Wed Jun 03 2026

Logo

આમિર ખાન 61 વર્ષની ઉંમરે કરશે ત્રીજા લગ્ન, જાણો ફાઈનલ વેડિંગ ડેટ?

2026-06-03 19:52:15
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન ફરી લાઈમલાઈટમાં આવ્યા છે આ ચર્ચાનું કેન્દ્ર એ છે કે તેઓ ફરી એક વાર એટલે કે 61 વર્ષની ઉંમરે ત્રીજી વખત લગ્ન કરી રહ્યા છે. ગૌરી સ્પ્રેટ અને આમિર ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. હવે આમિર ગૌરીને પોતાની દુલ્હન બનાવવા જઈ રહ્યો છે અને બંનેનું વેડિંગ એક પ્રાઇવેટ સેરેમની હશે, જેમાં ફક્ત બંને પરિવારના લોકો અને નજીકના મિત્રો હાજરી આપશે.  

ફિલ્મજગતના સુપરસ્ટાર આમિર ખાન પોતાના લગ્નોના કારણે ખૂબ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ ફરી તેઓ ત્રીજી વાર લગ્ન કરવા જઈ રહ્યા છે. સૌપ્રથમ વાર આમિર ખાન દ્વારા 2025માં પોતાના 60માં જન્મદિવસ પર ગૌરી સ્પ્રેટ સાથેના સબંધોની જાહેરાત મીડિયા સમક્ષ કરી હતી. મીડિયા સમક્ષ ગૌરીનો પરિચય આપ્યો હતો. 

આમિર ખાને જણાવ્યું હતું કે, તે છેલ્લા 25 વર્ષોથી ગૌરીને ઓળખે છે, પણ તેમના સંબંધની શરૂઆત 2023માં થઇ હતી. બંને એકબીજાને અવારનવાર મળતા હતા. આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ 5 જુલાઈએ લગ્ન કરશે. ગૌરીનાં આ બીજા લગ્ન છે. પહેલા લગ્નથી ગૌરીને એક દીકરો પણ છે. આ દીકરાની ઉમર 7 વર્ષની છે.

આમિર ખાનના સંબંધો વિશે ચર્ચા 

પહેલીવાર 1986માં આમિરખાન લગ્નના બંધનમાં રિના દત્તા સાથે થયા હતા. આ સબંધ લાંબો સમય ચાલ્યો નહોતો , બાદમાં બંને અલગ થઇ ગયા હતા. ત્યાર બાદ વર્ષ 2005માં આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કાર્ય હતા. કમનસીબે આ સબંધ પણ લાંબો ટકી શક્યો નહોતો, પરિણામે  વર્ષ 2021માં બંને જણાએ છૂટાછેડા લઇ લીધા હતા.

કિરણ રાવ સાથેના છૂટાછેડાના બે વર્ષ બાદ આમિર ખાન અને ગૌરી રિલેશનશિપમાં આવ્યા હતા. ગૌરી સ્પ્રેટ મૂળ બેંગલોરની રહેવાસી છે. તેનો ફિલ્મો સાથે કોઈ સબંધ નથી. તેનો સલૂનનો બિઝનેસ છે. આ તેમનો વારસાગત ધંધો રહ્યો છે, જેમાં ગૌરીના માતા પણ સામેલ હતા. તે સિવાય તે આમિર ખાનની ફિલ્મ પ્રોડકશન કંપની સાથે પણ જોડાયેલી છે. 

આમિર ખાનને કેટલા સંતાનો ?

આમિર ખાનને પહેલા લગ્નથી 2 સંતાનો છે, જેમાં એક દીકરી ઇરા ખાન અને દીકરો જુનેદ ખાન છે. કિરણ રાવ અને આમિરને એક દીકરો છે, જેનું નામ આઝાદ છે. થોડા સમય અગાઉ આમિર ખાનના દીકરા જુનેદની 'એક દિન' નામની ફિલ્મ આવી હતી. આ ફિલ્મને આમિર ખાન દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી હતી.