Mon Aug 31 2026

Logo

ચાગોસ ટાપુ મુદ્દે બ્રિટન અને મોરેશિયસ વચ્ચેનો કરાર સ્થગિત

London   2026-04-11 19:18:18
Author: Chandrakant Kanoja
ચાગોસ ટાપુ મુદ્દે બ્રિટન અને મોરેશિયસ વચ્ચેનો કરાર સ્થગિત

Lord Simon McDonald


લંડન: અમેરિકાએ સમર્થન પરત લેતા બ્રિટન અને મોરેશિયસ વચ્ચે ચાગોસ ટાપુઓ અંગે  થયેલા કરારને હવે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યો છે. આ ટાપુ પર  યુએસ-યુકેનો મુખ્ય લશ્કરી બેઝ આવેલો છે.શનિવારે બ્રિટિશ સરકારે સ્વીકાર્યું કે આ કરારને બહાલી આપવા માટે સંસદમાં રજૂ કરાયેલ બિલ નિર્ધારિત સમયમર્યાદામાં પસાર થવામાં નિષ્ફળ ગયું અને હવે તે સમાપ્ત થઈ ગયું છે. આ મુદ્દાને હવે  બ્રિટન અને ટ્રમ્પ વહીવટીતંત્ર વચ્ચે વધતા તણાવના બીજા ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતમાં આ કરારને ટેકો આપ્યો હતો

આ સમગ્ર કિસ્સામાં ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતમાં આ કરારને ટેકો આપ્યો હતો, પરંતુ જાન્યુઆરીમાં, પોતાનું વલણ બદલતા, તેમણે સોશિયલ મીડિયા પર તેને ખૂબ મોટી મૂર્ખામી ગણાવી હતી. આ કરાર હિંદ મહાસાગરમાં ડિએગો ગાર્સિયા ટાપુ સાથે જોડાયેલો છે. જ્યાં અમેરિકા અને બ્રિટન દ્વારા સંચાલિત સંયુક્ત લશ્કરી બેઝ છે.

લશ્કરી બેઝની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા

બ્રિટિશ સરકારે જણાવ્યું હતું કે ડિએગો ગાર્સિયા તેમના માટે એક અત્યંત મહત્વપૂર્ણ વ્યૂહાત્મક લશ્કરી બેઝ તરીકે સ્થાપિત છે. તેમજ તેની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સરકારનું કહેવું છે કે આ કરાર બેઝના લાંબા ગાળાના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે શ્રેષ્ઠ અભિગમ રજૂ કરે છે. પરંતુ તે ફક્ત અમેરિકાના સમર્થનથી જ કરવામાં આવશે.

આ કરાર હાલમાં સ્થગિત કરવામાં આવ્યો

બ્રિટનના વિદેશ મંત્રાલયના ભૂતપૂર્વ વડા  સિમોન મેકડોનાલ્ડે જણાવ્યું હતું કે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ખુલ્લેઆમ આ કરારનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે સરકાર પાસે આ કરારને અટકાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેમણે ઉમેર્યું હતું કે આ કરાર હાલમાં સ્થગિત કરવામાં આવ્યો છે.