હૈદરાબાદઃ લવ બાય ચાન્સ ફેમ સિરિયલ અને કન્નડના ફિલ્મોના જાણીતા અભિનેતા કિરણ રાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે દરેક લોકોને ચોંકાવી દીધા હતા. વાયરલ આ વીડિયોમાં એક સિંહને અભિનેતા પર હુમલો કરતા જોઈ શકાય છે અને આ વીડિયો વાયરલ થયા પછી ચાહકોને એક્ટરની સુરક્ષાને લઈને ચિંતા થવા લાગી હતી. ચાહકોએ એક્ટરની તાજેતરની પરિસ્થિતિને લઈને સવાલો કરવાનું શરૂ કરી દીધું હતું. એવામાં કિરણ રાજે સામે આવીને વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને વાત કરી અને કહ્યું કે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આ વીડિયો તેમની ટ્રેનીગનો છે, જેમાં તેઓ સિંહોની સાથે કામ કરવાની તાલીમ લઇ રહ્યા હતા.
સિંહ સાથે કામ કરવાની તાલીમ લઈ રહ્યો છે
વીડિયો- તસવીરો શેર કરતા કિરણ રાજે કેપ્શનમાં લખ્યું, 'સિંહને ટ્રેન કરવાનું શીખવાનો પ્રથમ દિવસ રોજર અને રોકી, આપણે જલ્દીથી મિત્રો બની જઈશું. પહેલા દિવસનો બોધ- સિંહ હંમેશાં તમને પાડવાનો પ્રયત્ન કરે છે, તેથી કોઈ મજબૂત વસ્તુનો સહારો લેવો. સિંહથી દૂર જતા સમયે પોતાનો ચહેરો તેની તરફ રાખો. સિંહ તમારી આખો વાંચી શકે છે. તેને તમને ગળે મળવામાં અને પ્રેમથી પાસે રાખવાનું પસંદ છે.

કિરણ રાજ પર સિંહે કર્યો હુમલો
કિરણ રાજે પોતે અમુક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે સિંહો સાથે જોવા મળે છે. એમાં જ એક વીડિયોમાં એક સિંહને ઝડપથી અભિનેતા પર હુમલો કરતા જોઈ શકાય છે. અન્ય તસ્વીરો અને વીડિયોમાં સિંહ તેની સાથે અત્યંત શાંત દેખાઈ રહ્યા છે.
અભિનતાએ કહ્યું કે આજકાલ તેઓ પોતાના એક અપકમિંગ પ્રોજેક્ટ માટે સિંહોની સાથે કામ કરવાની તાલીમ લઇ રહ્યા છે અને આ તાલીમ દરમિયાન તેણે રોજર અને રોકી નામના સિંહો સાથે સમય પસાર કર્યો હતો. અભિનેતાએ જે વીડિયો તસવીરો પોસ્ટ કરી છે, તેમાંથી એકમાં એક સિંહે તેમના પર હુમલો કરતો જોઈ શકાય છે. આ જોતા જ ચાહકોએ તેમની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવાનું શરૂ કર્યું હતું.
હું સુરક્ષિત છું - કિરણ રાજ
કિરણ રાજની પોસ્ટ જોઈને જેવા ચાહકોએ તેમની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવાનું શરૂ કર્યું, અભિનેતાએ પોતે આગળ આવીને સ્પષ્ટ કર્યું કે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. ચાહકોની ચિંતાને જોતા તેમણે કમેન્ટમાં લખ્યું, 'જો હું આ પોસ્ટ કરવાના લાયક છું તો ચિંતાની કોઈ વાત નથી મિત્રો. હું સંપૂર્ણપણે સુરક્ષિત છું, તેથી ગભરાવાની કોઈ વાત નથી. મારું તેમની સાથે થોડું બોન્ડિંગ પણ થઈ ગયું છે. ફરી એકવાર આભાર.'
કિરણ રાજ વિશે
કિરણ રાજ કન્નડ મનોરંજન જગતનું જાણીતું નામ છે. તે કન્નડ ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાં ગણવામાં આવે છે. તેને લોકપ્રિય ટીવી સિરિયલ 'કન્નડ' માટે ઓળખવામાં આવે છે, જેમાં તેમણે હર્ષકુમારની મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેઓ 'લવ બાય ચાન્સ' અને 'યે રિશ્તા ક્યાં કહલાતા હે' જેવા હિન્દી શોઝમાં પણ કામ કરી ચુક્યા છે