Thu Jun 11 2026

Logo

આદિત્ય ધર પ્રભાસને લઈને ફિલ્મ બનાવશે? ચર્ચા પાછળની હકીકત સાવ જુદી જ નીકળી

2026-06-11 14:05:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ 'ધુરંધર' ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધર પોતાના કોઈ નવા પ્રોજેક્ટને લઈ કામ કરી રહ્યા છે. આ ફિલ્મી પ્રોજેક્ટ છે કે, કોઈ રીસર્ચ એ વાત તો સામે આવી નથી. પણ છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, આદિત્ય ધર પ્રભાસને લઈને ફિલ્મ બનાવવા માટે જઈ રહ્યા છે.  હકીકત એવી છે કે, પ્રભાસની એક વર્ષ પહેલા આવેલી ફિલ્મ 'ધ રાજા સાહબ' ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. આ પછી પ્રભાસે ખાસ કોઈ પ્રતિક્રિયા આપી નથી. પણ વાત એવી વહેતી થઈ છે કે, આદિત્ય ધર પ્રભાસ સાથે કોઈ પ્રોજેક્ટ શરૂ કરી શકે છે. પણ આ વાત પાછળનું સત્ય કંઈક ઔર છે. 

કઈ ફિલ્મ આવી રહી છે?
હકીકત એવી છે કે, પ્રભાસ અને આદિત્ય ધર હાલમાં કોઈ પ્રોજેક્ટ પર કે કોઈ ફિલ્મમાં સાથે કામ નહીં કરે. બોક્સ ઓફિસ પર 'ધુરંધર' ફિલ્મના બન્ને ભાગે પૈસાની સુનામી લાવી દેતા ફિલ્મો કરોડો રૂપિયાનો ફાયદો કરાવી દીધો છે. આદિત્ય ધર હવે ફરીવાર રણવીર સિંહ સાથે અન્ય કોઈ પ્રોજેક્ટ પર લાઈનઅપ થયા છે. રિપોર્ટ અનુસાર પ્રભાસ અને આદિત્ય ધર સાથે કામ કરે એ વાતને લઈને હજું સુધી કોઈ સમર્થન મળ્યું નથી. બન્નેએ ફિલ્મને લઈને મુલાકાત કરી હોવાની વાત પણ સાચી નથી. વાસ્તવિકતા એવી છે કે, બન્ને પોતાના શેડ્યુલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. પ્રભાસ પોતાની ઘણી ફિલ્મોમાં વ્યસ્ત છે જેમાં 'સ્પિરિટ', 'સલાર-2', 'ફૌજી','કલ્કી 2898 એડી' જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. અત્યારે એના પાસે બીજા પ્રોજેક્ટ માટે ટાઈમ પણ નથી. 

માત્ર ચર્ચા, હકીકત અલગ છે
હોમ્બ્લે ફિલ્મ સાથે પ્રભાસ લાંબા ગાળાનું પ્લાનિંગ કરી ચૂક્યો છે. ત્રણેય ફિલ્મને લઈને કામ આગળ વધી રહ્યું છે. હાલ આદિત્ય પણ કોઈ પ્રોડ્યુસર સાથે કામ કરી રહ્યા નથી. પોતાના પ્રોડક્શન હાઉસ પર ફોક્સ કરી રહ્યા છે. ફેન્સને એ વાતની ખુશી છે કે, ફરીવાર રણવીર સિંહનો એક નવો અવાતાર આદિત્ય ધરના ડાયરેક્શનમાં જોવા મળશે. પ્રભાસ પોતાના ફિલ્મ પ્રોજેક્ટ પર ધ્યાન આપી રહ્યો છે. એવામાં આદિત્ય અને પ્રભાસ વચ્ચે ખાસ કોઈ પ્રકારનું લાઈનઅપ નથી. આથી કોઈ એવી મોટી ફિલ્મ આવવાની નથી. માત્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં થઈ રહેલી ચર્ચાને વેગ મળી રહ્યો છે.