Tue Jun 23 2026

Logo

Aadhaar Card ધારકો માટે લોટરી! પહેલી જુલાઈથી બદલાઈ રહ્યો છે આ નિયમ, હવે મફતમાં થશે આ મોટું કામ

2026-06-23 09:06:00
Author: Darshana Visaria
Article Image

દેશના કરોડો આધારકાર્ડ ધારકો માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઈનને સ્પીડ અપ કરવા અને સુરક્ષા વધારવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી પહેલી જુલાઈ 2026થી આધારકાર્ડમાં ઈમેલ આઈડી ઉમેરવા કે સુધારવા માટે કોઈ પણ સર્વિસ ચાર્જ ચૂકવવો નહીં પડે. આ સુવિધા નાગરિકો માટે સંપૂર્ણપણે મફત કરવામાં આવી છે. ચાલો જાણીએ વિસ્તારથી...

મળતી માહિતી અનુસાર અત્યાર સુધી આધાર કાર્ડમાં ઈમેલ આઈડી લિંક કરાવવા કે પછી ઈમેલ આઈડી બદલવા માટે આધારકાર્ડ ધારતોએ નક્કી કરાયેલી સર્વિસ ફી ચૂકવવી પડતી હતી. પરંતુ હવે પહેલી જુલાઈથી લાગુ થઈ રહેલાં નવા નિયમો અનુસાર, હવે સામાન્ય જનતા ઓનલાઈન પોર્ટલ તેમ જ માયઆધાર (myAadhaar) એપના માધ્યમથી કોઈ પણ ચાર્જ આપ્યા વગર ઘરે બેઠા જ પોતાનું ઈમેલ આઈડી અપડેટ કરી શકશે.

ઈમેલ લિંક કરવાથી શું ફાયદો થશે?
UIDAI આ સુવિધા મફત કરીને વધુમાં વધુ લોકોને આધાર સાથે ઈમેલ લિંક કરવા પ્રોત્સાહિત કરી રહ્યું છે, જેનાથી સુરક્ષાના અનેક ફાયદા મળશે જેમ કે-
ઈન્સ્ટન્ટ એલર્ટ અને ઓટીપી: તમારા આધાર કાર્ડનો ક્યાંય પણ ઉપયોગ થશે, તો મોબાઈલ નંબરની સાથે તરત જ ઈમેલ પર પણ વેરિફિકેશન ઓટીપી (OTP) અને એલર્ટ આવી જશે.
ઓનલાઈન ફ્રોડ સામે રક્ષણ: જો કોઈ તમારી જાણ બહાર આધાર ડેટા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરશે, તો ઈમેલ નોટિફિકેશન દ્વારા તમને તુરંત જાણ થઈ જશે.

વિદેશ પ્રવાસમાં સરળતા: જો તમે વિદેશમાં હોવ અને તમારો ભારતીય મોબાઈલ નંબર બંધ હોય, તો પણ તમે રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર ઓટીપી મેળવીને આધાર વેરિફિકેશનનું કામ સરળતાથી પતાવી શકશો. પહેલી લી જુલાઈથી અમલી બનનારો આ નવો નિયમ સામાન્ય નાગરિકોના પૈસા બચાવવાની સાથે-સાથે તેમના આધાર ડેટાને વધુ સુરક્ષિત બનાવવામાં મદદરૂપ સાબિત થશે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અત્યારે જ શેર કરી દો. જેથી તેઓ પણ આ સુવિધાનો લાભ ઉઠાવી શકે.  આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.