Fri Oct 16 2026

Logo

કાસીમે અમદાવાદની યુવતીને હોટલમાં 10 દિવસ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું, ઇન્સ્ટાગ્રામમાં થઈ હતી ફ્રેન્ડશિપ.....

2026-10-16 08:59:00
Author: Vimal Prajapati
કાસીમે અમદાવાદની યુવતીને હોટલમાં 10 દિવસ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું, ઇન્સ્ટાગ્રામમાં થઈ હતી ફ્રેન્ડશિપ.....

અમદાવાદઃ અમદાવાદમાં વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદની એક યુવતીને ચેન્નઈના યુવકે હવસનો શિકાર બનાવા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઘટના એવી છે કે, ચેન્નઈના કાસીમ નામના યુવકે ઇન્સ્ટાગ્રામથી આ યુવતી સાથે મિત્રતા કરી હતી. એટલું જ નહીં પરંતુ બાદમાં મિત્રતાને આગળ વધારી લગ્નની લાચલ આપવા લાગ્યો હતો. આ દરમિયાન તેણે પીડિતાને આરોપીએ શહેરની એક હોટેલમાં લઈ ગયો અને 10 દિવસ સુધી તેને કેદમાં રાખીને દુષ્કર્મ આચર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

આરોપીના ફોનમાંથી સાત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળી આવ્યાં

યુવતી જ્યારે આરોપીના ચુંગાલમાંથી છૂટીને ફરે પહોંચી ત્યારે પરિવારને પોતાની આપવીતી જણાવી હતી. જેના આધારે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાર્યવાહી અને તપાસ શરૂ કરતા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ આરોપી યુવકના ફોનની પોલીસ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેના ફોનમાંથી સાત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળી આવ્યાં હતાં. જેથી હવે આ યુવકે આ આઈડીઓ દ્વારા અન્ય કોઈ યુવતીને ફસાવી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. 

ઇન્સ્ટાગ્રામથી ચેન્નઈના કાસીમ અંસારીના સંપર્કમાં આવી હતી યુવકતી

આ કેસની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં રહેતી 26 વર્ષીય યુવતી ઇન્સ્ટાગ્રામ દ્વારા ચેન્નઈના કાસીમ અંસારી નામના યુવકના સંપર્કમાં આવી હતી. પીડિતાએ કહ્યું કે, કાસીમ વારંવાર તેને ફ્રેન્ડશીપ માટે મેસેજ કરતો હતો. એટલું જ નહીં પરંતુ તેનું બ્રેકઅપ થઈ ગયું હોવાથી સ્રી મિત્રની જરૂર હોવાનું કરીને મિત્રતા શરૂ કરી હતી. આ દરમિયાન આરોપી 3 ઓક્ટોબરે અમદાવાદ આવ્યો અને આ યુવતીને મળવા બોલીને શહેરના છેવાડે આવેલી હોટલમાં તેને લઈ ગયો હતો. 

પોલીસે આરોપની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી

અહીં હોટલમાં યુવતને 10 દિવસ સુધી ગોંદી રાખવામાં આવી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. તે પછી પીડિયાએ 13 ઓક્ટોબરે ઘરે જવાનું કહ્યું ત્યારે આરોપી તેને ઘરની સામે મુકી ગયો હતો. આ દરમિયાન 10 દિવસ સુધી દીકરી ઘરે ના આવી હોવાથી પરિવારે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી દીધી હતી. આ પીડિયા પરિવારે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. આ સાથે આરોપીના અન્ય સાત ઇન્સ્ટાગ્રામ આઈડીની પણ તપાસ કરવામાં આવી રહી છે.