઝ કેવી આપવો અને ચાલવું કેવી રીતે એ પણ મને ખ્યાલ નથી આવતો. ફોટોગ્રાફર્સ પણ એ જોઈને પરેશાન થઈ જાય છે.
નવી ફિલ્મમાં કિંગ ખાન સાથે
હકીકત એ પણ છે કે, એશ્વર્યા સાતે અભિષેકના ખાસ કોઈ ફોટો પોઝ નથી. એમની સાથે ચાલવામાં મને ખૂબ જ ડર લાગે છે. એ ખૂબ જ પ્રોફેશનલ વૉક કરે છે, એને પણ ખબર છે કે, ક્યાં પોઝ દેવો અને ક્યાં સતત ચાલ્યા કરવું. જ્યારે ફોટોગ્રાફર્સે મને કહ્યું કે, પોઝ આપો ત્યારે મને એવું લાગ્યું કે મેં એવી તે શું ભૂલ કરી નાંખી? વર્ષ 2007માં અભિષેક અને ઐશ્વર્યાના મેરેજ થયા હતા. વર્ષ 2011માં દીકરી આરાધ્યાનો જન્મ થયો હતો.
વર્ષ 2024માં એમના સંબંધો પર કેટલાક સવાલ ઊઠ્યા હતા પણ બન્ને કલાકારોએ એવું કંઈ ન હોવાની સ્પષ્ટતા કરી દેતા ચર્ચા અટકી ગઈ હતી. અભિષેક બચ્ચન હવે શાહરૂખ ખાનની ફિલ્મ કિંગમાં જોવા મળશે. આ પહેલા એની ફિલ્મ રાજા શિવાજી આવી રહી છે જેમાં તે રિતેશ દેશમુખ સાથે જોવા મળશે.